Book Title: Karmvipak Pratham Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 6
________________ કિંચિત્ ) દર્ભાવતીતીર્થમણ્ડન શ્રી લોઢણા પાર્શ્વનાથાય નમો નમઃ પ્રવચન પ્રભાવકાચાર્યદેવ શ્રી મોહન-પ્રતાપ-ધર્મસૂરીશ્વરેભ્યો નમઃ ! દુનિયાના દરેક દેશોમાં યાવત્ રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતી કોર્ટ (ન્યાયાલય) નું કાર્યક્ષેત્ર એટલું પ્રબળ અને સબળ હોય છે કે એ ભલભલા ચમરબંધી પ્રાસ્તાવિકમ ગુનેગારોને પણ કાયદાના દોર-જોરે સખત | સજા કરી દઈને સીધાદોર કરી દે છે. એટલે જ સજાના ડરથી ય કંઈ કેટલાય માનવો ગુનાખોરી કરતા અટકી જાય છે. પણ... સબૂર ! આ દુન્યવી કોર્ટને ય ટક્કર મારે તેવી એક સનાતન કોર્ટ સમગ્ર સૃષ્ટિમાં પથરાયેલી છે. એનું નામ છે કર્મ. આ કર્મની કોર્ટ એવી તો પ્રચંડ શક્તિશાળી છે કે એના સકંજામાં સપડાયેલ જીવના એ ક્ષણવારમાં બૂરા હાલહવાલ કરી શકે છે. દુન્યવી કોર્ટ કરતાં આ કર્મની કોર્ટની પ્રથમ વિશેષતા એ છે કે દુન્યવી કોર્ટ માત્ર તે જ ગુનાની શિક્ષા-સજા કરી શકે છે કે જેના કોઈ અકાદ્ય પુરાવા સાક્ષી વગેરે હોય. જેના કોઈ તેવા પુરાવા આદિ ન હોય તેવા ગુનાની સજા કરવાની એની હેસિયત નથી. જયારે કર્મની કોર્ટ તો એવી અપ્રતિમ છે કે જીવ એકાંતમાં ગુનો કરે કે પુરાવા વિનાનો ગુનો કરે તો ! ય એને તેની એ પ્રવૃત્તિના અંજામરૂપે અચૂક સજા-શિક્ષા આપી શકે !!) // | દુન્યવી કોર્ટની બીજી મર્યાદા એ છે કે ત્યાં લાંચ-રૂશ્વત વગેરે દ્વારા પણ ગુનાની સજામાંથી છટકી શકાય છે. જ્યારે આ કર્મની કોર્ટમાં કોઈ જ લાગવગ કે લાંચ ચાલી શકતી નથી. અહીં તો ભલભલા નરેન્દ્રો ને દેવેન્દ્રો પણ સજામાંથી બાકાત રહી શકતા નથી. ન ત્યાં એમની શક્તિ અસર કરે, કે ન ત્યાં એમનો પ્રભાવ અસર કરે... દુન્યવી કોર્ટની ત્રીજી મર્યાદા એ છે કે તે સજાનો ક્યારેક પૂરેપૂરો અમલ કરાવી શકતી નથી. ઉદાહરણ રૂપે, એક વ્યક્તિને જુદા જુદા ભયાનક ગુનાઓની સજારૂપે દરેક ગુનાદીઠ ૫૦-૫૦ વર્ષની સજા થઈ હોય તો એની કુલ સજા ૫૦૦ વર્ષની થાય. ગુનેગારને પૂરી જિંદગી કેદમાં રખાય તો ય આ સજાનો અમલ શક્ય જ નથી. જ્યારે કર્મની કોર્ટને આ મર્યાદા કદી નડતી નથી. એ એવી જબરજસ્ત કોર્ટ છે કે એ એક નહિ, અનેક જન્મોપર્યત પણ સજાનો અમલ કરાવી તેનો પૂરેપૂરો ભોગવટો કરાવી શકે છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 212