________________
ચાલો, આપ એ ગાડીમાં બેસી જાઓ! આવા ફોલ્લાવાળા પગે ચાલવાનું માંડી વાળો!’
નેતાજીએ આ અફસરને જવાબ આપતાં કહ્યું, “આવી લાગણી બતાવવા બદલ તમારો આભાર! પણ માફ કરજો, હું એમ કરી શકીશ નહિ!’'
‘કેમ?’
“હું ગાડીમાં બેસીને પ્રયાણ કરું અને મારી સાથે રહેલા મારા સાથીદારો પગે ચાલે એ કેમ બની શકે ? મારા દીકરા અને મારી દીકરીઓ જેવા એ સાથીઓને છોડીને હું ગાડીમાં કઈ રીતે બેસી શકું?” નેતાજીએ પેલા અફસરને જવાબ આપ્યો.
સાચો વૈષ્ણવ
ચૈતન્યપ્રભુના શિષ્યો વચ્ચે એક વાર વાદ-વિવાદ ચાલ્યો કે સાચો વૈષ્ણવ કોને કહેવાય ?
એક કહ્યું, “વૈષ્ણવધર્મના સેવકને વૈષ્ણવ કહેવાય.” બીજો બોલ્યો, “અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરે અને અમુક પ્રકારનાં તિલક કરે એ વૈષ્ણવ કહેવાય.”
આમ, વાદવિવાદનો કોઈ અંત ન આવતાં એના ફેંસલા માટે તેઓ ચૈતન્યપ્રભુ પાસે ગયા અને આ વાદવિવાદનો સાચો ફેંસલો આપવા વિનંતી કરી.
ચૈતન્યપ્રભુ બોલ્યા, “જેના મુખમાં સદા હિરનામ હોય, સતત ઈશ્વરનો ખ્યાલ જેના મનમાં રમતો હોય અને સર્વમાં જે પરમાત્માનો અંશ જુએ છે તે જ સાચો વૈષ્ણવ કહેવાય.’’
શિષ્યો વચ્ચે પછી આ વાદવિવાદ રહ્યો નહિ.
O
Jain Education International
For Private & Personal Use Only
જીવન સાફલ્ય
www.jainelibrary.org