Book Title: Karmayoga 1 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સાત્વિકભાવભર્યું અધ્યાત્મિક તત્વ ભર્યું હોત તો યુરેપ આજે જુદી જ પ્રવૃત્તિમાં હતું. એકલા સમાજસુધારા તેમજ દેશવ્યવસ્થા સાથે આતર પ્રદેશની વ્યવસ્થા અને આંતર સમાજસુધારા એ અંતિમ ધ્યેયજ સર્વે મહાત્માઓનું હતું ને તેથી જ તેઓ કર્મવીર, કર્મયોગીઓ તથા મહાત્માઓ હતા ને થશે. આ બાબત તે કોગમાં વિશેષ રંગથી ખીલી ઉઠી છે. પિતાનું સર્વસ્વ જાણે ગુરૂમહારાજ આ વિષય પર ખર્ચી નાંખવા બેઠા ન હોય તેમ આધ્યાત્મિક પ્રવૃતિની ઝીણવટ તેમણે હઝાર ગરણે ગળી જનસમાજને ગળે તુર્ત ઉતરી જાય એવી વ્યવસ્થા પૂર્વક આલેખી છે. આ બાબતમાં તે ગુરૂમહારાજે વિશ્વ પર એ ઉપકારજ નહિ પણ દયાનું જ વર્ષણ વર્ષાવ્યું છે. ગુરૂમહારાજ આર્યાવર્તની પવિત્ર ભૂમિથી સંતુષ્ટ થઈ કેવાં સુન્દર વાક્યો લખી જાય છે? ખરેખર આર્યાવર્ત પરમ સાત્વિક પૂણ્યભૂમિ છે. અમે દયાત્મ વિદ્યાની સદિત વ્યાપી રહેલી ભાવના વડે ભારતવર્ષ ઉજ્વળ છે. અનેક મુનિઓ, આચાર્યો, પંડિત ને મહાન પુરૂષોની ચરણ રજવડે સેવાચેલી, પવિત્ર બનેલી ભરતભૂમિમાં જ ખરે આધ્યાત્મિક કર્મયોગ રેલાવે છે, ને રેલાય છે. અધ્યાત્મ જ્ઞાનવડે આત્મોન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કોઈ ઉત્તમમાં ઉત્તમ શાંત ને સર્વ પ્રકારે નૈસર્ગિય જીવન ગાળવાની યોગ્ય ભૂમિ હોય છે તે આર્યાવર્તનીજ ભૂમિ છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણું રેણુંએ વિલસી રહ્યાં છે, તે અન્ય ભૂમિમાં નથી, પોતાના આત્માની તથા દેશની સર્વ સામગ્રીને ઉપયોગ આત્મવિકાસનમાં જ કરવો જોઈએ, અને સાત્વિક ભાવનાઓ ભરી આ ભાવવા ભારતવર્ષમાં જ વર્તે છે. માનવ બુદ્ધિ ને શક્તિને વ્યય કેવળ માનવ સંહારને જ અર્થે થતે આપણે પાશ્ચાત્ય દેશમાં વર્તમાન મહાયુદ્ધમાં જોઈએ છીએ. પ્રજા પ્રજાને, માનવ માનવને પિતાનાં સર્વ સાધન વડે નાશ કરવા મથે એ આસુરી ભાવને ભરી પ્રવૃત્તિ એ સત પ્રવૃત્તિ નથી. એવી અસત્ પ્રવૃત્તિથી તે નિવૃત્તિ લાખ દરજે ઉત્તમ છે. મતલબ કે પ્રવૃત્તિ એ નિવૃત્તિના હેતુભૂત અને તે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સાત્વિક ભાવપૂર્ણ હોવી જોઈએ. આ બાબત પણ ગુરૂમહારાજે ઉત્તમ રીતે ચર્ચા છે. ધાર્મિક નિવૃતિ માર્ગમાં અને ધાર્મિક પ્રવૃત્તિ માર્ગમાં એવી ઉદાર ભાવનાથી પ્રવર્તવું જોઈએ કે જેથી લોકિક વિશ્વહિતકારક જનાઓ પૂર્વક જે જે પ્રવૃત્તિઓ સેવવી પડે તેમાં સ્વાધીકારે પ્રવર્તતાં સંકુચિત્વ અને વિરેધત્વ દ્વારા સ્વકીય અવનતિમય કંટક માર્ગ ન બને. આ અતિ ઉપયોગી સિદ્ધાંત કુશળતાથી કર્મચાગમાં પ્રતિપાદન કરવામાં આવ્યો છે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1026