Book Title: Jivan Safalya
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/001303/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ gala USC 9 - થાપક મેત્રીભાવ - જીવન-ઉચ્ચ વિચાર કર્તવ્યનિષ્ઠા સદ્વાચના સાદુ જીવન વિનય નિયમિત સત્સંગ પરોપકારવૃત્તિ સેવાતત્પરતા પ્રભુભક્તિ વિ.સં.૨૦૧૩ સને ૨૦૦૬-૦૭ Page #2 -------------------------------------------------------------------------- ________________ નૂતન વર્ષાભિનંદન નૂતન વર્ષનું પદાર્પણ થઈ ચૂક્યું છે. આપણું સમસ્ત જીવન સદ્વિચાર અને સદાચારથી સુગંધિત બને તેવો સંનિષ્ઠ પ્રયત્ન કરીએ. સમસ્ત જીવન સુસંસ્કારરૂપી રત્નોથી સુશોભિત બને અને સદ્ગુણોના સિંચન દ્વારા સાચા અર્થમાં જીવન સાફલ્ય બને એવો હૃદયપૂર્વકનો પુરુષાર્થ આદરીએ. વિવેકપૂર્વક જીવવાની જીવનકળા નૂતનવર્ષમાં આપણને પ્રાપ્ત થાઓ. નૂતન વર્ષ સર્વને સુખ-શાંતિ-આરોગ્ય પ્રદાન કરનારું, ધર્મવર્ધક તથા અભ્યુદયને અર્પનારું નીવડે તેવી પરમાત્માને પ્રાર્થના છે. સંસ્થાપક, પ્રેરક : શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી સંપાદક : શ્રી મિતેશભાઈ એ. શાહ મૂલ્ય: રૂ. ૪.૦૦ પ્રકાશક : શ્રી જયંતભાઈ શાહ, પ્રમુખ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સમ્રુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨ ૦૦૭ જિ. ગાંધીનગર (ગુજરાત) ફોનઃ (૦૭૯) ૨૩૨૭ ૬૨૧૯/૪૮૩ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪૨ www.shrimad-koba.org E-mail: srask@rediffmail.com સેવા + સાધના –સૌહાર્દ = સાફલ્ય ટાઈપ સેટિંગ : (ભગવતસિંહ ઝાલા) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા મુદ્રક : ભગવતી ઑફસેટ, ૧૫/સી, બારડોલપુરા, અમદાવાદ ફોન : : ૨૨૧૬ ૭૬૦૩ www.jainelibrary.c g Page #3 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રેમી ભાઈશ્રી/બહેનશ્રી................ આ નૂતન વર્ષે વિષમ ઝંઝાવાતમાં આપનો આત્મશ્રેયનો દીપક ઝળહળતો રહો. આ નૂતન વર્ષે સદ્ગુણોની સૌરભથી આપનું જીવન સાફલ્ય બની રહો. આ નૂતન વર્ષે આપનું જીવન પવિત્ર, રસમય, પ્રેમમય, પ્રામાણિક અને પ્રકાશમય બને! ઊછળતાં રહો! આ નૂતન વર્ષે આપના જીવનરૂપી ઉદધિમાં સદા આનંદરૂપી મોજાં આ નૂતન વર્ષે આપનો જીવનપંથ પરમકૃપાળુ પરમાત્મા સરળ અને સફળ બનાવે! આ નૂતન પ્રયાણ આદરીએ! શુભેચ્છક આનંદ વૃદ્ધિ પામો. સ્થળ નૂતન વર્ષાભિનંદન આ નૂતન વર્ષે કુટુંબમાં, સમાજમાં પરસ્પર પ્રેમ, સંપ, ઐક્ય અને : આ અમારી અંતરની શુભેચ્છાઓ છે. : : : વર્ષે આપણે પરમાત્માએ બતાવેલા અભ્યુદયના માર્ગે જીવન સાફલ્ય Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સાત્ત્વિક, જીવનવિકાસલક્ષી અને ઉચ્ચ કોટિનું સાહિત્ય સમાજની સેવામાં રજૂ કરવાની સંસ્થાની નીતિ રહી છે. જોકે આ યુગમાં લોકોને આવા સાહિત્ય પ્રત્યે રુચિ ઓછી છે એ હકીકત છે તો પણ આવા સાહિત્યના માધ્યમથી મનુષ્ય માનવપણું સમજે, તેને ઉમદા જીવન જીવવાની પ્રેરણા મળે, તે સદ્ગુણોનો વિકાસ કરી સાચો વિવેક પોતાના જીવનમાં જાગૃત કરે એ માટે આવા સાહિત્યને પ્રગટ કરવું અને તેમાં થોડાઘણા લોકોને પણ રુચિ લેતા કરવાનો અમારો સંકલ્પ છે. આમ કરીશું ત્યારે જ રાષ્ટ્રનાવિકાસ માટે આપણને ઉત્તમ નાગરિક, નિયમિત વિદ્યાર્થી, સેવાભાવી દાક્તર, સંસ્કારી શિક્ષક, નિષ્ઠાવાન સમાજસેવક, ન્યાયપ્રિય ઉદ્યોગપતિ કે સાચા સંતની પ્રાપ્તિ થશે અને વ્યક્તિગત, કૌટુંબિક, ગ્રામીણ, શહેરી, પ્રાંતીય કે રાષ્ટ્રીય સ્તરે આપણે સુખ-શાંતિનો અનુભવ કરીશું. ઓછા મૂલ્યની આવી નાની-નાની પુસ્તિકાઓ દૂર-સુદૂર ગામોમાં પહોંચે અને સંસ્કારસિંચનનું કામ કરે એ આ જમાનાની તાતી જરૂરિયાત છે; કારણ કે છેલ્લા વીસ-પચીસ વર્ષોમાં આપણા જીવનમાં આવેલા અનિચ્છનીય પરિવર્તનોથી આપણી જ સંસ્કૃતિ પર આકરા પ્રહારો થઈ રહ્યા છે. દિવાળીના મંગળમય દિવસો દરમિયાન સુવિચારોના સંપુટરૂપ સાત્ત્વિક સાહિત્ય સમાજની સેવામાં સમર્પિત કરવાની પરંપરામાં નવા વર્ષની આ નવલી છવીસમી લઘુ પુસ્તિકા રજૂ કરતાં અમો પ્રસન્નતા અનુભવીએ છીએ. આશા છે કે દિવાળીની પુસ્તિકાના પ્રકાશનની સંસ્થાની પરંપરાનો