Book Title: Kalikacharya Kathasangraha
Author(s): Ambalal P Shah
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 11
________________ નિવેદન ભારતવર્ષની ત્રણ મુખ્ય સંસ્કૃતિએ : જૈન સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ. આ ત્રણે મહાન સંસ્કૃતિઓએ આર્ય પ્રજાના આંતર અને બાહ્ય જીવનના વિકાસ માટે જેમ સતત અનેકવિધ પ્રયાસો સેવ્યા છે એ જ પ્રમાણે ચિત્રકળાના વિકાસ માટે ભારતની ત્રણે સંસ્કૃતિઓએ સંયુક્ત પ્રયત્ન કરેલ હોવા છતાં જેને સંસ્કૃતિએ ચિત્રકળાના વિકાસ અને સંગ્રહમાં કેવી અનોખી ભાત પાડી છે એ વિષયને દર્શાવતા “જેન ચિત્રક૯પદ્રુમ” “જૈન ચિત્રકપલતા,” ચિત્રપત્ર (બારસાસ્ત્ર) વગેરે ગ્રંથે હું પ્રસિદ્ધ કરી ચૂકેલ છે. પ્રસ્તુત ગ્રંથમાં ગુજરાતના મુખ્ય મુખ્ય ભંડારે તથા વિદ્વદર્ય મુનિ શ્રીપુણ્યવિજયજી તથા મારા સંગ્રહમાંની તેરમા સૈકાથી સત્તરમાં સકામાં તાડપત્ર તથા કાગળ પર લખાએલી લગભગ ચાલીશ હજાર હસ્તપ્રતમાંથી ચૂંટી કાઢીને જુદાજુદા સમયમાં થઈ ગયેલા જૈનાચાર્યોએ બનાવેલી “ કાલિકાચા કથા”માંના મૂળ પાઠે તથા પ્રસ્તુત પ્રતોમાં સંગ્રહાએલા ચિત્રોમાંના ચિત્રકળાની દષ્ટિએ તથા વિવિધ પ્રસંગોની દષ્ટિએ ચૂંટી કાઢેલા ૧૯ રંગીન તથા ૬૯ એકરંગી ચિત્ર કળારસિકે માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઇ. સ. ૧૯૩૩માં અમેરિકાની પિસિલવેનિયા યુનિવર્સિટીને સંસ્કૃત ભાષાના પેકેસર અને પેન્સિલવેનિયાના મ્યુઝિયમ ઑફ ઈન્ડિયન આર્ટ 'ના યુરેટર ડબલ્યુ. નોર્મન બ્રાઉને સંપાદન કરેલ "કાલકકથા' નામનો એક ગ્રંથ વોશિંગ્ટનની કીઅર ગેલેરી ઑફ આર્ટ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પ્રસ્તુત ગ્રંથમાં ભારતના જુદા જુદા ભંડારાની હસ્તપ્રતામાંથી જુદી જુદી પાંચ “કાલકકથા એ પાઠાંતર સહિત અને ૬ રંગીન તથા ૩૩ એકરંગી ચિત્રો છપાવવામાં આવેલ છે. આ ગ્રંથમાં જે પાંચ કથાઓ છપાવવામાં આવેલ છે, તેમાંથી માત્ર ભશ્વરસૂરિની “ કથાવલિ'માંની કથા સિવાયની બીજી ચારે કથાઓ પહેલાં પ્રસિદ્ધ થઈ ગએલ છે અને આ બધી કથાઓનું મૂળ તથા ભાષાંતર પણ અંગ્રેજી ભાષામાં છપાવેલ હોવાથી અંગ્રેજી ભાષાથી અજ્ઞાત પ્રજા માટે પ્રસ્તુત ગ્રંથ માત્ર દર્શન (જેવા) પૂરતો જ ઉપયોગી છે. છે. બ્રાઉને કેટલાંક ચિત્રનું વર્ણન બરાબર નહિ કરેલ હોવાથી આ મંચમાં તેમની લેખિત મંજૂરી મેળવીને મેં તેનું પ્રસંગાનુરૂપ વર્ણન તથા “ કોલકકથા 'ની જુદીજુદી ૬ તાડપત્રીય અને ૯ કાગળની કુલ ૧૫ હસ્તપ્રતિમાથી ૮૮ ચિત્રો તેનાં વિસ્તૃત વર્ણન સાથે રજૂ કરેલ છે. આ ગ્રંથમાં આગમો તથા ચૂર્ણિએમાંથી જુદાજુદા ૬ સંદર્ભો અને પ્રાકૃત, સંસ્કૃત અને પ્રાચીન ગુજરાતી ભાષાના જુદાજુદા ૩૦ સંદભ મળીને કુલ સંદર્ભે તેના