________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વતોમુખી પ્રતિ
‹ સવી જીવ કરું શાસન સી, અસી ભાવ યા મનઉલસી.
ઓગણીસમી સદીનું ચેથું ચરણ અને વીસમી સદીનું પહેલું ચરણુ-એ એ ચરણાના સંધિકાળ દેદીપ્યમાન વિભૂતિઓને અસ્તિત્વ કાળ હતા. એ વખતે પેાતાનાં શીલ, સ`સ્કાર અને પ્રતિભાથી જગતભરમાં નામના પ્રસારે તેવા મહાપુરુષો કર્મભૂમિ ભારતમાં વિદ્યમાન હતા, તે આધ્યાત્મિક, ચેાગિક, ધાર્મિક, દાર્શનિક ને ભૌતિક ક્ષેત્રે પેાતાની કામગીરી અને પ્રસાવથી સર્વને આંજી રહ્યા હતા.
એ વખતે જૈન ધર્મના ક્ષેત્રે-એક રીતે કહીએ તે! જગતધર્માંના ક્ષેત્રે મહાન સાધુ, પ્રકાંડ પંડિત, પરમ ચેાગી, પદ્મ અધ્યાત્મનિષ્ઠ તે ગુજરાતી– સંસ્કૃતમાં ૧૦૮ થી વધુ ગ્રંથાના પ્રણેતા આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી પ્રાકટ્ય પામ્યા, જેમની આ હજી સુધી અપ્રગટ અને અંતિમ કૃતિ આજે પ્રથમવાર પ્રકાશ પામે છે.
પુણ્યશ્લેાક સૂરિના હૈયામાં ધર્મ, દેશ ને સમાજ માટે અનહદ લાગણી હતી. તેએ શ્વાસે શ્વાસે એ ત્રણેનુ કલ્યાણ વાંછી રહ્યા હતા. તેઓ સમાજ સિહોતા ઇચ્છતા હતા, દેશ મૃત્યુ જયાને માગતા હતા તે ધમ સમન્વયશીલ ત્યાગીને ચાહતા હતા. આ ભારતભૂમિ પર તેમને અસીમ પ્રેમ હતેા. તેએ એક સ્થળે લખે છે કે
· આર્યાવર્તીની એક ચપટી ધૂળમાં જે સાત્ત્વિક અણુ–રેણુએ વિલસી રહ્યાં છે, તે અન્ય ભૂમિમાં નથી જ.'
આ ભાવનામાંથી પ્રસ્તુત કૃતિને જન્મ થયા હતા. વનનાં અંતિમ વર્ષામાં એમને આત્મા વિશ્વનાં અણુ-પરમાણુ સાથે સમવ અનુભવી રહ્યો હતાઃ એ જ ઉત્કટ ભાવનાથી સમગ્ર વિશ્વનું હિત દૃષ્ટિમાં રાખી, જીવનનાં વિશાળ ફલકાને આવરી લેતી આ કૃતિ તેઓએ નવી જ માંડણી, અનેાખી બાંધણી ને અવનવીન શૈલીથી જૈનધર્મપ્રેમી ચારે વર્ષાં માટે રચી હતી.
For Private And Personal Use Only