આ મણકો, ગુજરાતી ભાષા બોલતી-જાણતી દેશની અને વિદેશની જનતા અપનાવશે અને તેનો સદુપયોગ કરી સેવાભાવી કાર્યકરોનો ઉત્સાહ વધારશે. આ પુસ્તિકાનું સુંદર સંકલન કરવા, જેમના સત્સાહિત્યમાંથી પ્રેરણા લીધી છે તે સર્વ મહાનુભાવોનો તથા સહયોગ આપનાર સૌ ભાઈ-બહેનોનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાહિત્ય પ્રકાશન સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા. જીવન સાફલ્ય Page #5 -------------------------------------------------------------------------- ________________ ન કર વિચાર તો પામવા (૧) પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. (૨) “હું ક્યાંથી આવ્યો?” “હું ક્યાં જઈશ?” “શું મને બંધન છે? શું કરવાથી બંધન જાય?” “કેમ છૂટવું થાય?” આ વાક્યો સ્મૃતિમાં રાખવાં. (૩) પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુ:ખ સમજવું. (૪) પરનિંદા એ જ સબળ પાપ માનવું. (૫) તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. (૬) હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે. (૭) મનુષ્ય અવતાર પામીને રળવામાં અને સ્ત્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં; પોતાના દોષ જોયા નહીં; આત્માને નિદ્યો નહીં તો તે મનુષ્ય અવતાર, રત્નચિંતામણિરૂપ દેહ, વૃથા જાય છે. (૮) કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય. (૯) જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી; અને દયા નથી ત્યાં ધર્મ નથી. (૧૦) જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે. જીવન સાફલ્ય Page #6 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ (૧૨) ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચઢિયાતો મોક્ષ; મોક્ષ અર્થે બાકીના ત્રણે છે. (૧૩) દયા, સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે; માટે સદાચરણ સેવવાં. (૧૪) પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. જ શ્રીમદ્ રાજચંદ્રજી ( સોનેરી સૂત્રો ) આ દુનિયામાં રહેતાં બે ચીજોને ક્યારેય ન ભૂલવી જોઈએ. ના ભૂલવા યોગ્ય ચીજોમાં એક પરમાત્મા અને બીજી છે પોતાનું મોત. ભૂલવાવાળી બે વાતોમાંથી એક છે, તમે જો કોઈનું ભલું કર્યું હોય તો તેને તરત ભૂલી જાઓ. બીજું, ક્યારેય કોઈએ જો તમારું ખરાબ કર્યું હોય તો તેને તરત ભૂલી જાઓ. આ સંસારમાં મુશ્કેલી અને પરેશાની ન આવે એવું તો કેવી રીતે બને? અઠવાડિયામાં એક દિવસ રવિવારનો પણ આવે ને? પ્રકૃતિનો નિયમ જ એવો છે કે જિંદગીમાં જેટલું સુખ-દુ:ખ મળવાનું હશે, તે મળે જ છે. ટેન્ડરમાં જે ભરશો તે જ ખુલશે. ગળપણની સાથે નમકીન જરૂરી છે તો સુખની સાથે દુઃખનું હોવું પણ યોગ્ય જ છે. જિંદગીમાં જો દુઃખ ન હોય તો કોઈ પ્રભુને યાદ જ ન કરે. ૪ મુનિશ્રી તરુણસાગરજી T જીવન સાફલ્ય] Page #7 -------------------------------------------------------------------------- ________________ જીવનની સફળતા LOGI દરેક મનુષ્ય પોતાના જીવનમાં સફળ થવા ઈચ્છે છે. સાચી સફળતા કોને કહેવી એ ભિન્ન ભિન્ન મનુષ્યોની પોતાની માન્યતા પર આધાર રાખે છે. ભારતીય જીવનપ્રણાલિકામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ કહ્યાં છે; પરંતુ છેલ્લા ત્રણેક દાયકામાં પાશ્ચાત્ય સાંસ્કૃતિક મૂલ્યોને સર્વશ્રેષ્ઠ ગણીને, આપણે માત્ર વચલા બે પુરુષાર્થને જ લક્ષમાં રાખી જીવન જીવી રહ્યા છીએ એ એક દુર્ભાગ્યપૂર્ણ પરંતુ સત્ય હકીકત છે. આપણે આપણા કુટુંબ-પરિવાર માટે આજીવિકા પ્રાપ્ત કરવી આવશ્યક છે અને તેને માટે આઠ-દસ કલાકનું નોકરી-વેપાર-ખેતી કે અન્ય વ્યાવસાયિક કાર્ય સારી રીતે કરવું જરૂરી છે. દિવસમાં એક-બે કલાક કુટુંબીજનો સાથે બેસીને પરસ્પર હિતની વાતચીત, સમૂહભોજન આદિ દ્વારા કુટુંબપ્રેમ સારી રીતે બન્યો રહે એ પણ આવશ્યક છે. ઉપરોક્ત બન્ને પુરુષાર્થને સારી રીતે પાર પાડી શકીએ એવો જીવનનો અભિગમ ધર્મ દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે છે. નિર્વ્યસનતા, સ્વાર્થત્યાગ, પરસ્પર પ્રેમપૂર્ણ મીઠી વાણી, એકબીજાને ઉપયોગી થવાની તત્પરતા અને