________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ • કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
આ દેહની પેટી વિશે રહેનાર પેટી ભિન્ન છે, આ દેહપેટીમાં રહ્યો, ચેતન્ય તેનું ભિન્ન છે; આ પેટીનું જે નામ તેને ગાળ દે તે શું થયું?
આ પેટીને પૂજ્યા થકી, વિશેષ તેમાં શું થયું?” આવા મહાન જોગંદર, મહાન અવધૂત, સાથે મહાન સમાજસેવક ને સાથે મહાન સાહિત્યકારની આ કૃતિ છે. વાંચકે નીર-ક્ષીર–ન્યાયે વાંચશે, અનેકાંત દષ્ટિએ એની વિચારધારાને સ્પર્શશે, ને શ્રદ્ધાભાવથી આચારમાં મૂકશે તો જરૂર કલ્યાણ છે.
અલખમસ્ત ઓલિયા અવધૂતની આ કૃતિ વિશ્વનું કલ્યાણ કરે એ જ ભાવના.
For Private And Personal Use Only