________________
તેની આ જ હાલત થશે. તમારા હાથ-પગ તો છે. તેના વડે કામ કરો. પુરુષાર્થ સૌથી મોટી સંપત્તિ છે. ઈશ્વરનો આધાર રાખો. શાંતિ મેળવવા માટે ફક્ત આ જ એક સરળ માર્ગ છે.”
વેપારી સજાગ થઈ ગયો. તેનું મન શાંત થઈ ગયું. ન જાણે કેટલા વર્ષો બાદ આજે તે શાંતિથી ઊંધ્યો અને બાકીના વર્ષો આનંદપૂર્વક પસાર કરવા લાગ્યો.
- - ૯ - ૪૯ ૯ - છે પાય પરવારે ત્યારે છે
* * - * * * *
અય, ભિક્ષુક! તું એકલો રોટલો કાં ખાય? હું ખૂબ જ ભૂખ્યો છું. મને ય થોડું બટકું કે, ભગવાન તારું કલ્યાણ કરશે.”
ઝાડ નીચે બેસીને ભીખ માગેલા બે રોટલાની પોટલી છોડીને ખાવાની તૈયારી કરતા ભિક્ષુકને મેવાડના મહારાણા પ્રતાપ આજીજીભર્યા અવાજે કહી રહ્યા હતા!
ધરતીને ધ્રુજાવતા અને દિલ્હીના બાદશાહની ઊંઘ હરામ કરી દેતા મહારાણા પ્રતાપની એક દિવસ આ દશા થઈ હતી. પેટની આગ સાથે પહાડોમાં ભમતા પ્રતાપને ધોળે દિ આસમાનના તારા દેખાતા હતા.
ભિક્ષુકને દયા આવી. એક આખો રોટલો પ્રતાપને દેવા તૈયાર થયેલા ભિક્ષુકને જોઈને પ્રતાપ આનંદવિભોર બની ગયો.
પણ અફસોસ! એ રોટલાનો કટકો ય રાણાપ્રતાપના માં ભેગો થઈન શક્યો. વાત એમ બની કે ત્યાં ભિક્ષુક અને રાણાપ્રતાપ બે જ ભૂખ્યા ન હતા. વૃક્ષ ઉપર એક ભૂખ્યું ગીધ પણ આવીને બેઠું હતું. ભિક્ષુકે જેવો એ રોટલો પ્રતાપના હાથમાં મૂક્યો કે ચીલઝડપે ત્યાં આવીને તે ગીધ રોટલો આંચકીને ચાલ્યું ગયું.
મહારાણા પ્રતાપની આંખમાંથી આંસુની ધાર છૂટી ગઈ! એના મોંમાંથી શબ્દો સરી પડ્યા, ‘પુણ્ય પરવારે છે ત્યારે.....”
T જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org