સત્સંગ-સદ્વાચન દ્વારા મન-વચન-કાયાથી સત્ય, દયા, વિનય, સૌહાર્દ અને સૌમનસ્ય જેવા ગુણો આપણા જીવનમાં લાવવા માટે આપણી જીવનનૈયાને ખૂબ સાવધાનીથી આગળ ધપાવવાની છે. આ રીતે આપણું જીવન ન્યારું, ખારું, સુગંધિત અને પવિત્ર બને તેમજ વ્યક્તિ, કુટુંબ, સમાજ, શહેર, દેશ અને સમસ્ત દુનિયા સાથે જીવન સાફલ્ય Page #8 -------------------------------------------------------------------------- ________________ આપણે તાલમેલવાળી જિંદગી જીવીને સુખ-શાંતિ, સંતોષ અને સફળતાનો અનુભવ કરી શકીએ. ચાલો ત્યારે નવાવર્ષમાં આપણે સમજણપૂર્વક આ દિશામાં નક્કર પગલાં ભરીને જિંદગીને સફળ બનાવીએ. 冠 પરમ શ્રદ્ધેયશ્રી આત્માનંદજી (કોબા) દીવાદાંડી સાગર ઘૂઘવે છે. તેનાં મોજાં જોરજોરથી ઊંચે ઊછળે છે. એ મોજાં એવી તાકાત અને તેજ ગતિથી ખડક સાથે અથડાય છે કે ઘડીક એમ લાગે કે પથ્થરના ચૂરેચૂરા થઈ ગયા. આવા સાગરની વચ્ચે એક દીવાદાંડી ઊભી છે. તેને ન મોજાંનો ભય છે, ન વમળનો; તે નિર્ભય છે, અનાસક્ત છે. આ દીવાદાંડી જહાજો અને હોડીઓ માટે રાહબર છે. તે સંકેત આપે છે : થોભો, આગળ ભય છે. જાઓ, કોઈ જ ભય નથી. સાધુ-સંતો-ગુરુઓ ભવસાગરની દીવાદાંડીરૂપ છે. દીવાદાંડીમાં પ્રકાશ છે. આ સાધુ-સંતોના અંતરમાં આત્મજ્ઞાનનો દિવ્ય પ્રકાશ છે. આ જ્ઞાનપ્રકાશથી ગુરુઓ સંસારીઓને સાવધ કરે છે : થોભો! વાસનાઓનાં વાદળ આવી રહ્યા છે. થોભો! આગળ કષાયના વમળ છે. ભવસાગરમાં જીવનનાવ હંકારો છો ત્યારે ગુરુઓરૂપી દીવાદાંડી તરફ અચૂક ધ્યાન રાખો. નહિ રાખો તો ભવસાગરમાં તમારી જીવનનાવ ક્યાંક ડૂબી જશે, તેમાં કોઈ શક નથી. ૪ આચાર્યશ્રી પદ્મસાગરસૂરિશ્વરજી વન સભ્ય Page #9 -------------------------------------------------------------------------- ________________ “યેહી ધોકા લગાકર તેરી કમર મીટેગી..... એક મિયાંને ઘરની આવક ઓછી હતી એટલે એણે એની બીબીને કહ્યું કે તમે કંઈક ઉદ્યમ કરો તો ઘરની આવક થોડી વધે. બીબીએ કહ્યું, ‘શું કરું?’ મિયાંએ કહ્યું કે કશું નહીં તો ઘ૨માં બેઠાં બેઠાં થોડું કાંતવાનું રાખો. હવે, બીબીને તો કશું કરવાનું ગમતું નહોતું અને મિયાંને સીધી રીતે ના પણ ન કહેવાય એટલે એ જુદાં જુદાં બહાનાં કાઢે છે. કહે છે : ‘કાં રે કાંતુ મિયાં, ચરખો મિલે ના.' મિયાંએ કહ્યું, ‘યે હી કમાડ તુડવાકર તેરા ચરખા બનવાઉંગા.’ બીબીએ કહ્યું, ‘કાં રે કાંતુ મિયાં, ત્રાક મિલે ના.’ મિયાંએ કહ્યું, ‘યે હી કટાર તુડવાકર તેરી ત્રાક બનવાઉંગા.' હવે બીબી વિચાર કરીને કહે છે, ‘કાં રે કાંતુ મિયાં, માળ મિલે ના.’ મિયાં તરત કહે છે, ‘યે હી નાડ તુડવાકર તેરી માળ બનવાઉંગા.’ હવે બીબી બહાનું શોધે છે અને કહે છે, ‘કાં રે કાંતુ મિયાં, પુની મિલે ના.’ મિયાં તરત કહે છે, ‘યે હી દાઢી કટવાકર તેરી પુની બનવાઉંગા.’ બીબી હવે બહાનું કાઢતાં કહે છે, ‘કાં રે કાંતુ મિયાં, કમર દુખેગી.’ જીવન સાફલ્ય Page #10 -------------------------------------------------------------------------- ________________ મિયાં પણ હોંશિયાર હતો. તરત કહે છે, યે હી ધોકા લગાકર, તેરી કમર મીટેગી અને હવે બીબી પાસે બહાનું નથી. મિયાંબીબીની આ વાત ભલે વ્યવહારમાં થોડી હસવા જેવી લાગે; પણ ધર્મ કરવાનું ભગવંતો-આચાર્યો કહે છે ત્યારે આપણે આવાં જ કંઈક બહાનાં કાઢતા હોઈએ છીએ. દાખલા તરીકે, આપણા બાંધેલા કર્મ ઉદયમાં આવે ત્યારે એ એવા ધોકા મારે છે કે ન પૂછો વાત. ભગવાન અને આચાર્યો કહે છે કે આ કર્મનું ફળ ઉદયમાં આવે ત્યાર પહેલાં તું તપ કરે તો એ ફળ ઘણું હળવું થઈ જશે. તપ મુખ્ય બે પ્રકારનાં કહ્યાં છેબાહ્ય અને અંતરંગ. દરેકના છ છ પ્રકાર છે. બાહ્ય તપ દ્વારા અંતરંગ તપમાં જવાય છે, એટલે કહ્યું કે તું આ બાહ્ય તપતો કર. એ સમજાવતાં કહે છે પહેલું અનશન તપ એટલે ઉપવાસ, એકાસણું, બેસણું વગેરે કરવું. પણ ત્યાં તો આપણે તરત બહાનું કાઢીએ છીએ, કાં રે કરું ઉપવાસ, ભૂખે રહેવાય ના!” ભગવાન કહે છે કે કંઈ નહીં, ઉણોદરી તપ કર. ખાતી વખતે ચારપાંચ કોળિયા ઊણો રહે. ત્યાં પાછા આપણે બહાનું કાઢીએ છીએ, “એમ કરું તો તો સાંજ પડે મને ચક્કર આવે! ભગવાન - આચાર્ય કહે છે કે કંઈ વાંધો નહિ, રસપરિત્યાગ કર, એટલે કે રોજ ગમે તે એક રસ-ખાટો, ખારો, ગળ્યો વગેરે છોડ: ત્યાં પાછા આપણે બહાનું કાઢીએ છીએ, “એમ કરું તો ઘરવાળાને જુદી રસોઈ કાઢવી પડે.” તો તેઓશ્રી કહે છે કે ભલે એ નહીં તો વૃત્તિપરિસંખ્યાન કર. જમતી વખતે ગમે તે ત્રણ કે ચાર વસ્તુ જ લે. | જીવન સારા Page #11 -------------------------------------------------------------------------- ________________ ત્યાં આપણું બહાનું તૈયાર જ હોય છે, ‘એમ કરું તો અમુક વસ્તુ તૂટી જાય અને અમુક વધી પડે!’ આચાર્ય ભગવંતો કહે છે કે ભલે, ખાવાની વાત છોડ. તું એક કલાક પંખા વગર બેસ. એને કાયક્લેશ તપ કહે છે. ત્યાં આપણે બહાનું કાઢીએ છીએ, ‘તો તો પરસેવે રેબઝેબ થઈ જવાય!' આચાર્ય ભગવંતો કહે છે કે વિવિકતશય્યાસન કર એટલે કે થોડો વખત સાવ એકલો બેસ. કોઈની જોડે બોલવાનું નહીં; ટી.વી., રેડિયો, ફોન વગેરેનો ઉપયોગ કરવાનો નહિ. ત્યાં આપણે કહીએ છીએ, ‘તો તો મને બીક લાગે!' તો પછી આચાર્ય ભગવંતો કહે છે કે કરમના ધોકા ખાવાની તૈયારી રાખ. ભગવાન થોડી હળવી ભાષામાં કહે છે કે ‘નું સૂર્ય તં સમાયરે ।’ અર્થાત્ તને જે કલ્યાણકારી લાગે તેનું આચરણ કર. શું કરીશું એનો નિર્ણય આપણે જ આ નવા વરસની શરૂઆતમાં કરી દઈએ. નૂતન વર્ષની નવલી પ્રભાતે અંતરના અંધારા ઉલેચવા, મનના મનોરથ માંજવા, ૪ શ્રી મણિભાઈ ઝ. શાહ પ્રેમનો પ્રકાશ પાથરવા, સગપણની સરગમમાં સૂર પૂરવા, જીવનમાં તાલમેળ સાધવા માટે પ્રભુ સૌને સમજ-શક્તિ આપે એ જ અંતરની અભ્યર્થના. ન સાફ્સ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભિખારી કરતાં પણ દરિદ્ર સ્વામી આનંદસ્વરૂપ યોગસમાધિમાં લીન હતાં. આ મસ્તયોગી પ્રાતઃકાળે વૃક્ષની નીચે બેસીને પદ્માસન લગાવી ધ્યાનમાં ડૂબી જતા. આસપાસ ગમે તેટલી વ્યક્તિઓ ફરતી હોય કે ગમે તેટલો માનવ-કોલાહલ થતો હોય, કિંતુ એમની યોગસમાધિ અખંડ રહેતી. એક વાર સ્વામી આનંદસ્વરૂપ સમાધિમાં બેઠા હતા અને એક ધનવાન એમને મળવા આવ્યા. સ્વામીજી સામે શાંત બનીને ઊભા રહ્યા. થોડીવારે સમાધિ પૂર્ણ થતાં સ્વામીજીએ પોતાની સામે કરબદ્ધ ઊભેલી એ વ્યક્તિને જોઈ. વાત્સલ્યથી પૂછ્યું, ‘કહો ભાઈ! શું કામ છે મારું ? કંઈ પૂછવું છે આપને ?” ધનવાને કહ્યું, “ના સ્વામીજી! કોઈ ધર્મજિજ્ઞાસા લઈને આવ્યો નથી, કિંતુ ધન લઈને આવ્યો છું. સમાજના કલ્યાણ અર્થે આપના દ્વારા એ ધન ઉપયોગમાં લેવાય તેવી મારી વિનંતી છે.’ સ્વામીજીએ એને પૂછ્યું, “શું આપવા માગો છો તમે?’ “પૂરી એક હજાર સોનામહોર. આપ મારું આ દાન સ્વીકારો એવી નમ્ર વિનંતી છે.'' સ્વામી આનંદસ્વરૂપ કશું બોલ્યા નહીં. આંખો મીંચી દીધી. થોડી વાર પછી કહ્યું, “મને માફ કરજો. હું તમારું આદાન સ્વીકારી શકું તેમ નથી.’’ “શા માટે ગુરુદેવ? અમારાથી કંઈ અપરાધ થઈ ગયો છે?’’ સ્વામીજીએ કહ્યું, “જુઓ! ગરીબ માણસો પાસેથી હું કશું સ્વીકારતો નથી.’’ ધનવાને આશ્ચર્ય અનુભવ્યું. એણે કહ્યું, “અરે સ્વામીજી! આપને ગેરસમજ થઈ લાગે છે. મારી પાસે તો અઢળક સંપત્તિ છે.'’ સ્વામીજીએ પૂછ્યું, “તમારી પાસે જરૂર અઢળક સંપત્તિ હશે, પરંતુ શું તમે સતત વધુ સંપત્તિ મેળવવા માટે ફાંફાં નથી મારતા? રાત-દિવસ એક | ૧૦ જીવન સાફલ્ય www.jamelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ કરીને વધુ ને વધુ ધન મેળવવા દોડધામ નથી કરતા?” ધનપતિએ કહ્યું, “સ્વામીજી, આપની વાત સાચી છે. અપાર સંપત્તિ હોવા છતાં આજે પણ ધનપ્રાપ્તિ માટે દોડ લગાવું છું. ધનનું ઘણું આકર્ષણ છે.” સ્વામીજી બોલ્યા, “આ કારણે જ તમે ગરીબ છો. જેની ધનતૃષ્ણા છીપાઈ નથી, એના જેવો ગરીબ જગતમાં બીજો કોઈ નથી. ભિખારી કરતાં પણ તમે વધુ “દરિદ્ર છો!” જ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ માતા પિતા સાથે તું બચપણમાં લાચાર હતો ત્યારે તને જેમણે સાચવ્યો એ માબાપ ઘડપણમાં લાચાર બને ત્યારે એમને સાચવવાનું કર્તવ્ય બજાવવા જેટલો લાયક તો તું બનીશ ને? માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા યુવાન તું આટલું તો વિચાર કે તને એમણે અનાથાશ્રમમાં મૂક્યો હોત તો તારી હાલત શી હોત? જે ઘરમાં માબાપને સંતાનોનાં મહેમાન બનવું પડે એ ઘરમાં ભગવાન રાજી ન