________________
અંગ્રેજો તો ભારે કમાલના લોકો છે! તેઓ હિંદને અનેક રીતે લૂંટી રહ્યાં છે, પણ હવે તેઓ મારું નામ વટાવીને હિંદને વધુ લૂંટવા માગે છે! આ ખરો તુક્કો તેમણે લડાવ્યો!”
અને એ જ ઘડીએ તેમણે અંગ્રેજ કંપનીને જવાબ લખ્યો, “પેન મળ્યા બદલ આભાર. પણ મારા નામે મારા દેશને લૂંટવાની તમારી યોજનાને હું અનુમતિ આપી શકું નહિ. દેશનું કશું ભલું હું ન કરી શકું, પણ તેને મારા નામે લૂંટાવા તો નહિ જ દઉં!'
શરીરની સંભાળ
મહાત્મા ગાંધીજીના જીવનનો એક પ્રસંગ છે. એક વાર પૂજ્ય બાપુજીએ કસ્તૂરબાને કહ્યું, “આ નાશવંત શરીરનો મોહ ન રાખવો જોઈએ. શરીરને ઉચિત માત્રામાં કષ્ટ આપવું જોઈએ. આરામ થોડાક ઓછો કરવો જોઈએ.”
કસ્તૂરબા જ્યારે ગાંધીબાપુને આરામ કરવા સલાહ આપતા ત્યારે બાપુજી ઉપરોક્ત કથનથી જવાબ આપતા.
એક વાર બાપુજીને ઠોકર વાગી અને અંગૂઠેથી લોહી નીકળવા
માંડ્યું.
બાપુએ કસ્તૂરબાને બોલાવતાં કહ્યું, “જરા કેરોસીનમાં પલાળેલું રૂ જલદી લઈ આવો, જેથી લોહી બંધ થઈ જાય.’
કસ્તૂરબાએ ત્યારે સારવાર કરતાં કહ્યું, “તમે શરીરનો મોહ રાખવાની ના કહેતા હતા. પછી આટલી ઉતાવળ શીદને કરી!” બાપુએ હસતા હસતા કહ્યું, “આ શરીર હવે મારી અંગત માલિકીનું થોડું છે! પ્રજાની સેવા કરવા માટે સર્જાયેલું છે, એટલે હવે સવિશેષ સંભાળ લઉં છું.”
Jain Education International
For Private & Personal Use Only
જીવન સાહ્ય
www.jainelibrary.org