________________
પરિચય
" कमलदलविपुलनयना कमलमुखी कमलगर्भसमगौरी।
कमले स्थिता भगवती ददातु श्रुत देवता सिद्धिम् ॥" * પ્રસ્તુત પુસ્તક એ મુખ્યત્વે કરીને કર્મસિદ્ધાંતને અગેના મારા ૨૬ લેખનું પ્રન્થસ્થ સ્વરૂપ છે. આ લેખને આપણે બે મુખ્ય વર્ગમાં વિભક્ત કરી શકીએ. પ્રથમ વર્ગમાંના બાર લેખો કર્મસિદ્ધાન્ત એટલે શું–એમાં કઈ કઈ કઈ બાબતે આવે છે વગેરેના દિગ્દર્શનની ગરજ સારે છે તે દ્વિતીય વર્ગને નવ લેખ કર્મસિદ્ધાન્તના નિરૂપણર્થે વિવિધ વિબુધેએ પાઇય (પ્રાકૃત) ભાષામાં રચેલા પ્રૌઢ અને પ્રાચીન ગ્રન્થની ઝાંખી કરાવે છે. આ ગ્રન્થને પ્રારંભ કવેતાંબરના ગ્રન્થોથી. કરાવે છે અને ત્યાર બાદ દિગંબરના ગ્રાને સ્થાન અપાયું છે.
કર્મસિદ્ધાન્તને અંગે એના જિજ્ઞાસુને જે જાતજાતના પ્રશ્નો ઉભવે તેમ છે તે બાબત પ્રથમ લેખમાં દર્શાવાઈ છે. એના ઉતરે આગળ ઉપરના લખાણમાંથી મળી રહે તેમ લાગવાથી આ લેખમાં અપાયા નથી પરંતુ પ્રથમ લેખગત પ્રશ્નોને આવરી લેતા પ્રશ્નો અને એના ઉત્તર દિતીય લેખમાં રજૂ કરાયા છે.
આ લેખોની તુલનાત્મક વિચારણા તરીકે જે અજૈન દર્શને આત્માનું દેહથી ભિન્ન અસ્તિત્વ સ્વીકારે છે અને એને પરમ ઉત્કર્ષ થાય તે માટે પિતપોતાની રીતે એને વિચાર કરે છે તે દર્શનેનાં કMિવષયક મંતવ્ય તૃતીય લેખમાં રજૂ કરાયાં છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org