રહે. કૂતરા પર હાથ ફેરવનારને કૂતરો વફાદાર રહે છે, તમારા પર હાથ ફેરવનાર માબાપને વફાદાર રહેવા જેટલી લાયકાત તું જાળવી ન શકે? ઘરનું નામ “માતૃછાયા” કેપિતૃછાયા' એવું રાખીએને એમાં માબાપનાં પગલાં કે પડછાયા પણ પડવા ન દેવાતાં હોય તો પછી મકાનનું નામ પત્નીછાયા' રાખવું શું ખોટું? આંધળી માને દીકરો દેખાય પણ દેખતા દીકરાને માતા ન દેખાય તો માનવું કે દીકરાનો દી' ફર્યો છે. જીવન સાફલ્ય | : Page #14 -------------------------------------------------------------------------- ________________ દોષદર્શન જગતની અનેક પોલાદી ચીજોમાં એક નાની-શી સોય અજબ માન ખાટી ગઈ. સંપ અને સંગઠનનાં ક્ષેત્રમાં સોયે આપેલ અપૂર્વ યોગદાનથી જગત આખામાં તેની પ્રતિષ્ઠા અને પ્રશંસા વધવા માંડ્યા. એકના બે કરવાની ટુકડાનીતિથી કાતર બિચારી પહેલેથી જ બદનામ થતી આવી છે! એટલે પોતાના બચાવનું કોઈ સાધન તેની પાસે ન હતું. ઘડિયાળનો કાંટો અને કમાન રાત-દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત હોઈ તેમને બીજી ફુરસદ જ ક્યાં હતી ? પરંતુ એક દિવસ સોય અને ચારણી વચ્ચે થોડીક જીભાજોડી થઈ ગઈ. ચારણી કહે, “અનાજના લોટને ચાળીને તેને ખાવા યોગ્ય તો હું જ બનાવું છું. મારી પરીક્ષણ અને વિવેકશક્તિ તારા કરતાં ઘણી જ મહત્ત્વની છે. અને જો! તેં કદી તારું મોં અરીસામાં જોયું છે ? તારે માથે તો કાણું છે!' પણ સોય બોલી, “બેન! વાંધો નહીં! મારે માથે તો એક જ કાણું-છિદ્ર છે પરંતુ તેં કદીયે તારું મોં જોવાનો પ્રયત્ન કર્યો છે ? તારે માથે કેટકેટલાં છિદ્ર છે! કદી ગણ્યા છે ?’’ અને ચારણીએ મૂંગે મોઢે સાંભળી લીધું. માનવ જ્યારે બીજાના દોષ તરફ આંગળી ચીંધે છે ત્યારે તેણે ભૂલવું ન જોઈએ કે બાકીની ત્રણ આંગળીઓ પોતાના હ્રદય તરફ જોવાનો સંકેત આપી જાય છે! ૪ મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજ પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષતો એ ધુરંધર માર્ગ મતે લાગ્યો છે. ******* શ્રીમદ્ રાજચંદ્ર ****** જીવન સાફલ્ય ૧૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ | પહેલી ક્ષણ ભૂદાનયજ્ઞના એ દિવસો હતા. સમગ્ર દેશ વિનોબાજીની ભૂદાનયાત્રા તરફ મીટ માંડીને બેઠો હતો. વિનોબાજીની પદયાત્રા ચાલતી હતી અને એની સાથે પ્રજાના પ્રેમનો પ્રચંડ જુવાળ જોવા મળતો હતો. આ પદયાત્રા સમયે એક વ્યક્તિએ વિનોબાજીને સવાલ પૂછ્યો, બાબા! મને ગુસ્સો બહુ આવે છે. ગુસ્સો આવે છે ત્યારે મારી જાત પરનો કાબૂ ગુમાવી બેસું છું. એ પછી ગુસ્સાના ઘણાં માઠાં પરિણામો પણ સહન કરવા પડે છે. તો ગુસ્સો દૂર કરવાનો કોઈ ઉપાય બતાવોને!” વિનોબાજીએ હસતા-હસતા કહ્યું, “અરે! બાળપણમાં મારો સ્વભાવ પણ અતિ ગુસ્સાવાળો હતો. વાતવાતમાં ગુસ્સે થઈ જતો હતો. હું મારી પાસે સાકરના ટુકડા રાખતો હતો. ગુસ્સો આવે એટલે એક ટુકડો મોંમાં મૂકી દઉં. આને પરિણામે ગુસ્સા પર કાબૂ આવતો હતો.” વિનોબાજીએ નિખાલસતાથી કહ્યું, “ક્યારેક એવું પણ બનતું કે ગુસ્સો આવતો હોય અને ગજવામાં સાકરના ટુકડા ન હોય.” “બસ, તો મારે એ જ જાણવું છે કે આવી પરિસ્થિતિમાં આપ ગુસ્સા પર કઈ રીતે કાબૂ મેળવતા હતા?” વિનોબાજીએ કહ્યું, “આવા સમયે શું કરવું એનો ખૂબ વિચાર કર્યો. છેવટે એક વસ્તુ ખ્યાલમાં આવી. આપણા મનને પ્રતિકૂળ એવી કોઈ પણ ઘટના બને કે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે એકદમ [જીવન સાફલ્ય] Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉત્તેજિત થઈ જઈએ છીએ. જો ઉત્તેજનાની એ પહેલી ક્ષણને આપણે ટાળીએ તો ગુસ્સા પર આસાનીથી વિજય મેળવી શકીએ. હર્ષ અને વિષાદથી આપણે અભિભૂત ત્યારે થઈએ છીએ, જયારે એની પહેલી ક્ષણ આપણા પર પ્રભુત્વ જમાવી બેસે. આવી ક્ષણના અનુભવને દૂર કરવો એ થોડું મુશ્કેલ કામ છે પરંતુ વારંવાર એનો અભ્યાસ કરવાથી એ બહુ આસાન બની જાય છે.” સામાન્ય રીતે જીવન એટલે જ આવી પહેલી ક્ષણનો ખેલ. વ્યક્તિને આનંદ થાય અને એ આનંદની પહેલી ક્ષણે બહેકી જાય છે. વ્યક્તિને આઘાત લાગે અને આઘાતની પહેલી ક્ષણે એ ભાંગી પડે છે. વ્યક્તિ જીવનથી અકળાઈ ઊઠે અને એની પહેલી ક્ષણે એ આત્મહત્યા કરી બેસે છે. આ પહેલી ક્ષણ એ માનવીના જીવનમાં નિર્ણાયક બની જાય છે. આવી પહેલી ક્ષણની દુનિયા જોવા જેવી છે. અપાર વૈભવ અને સાધનસમૃદ્ધિ વચ્ચે જીવનાર પણ જીવનની એ ક્ષણે સઘળો ત્યાગ કરીને નીકળી જાય છે. આવી પહેલી ક્ષણને જાણે છે, તે જીવનને પાર ઊતરી જાય છે. જ ડૉ. પ્રીતિબેન શાહ સોનેરી સલાહ જ ઝઘડો થાય તેવું બોલવું નહિ. ક સંબંધ બગડે તેવું હસવું નહિ. જ જીવન બગડે તેવું આચરવું નહિ. * પેટ બગડે તેવું ખાવું નહિ. આ સાંભળીએ તેટલું માનવું નહિ. મન બગડે તેવું વિચારવું નહિ. જીવન સાફલ્ય Page #17 -------------------------------------------------------------------------- ________________ સાદાઈની નમણાશ. આર્યસમાજી અને પંજાબમાં એક કૉલેજની સ્થાપના કરનાર સમાજસેવક લાલા હંસરાજે જીવનમાં સાદાઈને અપનાવી હતી. ઉચ્ચ વિચારો સેવવા પણ જીવન તો સાદુ જ રાખવું-એ તેમનો જીવનસિદ્ધાંત હતો. કૉલેજ માટે તેમણે દાની ધનવાનો અને શિક્ષણપ્રેમીઓ સમક્ષ ઉદાર હાથે દાન કરવાની ટહેલ નાખી હતી અને તેના જવાબમાં ઘણીવાર તો સામે પગલે ચાલીને દાતાઓ તેમને દાન આપી જતા. એકવાર એક ધનાઢય દાતા લાલા હંસરાજ પાસે આવ્યો. શિયાળાની ઋતુ હતી. કડકડતી ઠંડી! એમાં વળી સવારનો પહોર! વધારામાં, અંગેઅંગ ઠરી જાય તેવો હિમભર્યો પવન! પેલો ધનાઢ્ય લાલા હંસરાજ પાસે આવ્યો અને તેણે દાનમાં મોટી રકમ નોંધાવી. " પણ રકમ નોંધાવતા એ ધનાઢઢ્ય લાલા હંસરાજ તરફ જોયું તો તેમના શરીર પર સાવ જીર્ણ અને થીગડાવાળી એક જૂની શાલ હતી. તેણે માની લીધું કે લાલા હંસરાજ પાસે નવી શાલ ખરીદવા માટે પૈસા હશે નહિ અને એટલે જ આવી જર્જરિત શાલ તેમણે ઓઢી હશે. દાન લખાવીને તે ધનાઢ્ય ત્યાંથી વિદાય થયો. બીજા દિવસે તે એક નવી અને કીમતી શાલ લઈને લાલા હંસરાજ પાસે આવ્યો અને પેલી શાલ તેમના ચરણમાં મૂકીને બોલ્યો, “લો, જૂની શાલ કાઢી નાખો અને આ નવી શાલ ઓઢો.” જીવન સાફલ્ય Page #18 -------------------------------------------------------------------------- ________________ લાલા હંસરાજે કહ્યું, “તમે મારા અંગત ઉપયોગ માટે આ શાલ આપી એ ખરું, પણ તમને ખબર નહિ હોય કે એવા અંગત ઉપયોગ માટે મને મળેલી કોઈ વસ્તુનો ઉપયોગ હું કદી મારા માટે કરતો નથી. મારા કરતાં વધારે જરૂરિયાતવાળાને એ વસ્તુ આપી દઉં છું. આ શાલ પણ, ભવિષ્યમાં મારા કરતાં વધુ જરૂરિયાતવાળો કોઈ વિદ્યાર્થી મળી આવશે ત્યારે તેને આપવા માટે એક અનામત તરીકે રાખી લઉં છું.” હવે પેલાને ખ્યાલ આવ્યો કે લાલા હંસરાજ ગરીબાઈથી નહિ, પણ અત્યંત દાનશીલતાને કારણે જૂની શાલ ઓઢે છે. સંકલન : શ્રી ખુશમનભાઈ સી. ભાવસાર < જીવની બાળદશા) ખંભાતવાળા શ્રી ત્રિભોવનદાસભાઈ મુંબઈ જતા, ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાગમ કરવા એમને ઘેર જવાનું રાખતા. એક વખત શ્રીમદ્જી પોતાની પુત્રી કાશીબહેન કે જે ત્રણેક વર્ષના હતા તેની સાથે ગમ્મત કરતાં પૂછવા લાગ્યા, “તું કોણ છે?” કાશીબહેને કહ્યું, “હું કાશી છું.” શ્રીમદ્જી કહે, “ના, તું આત્મા છે.” કાશીબહેન બોલી ઊઠી, “ના, હું તો કાશી છું.” એવામાં શ્રી ત્રિભોવનદાસભાઈ આવી ચડ્યા. શ્રીમદ્જીએ તેમને કહ્યું, “આને હજી ત્રણ વર્ષ પણ પૂરાં થયાં નથી. પોતાનું નામ કાશી” પાડ્યું છે એવી સમજણના સંસ્કારો તો થોડી મુદતના છે; છતાં એને કહીએ છીએ કે તું આત્મા છે, ત્યારે કહે છે કે ના, હું તો કાશી છું. આવી બાળદશા છે!” જીવન સાફલ્ય national Page #19 -------------------------------------------------------------------------- ________________ - સંન્યસ્ત અને વિદ્વત્તા એક કાળે સ્વામી રામતીર્થ પ્રયાગ નજીક રામબાગમાં વસતા હતા. એકવાર સ્વામીજી પ્રાતઃસ્નાન માટે ગંગાકિનારે ગયા. તેમની સાથે ભિક્ષુ અખંડાનંદજી અને પંડિત માલવિયાજી પણ હતા. સ્વામીજી ગંગાના પ્રવાહમાં સ્નાન કરવા લાગ્યા. સ્નાન કરીને તેઓ કિનારે આવ્યા. ભિક્ષુ અખંડાનંદજી સ્વામી રામતીર્થનું બદલવાનું કોપીન લઈને ત્યાં ઊભા હતા. સ્વામીજીએ ભીના કોપીનની જગાએ નવું કોપીન પહેર્યું. પણ....