________________
દીનવદને કહેવા લાગ્યો, “સાહેબ, મારું નામ કમી કરજો.”
અરે, તું તો ભણવામાં હોશિયાર છે. તો પછી શા માટે તારું નામ કમી કરવાનું તું કહે છે?”
કારણ બહુ સીધું છે. હું ફી ભરી શકે એમ નથી.” “પણ તારી ફી તો અમને મળી ચૂકી છે.”
હું!” અનેક આશ્ચર્યોના પડઘારૂપે વિદ્યાર્થીના મુખમાંથી આ શબ્દ નીકળી આવ્યો.
પ્રિન્સિપાલે વિદ્યાર્થીની પીઠ થાબડતાં કહ્યું, “તે જેમને પત્ર લખ્યો હતો તેમના તરફથી ફી મળી ચૂકી છે. ડૉ. રાધાકૃષ્ણને તારો પત્ર મળ્યો હતો. ખૂબ ધ્યાનથી તેમણે એ પત્ર વાંચ્યો લાગે છે, કેમકે પત્ર વાંચીને તેમણે તારા અંગે મારી પાસેથી માહિતી મંગાવી હતી. મેં માહિતી મોકલી આપી, એના જવાબમાં તેમણે તારી ફી મોકલી આપી.”
ડૉ. રાધાકૃષ્ણનને શિક્ષણ અને શિક્ષણાર્થી પ્રત્યે કેવી લાગણી છે એનો સુખદ અનુભવ એ વિદ્યાર્થીને પ્રત્યક્ષ થયો.
છે નૂતન વર્ષના પ્રારંભે છે
તમારા હૈયાને હેતથી છલોછલ ભરી દેજો. તમારા મનને મૈત્રીથી મઘમઘતું બનાવી દેજો. તમારા અંતરને આનંદથી ઓળઘોળ કરી દેજો.
તમારી આંખોમાં સ્નેહનાં નીર છલકાવી દેજો. છે તમારા પ્રાણોમાં પરમાત્માના પુષ્પો ખીલવી દેજો. આ આંખ બની જાય કરુણાની પ્યાલી, અંતર ઝંખે સહુની ખુશાલી, અન્યના દુઃખે આંસુ વહાવે, તસ ઘર પ્રગટે નિત્ય દિવાળી.
જીવન સાફલ્ય 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org