Book Title: Karmvipak Pratham Karmgranth Author(s): Rasiklal Shantilal Mehta Publisher: Agamoddharak Pratishthan View full book textPage 8
________________ યશોધર્માશ્રીજીના શિષ્યા અભ્યાસરત સા. શ્રી જિનયશાશ્રીજી. તેઓએ ખૂબ ખંત અને અથાગૂ ઉત્સાહપૂર્વક એ રજૂઆતોને કલમ દ્વારા કંડારીને આ વિવેચના આલેખી તો છે જ. સાથોસાથ કેટલાય સ્થાને પોતાના ક્ષયોપશમવાંચન આદિનો ઉપયોગ કરીને એ વિવેચનાને નવી સમૃદ્ધિ પણ બક્ષી છે. આપણે એમણે બક્ષેલી એ સમૃદ્ધિની કેટલીક ઝલકો નિહાળીએ : પ્રથમ ગાથાના વિવેચનમાં ‘કર્મનું સ્વરૂપ’ આ શીર્ષક સાથે, વર્તમાન જગતની દૃષ્ટિએ કર્મ-જૈન સિદ્ધાંતની દૃષ્ટિએ કર્મ-કર્મવિષયક પ્રશ્નોત્તરી વગેરે વિવિધ બાબતો તેમણે પોતાના ક્ષયોપશમ-વાંચન આદિ દ્વારા પ્રરૂપી છે જે અત્યંત બોધક અને રસપ્રદ છે... . ગાથા-૪ થી ૯ માં પાંચજ્ઞાનની નિરૂપણા છે. તેમાં કેટલાય સ્થળે તેમણે સુંદર પુરવણી કરી છે. ઉદાહરણ રૂપે, અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનની ઓત્પાતિકી બુદ્ધિ આદિ ચાર ભેદના ચાર સરસ દષ્ટાંતો સાધ્વીજીએ ‘લોક પ્રકાશ’ ગ્રન્થમાં જે વાંચેલ તે અહીં એ ચાર ભેદના નિરૂપણ પ્રસંગે ઉચિત રીતે ઉપયોગમાં લેવાયેલ છે. આવા અન્ય પણ ઉમેરણો આ પાંચજ્ઞાન નિરૂપણમાં છે. ' ગાથા નં. ૧૩ થી જે મોહનીયકર્મનું નિરૂપણ ગ્રન્થકાર મહર્ષિદ્વારા થયું છે તેના વિવેચનમાં પણ સાધ્વીજીએ પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને અભ્યાસુ વર્ગને સરલતાપૂર્વક વિશેષ વિષયબોધ કરાવ્યો છે. ગોથા નં. ૧૬ ના અંતે દર્શાવાયેલ આત્મિક વિકાસક્રમ (ઔપથમિક સમ્યક્ત્વ સુધીનો), ગાથા નં. ૧૭ માં દર્શાવાયેલ ૪ કષાયોના ૬૪ અવાંતર ભેદ, ચારિત્રે મોહનીય કર્મનું સ્વરૂપદર્શન વગેરેને આનાં ઉદાહરણ ગણી શકાય. ) ગાથા નં. ૫૪ થી આઠેય કર્મના બંધના હેતુઓની જે પ્રરૂપણા ગ્રન્થકાર ભગવંત દ્વારા થઈ છે તેનું વિવેચનમાં વિશેષ વિભાગીકરણ અહીં નિહાળવા મળે છે. જે પ્રત્યનીકપણે ઉપઘાત આદિ કર્મબંધહેતુનું વિવેચન જોતાં સમજાય છે. આવું વિભાગીકરણ ગ્રન્થકાર મહર્ષિની સ્વોપન્ન સંસ્કૃત ટીકામાં મળે છે. તેને સાધ્વીજીએ અહીં અભ્યાસુ વર્ગ સમક્ષ ધરવાનો અનુમોદનીય પ્રયાસ કર્યો છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 212