એવામાં અખંડાનંદજીએ સ્વામીજીના પગ તરફ જોયું તો સ્વામીજીના પગ કાદવથી ખરડાયેલા હતા. અખંડાનંદજી પાસે સ્વામીજીના ચીકણા કાદવવાળા પગ લૂછવા માટે કોઈ વસ્ત્ર હતું નહીં. તેઓ વિચારમાં પડ્યા કે હવે શું કરવું? સ્વામીજીના પગ શાનાથી સાફ કરવા? સ્વામીજીના કાદવવાળા પગ માલવિયાજીએ જોયા કે તરત જ તેઓ જમીન પર બેસીને પોતાના કીમતી રેશમી ખેસથી સ્વામીજીના પગ લૂછવા લાગી ગયા. સ્વામીજી બોલ્યા, “અરે! અરે! તમારો કીમતી ખેસ આમ શીદ બગાડો ? તમે તો મારા કરતાં પણ વધુ વિદ્વાન છો! તમે મારા પગ સાફ કરો એ યોગ્ય નથી.” માલવિયાજીએ કહ્યું, “સંતની સેવા કરતાં ખેસ કીમતી નથી અને સંન્યાસ કરતાં વિદ્વત્તા મોટી નથી. સંન્યસ્તની તો વિદ્વત્તાએ સેવા કરવી જ રહી.’ માલવિયાજીએ પછી પોતાના કીમતી ખેસ વડે સ્વામીજીના પગ ક્યાંય સુધી સાફ કર્યે જ રાખ્યા. સંકલન : શ્રીમતી નીનાબેન કે. ભાવસાર જીવન સાફલ્ય ૧૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ તેરો અવસર બીત્યો જાય કોઈ સંત પાસે એક વ્યક્તિ સત્સંગ માટે જાય છે. સત્સંગ પૂર્ણ થયા બાદ તે પોતાની વ્યથા વ્યક્ત કરે છે, “આપ કહો છો તે પ્રમાણે દિવસમાં થોડો સમય કાઢીને પણ સત્સંગ, પ્રભુભક્તિ, સત્શાસ્રશ્રવણ, સેવા, પરોપકારાદિ અવશ્ય કરવા જોઈએ તેમ હું માનું છું, પરંતુ કુટુંબનું ભરણપોષણ કરવા આખો દિવસ કમાવું પડે છે અને એટલે મને સમય મળતો નથી!” સંતે તેને કહ્યું, “બીજી બધી વાત મૂક. આજથી સાતમા દિવસે તારું મૃત્યુ છે. પેલા માણસને સંતમાં શ્રદ્ધા હતી. મૃત્યુની વાત સાંભળી તે તો હેબતાઈ જ ગયો. સાત દિવસ પછી પેલો માણસ સંત પાસે જઈને કહે છે, “આપ કહેતા હતા ને કે સાત દિવસમાં મારું મૃત્યુ છે!” સંતે તેને પૂછ્યું, “સાત દિવસ તેં શું કર્યું ?” પેલા માણસે જવાબ આપ્યો, “મેં વિચાર્યું કે મૃત્યુ નક્કી જ છે તો અંતિમ સમય શા માટે ન સુધારી લઉં! આઠ દિવસ હું પ્રભુભક્તિ, સાચન, દાન, દયા, પરોપકાર આદિ કાર્યોમાં પ્રવર્તો. જેની સાથે મારે વેર બંધાયું હતું તે બધાની અંતઃકરણપૂર્વક માફી માગી લીધી. જાણે કે મારો બીજો જન્મ થયો હોય તેમ મને લાગ્યું .” સંતે તેને કહ્યું, “મૃત્યુ નજીક છે એમ તેં જાણ્યું તો તને કેવું સમયનું મૂલ્ય સમજાયું અને તું સુંદર જીવન જીવી શક્યો. ‘મૃત્યુ માથે ૧૮ જીવન સાફલ્ય Page #21 -------------------------------------------------------------------------- ________________ વર્તે છે અને માનવજીવનની અમૂલ્ય ક્ષણો વીતી રહી છે' આ બાબતને જો તું સદા યાદ રાખીશ તો તું પવિત્ર જીવન જીવી શકીશ.” પેલા માણસને સત્ય સમજાઈ ગયું. વીતેલી એક ક્ષણ પણ પાછી મેળવવા આપણે શક્તિમાન નથી. માનવભવની એક એક કીમતી ક્ષણ વહી રહી છે અને દિવસે દિવસે આપણે મૃત્યુની સમીપ જઈ રહ્યા છીએ તે બાબતનો કદી વિચાર કર્યો છે ખરો? મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, મોતની પળ નિશ્ચય આપણે જાણી શક્તા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું.” શ્રી બૃહદ્ આલોચનામાં આવે છે કે, “બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર.” જો આપણે આપણા જીવનને માત્ર અર્થ અને કામરૂપી - પુરુષાર્થમાં જ વ્યતીત કરીશું તો જીવનના અંતે પસ્તાવું પડશે. કબીરદાસજીએ સાચું જ કહ્યું છે, “જબ હમ પેદા હુએ, જગ હસે હમ રોયે, કરની ઐસી કર ચલો, હમ હંસે જગ રોયે.” આ નૂતન વર્ષે આપણા સૌનું જીવન ત્યારે, પ્યારું, પવિત્ર, નીતિમય અને ધર્મમય બને તથા અનેક સદ્ગણોની પ્રાપ્તિ દ્વારા સાચા અર્થમાં જીવન સાફલ્ય બને તેવી પ્રભુને પ્રાર્થના છે. ૪ શ્રી મિતેશભાઈ એ. શાહ જીવન સાફલ્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ [ સેવાનો સોદો ન હોય તે ૧૯૨૭ના વર્ષની વાત છે. ગુજરાત અને કાઠિયાવાડમાં મોટું રેલસંકટ આવ્યું. એ સમયે સરદાર વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા અને તે ઉપરાંત તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રાંતિક સમિતિના પ્રમુખ પણ હતા. એબેવડા હોદાના કારણે તેમણે વિચાર્યું કે મારે પૂરગ્રસ્ત લોકોની મદદે જવું જોઈએ. તેમણે પછી તો સ્વયંસેવકોની એક મોટી ટુકડી ઊભી કરી. આ ટુકડી પૂરગ્રસ્ત લોકોની સેવામાં લાગી ગઈ. * ટાઢતડકો જોયા વિના તેમણે પૂરગ્રસ્ત લોકોની ભારે સેવા કરવા માંડી. અસરગ્રસ્ત