મૂળ પાઠ પૃષ્ઠ ૧થી ૨૨ અને ઉપોદઘાતમાં સંપાદન સામગ્રી અને કલાકારોને પરિચય પૃષ્ઠ પૃષ્ઠ ૧ થી ૩૦, કથાઓની અંતરંગ સામગ્રી પૃષ્ઠ ૩૦ થી ૫૧, કથાઓના ઉલેખેને સમન્વય. પૃષ્ઠ ૫૧ થી ૬૧ ગુજરાતી ભાષામાં પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે સંપાદન કરેલ છે. પૃષ્ઠ ૬૨ થી ૮૮ સુધીનું ચિત્ર વિવરણ” મારૂં પિતાનું લખેલું છે. પ્રસ્તુત “ચિત્ર વિવરણમાં “નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે ” વાળ વિભાગ મારા તરફથી ઈ. સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ થએલ “ જેને ચિત્રક૫મ'માંથી છે. ડોલરરાય માંકડને લેખમાંથી અક્ષરશઃ લેવામાં આવેલ છે, તેથી તેઓને, તથા લીંબડીની શેઠ આણંદજી કલાસુજીની પેઢીના વહીવટદાર, અમદાવાદના પહેલાના ઉપાશ્રયના ગ્રંથભંડારના વહીવટદાર, પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના વહીવટદાર, ખંભાતના શાંતીનાથના તાડપત્રીય ભંડારના વહીવટદાર, વિર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી તથા ફલેધી (મારવાડ) નિવાસી શ્રીમાન ફુલચંદજી ઝાબક, દેવસાના પડાના દયાવિમળ શાસ્ત્રસંગ્રહના વહીવટદાર શ્રીમાન પિપટલાલ મહેતલાલભાઈ વગેરેને હસ્તપ્રતાના ઉપગ કરવાની સગવડ આપવા માટે આભાર માનવાની તક લઉં છું. અમદાવાદના શેઠ હીરાચંદ રતનચંદની પેઢીવાળા શ્રીયુત જયંતીલાલ જેસિંગભાઈને આ અમૂલ્ય ગ્રંથ સમર્પણ કરવાને ઉદ્દેશ માત્ર તેઓશ્રી જૈન સાહિત્ય અને કળાનો નાશ ન થતાં તેને ઉદ્ધાર થવો જોઈએ, તેવી આંતરિક અભિભાષા ધરાવે છે તે જ છે, અને આવા પ્રકાશન કરવા માટે મને જયારે મળે ત્યારે ઉત્તેજિત કર્યા કરે છે. આ ગ્રંથના જેકેટ ઉપરનું શેભન ચિત્ર સુપ્રસિદ્ધ કલાકાર શ્રીયુત રવિશંકર રાવળે પોતાના હાથે જ તૈયાર કર્યું છે તે માટે તેઓશ્રીને, આ ગ્રંથ વસંત પ્રિન્ટીંગ પ્રેસમાં છાપી આપવા માટે શ્રીયુત જયંતીલાલ ઘેલાભાઈ દલાલને અને ચિત્રો, પૂ, જેકેટ વગેરે સુંદર છાપી આપવા માટે દીપક પ્રિન્ટરીના માલિક નટવરલાલ દેલતસિંહ રાવતને પણ આભાર માનું છું. પ્રતિ, મારા હવે પછી પ્રસિદ્ધ થનાર “પવિત્ર કપસૂત્ર' ડે. માતીચંદ્ર સંપાદિત Jaina Miniature Paintings of Western India તથા ડે, વાસુદેવશરણું અગ્રવાલ સંપાદિત મજૂરા નિર્મિત ઊના નામના ચિત્રકળાના તથા શિલ્પકળાના ગ્રંથે તરફ વાંચકોનું ધ્યાન ખેંચવાની તક લઉં છું. અને ઇચ્છું છું કે મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપનારા ગ્રાહક બંધુએ મારા આ પ્રકાશને પણ ખરીદીને નવાં પ્રકાશના પ્રસિદ્ધ કરવા અને ઉત્તેજિત કરશે. માહ સુદ ૧૦ મંગળવાર સં. ૨૦૦૫ ? સારાભાઈ મણિલાલ નવાબ અમદાવાદ. નાગજીભૂદરની પોળ છે "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 406