Book Title: Jivan Safalya
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ જીવનની સફળતા LOGI દરેક મનુષ્ય પોતાના જીવનમાં સફળ થવા ઈચ્છે છે. સાચી સફળતા કોને કહેવી એ ભિન્ન ભિન્ન મનુષ્યોની પોતાની માન્યતા પર આધાર રાખે છે. ભારતીય જીવનપ્રણાલિકામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ કહ્યાં છે; પરંતુ છેલ્લા ત્રણેક દાયકામાં પાશ્ચાત્ય સાંસ્કૃતિક મૂલ્યોને સર્વશ્રેષ્ઠ ગણીને, આપણે માત્ર વચલા બે પુરુષાર્થને જ લક્ષમાં રાખી જીવન જીવી રહ્યા છીએ એ એક દુર્ભાગ્યપૂર્ણ પરંતુ સત્ય હકીકત છે. આપણે આપણા કુટુંબ-પરિવાર માટે આજીવિકા પ્રાપ્ત કરવી આવશ્યક છે અને તેને માટે આઠ-દસ કલાકનું નોકરી-વેપાર-ખેતી કે અન્ય વ્યાવસાયિક કાર્ય સારી રીતે કરવું જરૂરી છે. દિવસમાં એક-બે કલાક કુટુંબીજનો સાથે બેસીને પરસ્પર હિતની વાતચીત, સમૂહભોજન આદિ દ્વારા કુટુંબપ્રેમ સારી રીતે બન્યો રહે એ પણ આવશ્યક છે. ઉપરોક્ત બન્ને પુરુષાર્થને સારી રીતે પાર પાડી શકીએ એવો જીવનનો અભિગમ ધર્મ દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે છે. નિર્વ્યસનતા, સ્વાર્થત્યાગ, પરસ્પર પ્રેમપૂર્ણ મીઠી વાણી, એકબીજાને ઉપયોગી થવાની તત્પરતા અને સત્સંગ-સદ્વાચન દ્વારા મન-વચન-કાયાથી સત્ય, દયા, વિનય, સૌહાર્દ અને સૌમનસ્ય જેવા ગુણો આપણા જીવનમાં લાવવા માટે આપણી જીવનનૈયાને ખૂબ સાવધાનીથી આગળ ધપાવવાની છે. આ રીતે આપણું જીવન ન્યારું, ખારું, સુગંધિત અને પવિત્ર બને તેમજ વ્યક્તિ, કુટુંબ, સમાજ, શહેર, દેશ અને સમસ્ત દુનિયા સાથે જીવન સાફલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44