Book Title: Karmasiddhanta Ruprekha ane Praudh Grantho Author(s): Hiralal R Kapadia Publisher: Sha Maghrajji Khumaji Vadanvadiwala View full book textPage 8
________________ પ્રાસ્તાવિક કસિદ્ધાન્તને” એ જૈન દર્શનને મહાપ્રાણ હેઈ એનું આધુનિક યુગના માનસને લક્ષીને વિસ્તૃત અને પ્રામાણિક નિરૂપણ આપણા દેશની ગુજરાતી કે હિન્દી ભાષામાં સર્વ પ્રથમ થવું જોઈએ અને સાથે સાથે કે કાલાંતરે અંગ્રેજીમાં એ કરવું જોઈએ એવું મારું નમ્ર પરંતુ દઢ મંતવ્ય છે. આથી મેં કર્મમીમાંસા નામનું પુસ્તક તૈયાર કરવાનું કાર્ય કેટલાંક વર્ષોથી હાથ ધર્યું છે પરંતુ મારાં અન્ય પુસ્તકે જે છપાય છે તેનાં મુદ્રણપ તપાસવામાં અને ખાસ કરીને એના પરિશિષ્ટાદિનું કામ પૂર્ણ કરવામાં મારે ઘણે સમય જતો હોવાથી તેમ જ મારી વૃદ્ધાવસ્થા, નાદુરસ્ત તબિયત વગેરે વિષમતાઓને લઇને આ મહાભારત કાર્યને જેટલું જોઈએ તેટલો વેગ હું આપી શકતું નથી. આથી હાલતુરત તે મારા આ પૂર્વે પ્રકાશિત થયેલા લેખે તેમ જ કર્મપ્રશ્નોત્તરી” વગેર મારું અપ્રકાશિત લખાણ એક પુસ્તકરૂપે પ્રસિદ્ધ થાય તે કર્મમીમાંસા તૈયાર કરવામાં એ ઉપયોગી થઈ પડશે એવા ઈરાદે શ્રી મેહનલાલજી મહારાજના સંતાનીય અને કર્મમીમાંસા જેવા પુસ્તકની મારે હાથે રચના કરાવી એના પ્રકાશનાર્થે તીવ્ર અભિલાષા સેવનારા તેમ જ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામના મારા પુસ્તકના પ્રેરક શ્રીભક્તિમુનિજીએ આ પુસ્તકને અંગે ખૂબ રસ લઈ એના પ્રકાશનાથે જે પરિશ્રમ કર્યો છે તે બદલ તેઓ હાર્દિક અભિનન્દનને પાત્ર ઠરે છે. મારા લગભગ સાત સો લે અત્યાર સુધીમાં છપાયા છે. તે ગ્રંથસ્થ સ્વરૂપે રજૂ થવા જોઈએ એમ મને કેટલાયે મહાનુભાવોએ સૂચવ્યું છે. આને અંશતઃ અમલ અહીંના “શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તુરસુરિજ્ઞાન–મંદિર તરફથી “જૈન દર્શનનું તુલનામક દિગ્દર્શન” નામના મારા લઘુ પુસ્તકના પ્રકાશનથી થયો છે. વિશેષમાં થોડા વખત ઉપર આ જ ૧. અપ્રકાચિત લેખે પૈકી અત્ર દસ છપાયા છે. જુઓ પૃ. ૮, ટિ. 1. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 418