લોકોને અનાજ, વસ્ત્રો તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા માંડી. આ રાહતકાર્યમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ પણ તેમને પૂરતો સહકાર અને સહયોગ આપ્યો હતો. આ સંયુક્ત પ્રયાસોથી પૂરગ્રસ્ત લોકોએ બધી જ વિટંબણાઓ પાર કરી. સરદારશ્રીએ અને તેમની સ્વયંસેવકોની ટુકડીએ કરેલા આ ભગીરથ પ્રયાસોથી એક સરકારી અંગ્રેજ અધિકારી મિ. ગેરેટ એટલા બધા ખુશ થયા કે તેમણે એક દિવસ સરદારશ્રીને કહ્યું, “આપની અને આપના સાથીઓની સેવા જોઈને હું એટલો બધો પ્રભાવિત થયો છું કે, આપ જો માનો તો તમને બધાને માનચાંદ આપવાની હું સરકારને [૨૦] જીવન સાફલ્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ ભલામણ કરું!” સરદારશ્રીએ હસીને આ અંગ્રેજ અધિકારીને કહ્યું, “સેવામાં બદલાની ભાવના કદી હોય નહિ. બદલાની ઈચ્છાથી થતી સેવા એ સાચી સેવા નથી. એ તો એક પ્રકારનો સોદો કહેવાય! પૂરગ્રસ્ત લોકો વિટંબણામાંથી બચી જઈને આજે આનંદિત દેખાય છે એ એમનો આનંદ જ અમારા માટે સાચો માનચાંદ છે.” (++ભગવદ ભક્તિ ) રામાયણનો એક પ્રેરક પ્રસંગ છે. રાવણ સાથે યુદ્ધ થવાના દિવસો નજીક આવી રહ્યા હતા. રાવણ અત્યંત શક્તિશાળી હતો. તેને જીતવો કઠિન હતો. રાવણને જીતવા માટે બ્રહ્માસ્ત્રની આવશ્યકતા હતી. આ બ્રહ્માસ્ત્ર રાવણના મહેલમાં સ્ફટિકના સ્તંભમાં જડી દેવામાં આવ્યું હતું. સમુદ્ર પાર કરીને બ્રહ્માસ્ત્ર લઈ આવવાની ક્ષમતા માત્ર હનુમાનજીમાં જ હતી. હનુમાનને બ્રહ્માસ્ત્ર લઈ આવવાની જવાબદારી સોંપવામાં આવી. હનુમાનજી લંકામાં રાવણના મહેલમાં પહોંચી જાય છે. સ્ફટિકના સ્તંભને તોડીને બ્રહ્માસ્ત્ર બહાર કાઢે છે. આ દરમ્યાન રાણી મંદોદરી ત્યાંથી પસાર થાય છે અને તે હનુમાનજીને બ્રહ્માસ્ત્ર લઈ જતા રોકવા પ્રયત્ન કરે છે. હનુમાનજીને લોભાવવા માટે તેમને ફળો ધરે છે. હનુમાનજી ફળો જોઈને કહે છે, “મારા હૃદયમાં મોક્ષફળ આપનાર વૃક્ષ સ્વરૂપ ભગવાન રામ બેઠાં છે. મને બીજા ફળોની અપેક્ષા નથી.” જેના હૃદયમાં ભગવાનનો વાસ હોય તેને સંસારની કોઈ જ વસ્તુ કે વૈભવ લોભાવી શક્તા નથી. જ ડૉ. જિતેન્દ્રભાઈ શાહ જીવન સાફલ્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ હતાં. પતિના આદર્શની પુષ્ટિ લાલબહાદુર શાસ્ત્રી ભારતના આદર્શ વડાપ્રધાન હતા. તેમની સાદાઈ, નમ્રતા અને લોકો પ્રત્યેની ઊંડી અનુકંપા અનન્ય તેમના પત્ની લલિતાદેવી પણ શાસ્ત્રીજી જેવા જ સાદગીવાળા અને નમ્ર હતા. લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા ત્યારે તેમના પુત્રોએ એવો આગ્રહ કર્યો કે અમારા માટે એક મોટર ખરીદવામાં આવે. લાલબહાદુર શાસ્ત્રીએ પોતાના ખાનગી સચિવને બોલાવ્યા અને પૂછ્યું, “બેંકમાં મારા ખાતામાં કેટલી રકમ જમા છે ?’’ સચિવે કહ્યું, ‘“ચાર હજાર રૂપિયા.’ “અને મોટરની શી કિંમત થાય?” ‘બારેક હજાર રૂપિયા જેટલી!'' છેવટે શાસ્ત્રીજીએ સરકારી ઋણ લઈને એક મોટર ખરીદી. તેમને હતું કે ધીમે ધીમે હું આ ઋણ ચૂકવી દઈશ. પણ એવામાં ૧૯૬૬ ના જાન્યુઆરીની ૧૧મી તારીખે તેમનું અચાનક મૃત્યુ થયું. શાસ્ત્રીજીએ ઋણ તરીકે લીધેલી રકમ માફ કરવાનું સરકારે નક્કી કર્યું. પરંતુ શાસ્ત્રીજીના વિધવા પત્ની લલિતાદેવીએ પોતાના પતિના આદર્શને ધ્યાનમાં રાખીને સ૨કા૨ના નિર્ણયનો અસ્વીકાર કર્યો અને શાસ્ત્રીજીના કુટુંબને મળતા માસિક નિવૃત્તિવેતનમાંથી ચાર વર્ષ સુધીમાં હપ્તે હપ્તે દેવાની રકમ ચૂકવી આપી. એ રીતે બધું દેવું તેમણે સરકારને ચૂકવી દીધું. શ્રીમતી લલિતાદેવીએ આ રીતે પતિના ઉચ્ચ આદર્શને જરા પણ ઝાંખપ લાગવા દીધી નહિ. ૨૨ જીવન સાફલ્ય Page #25 -------------------------------------------------------------------------- ________________ -- -- રત્નકણિકાઓ YOG લશ્કરી હુમલા કરતાં સંસ્કૃતિ પરના હુમલા વધારે ખતરનાક છે. જરૂરિયાતો વધી એટલે દુઃખ વધ્યું, જરૂરિયાતો ઘટી એટલે દુઃખ ઘટ્યું. આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી. વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે ત્યાં રામાયણ સર્જાય છે, પરંતુ જ્યાં હડપવાની વાત કરે છે ત્યાં મહાભારત સર્જાય છે. સાપ અને પાપ વચ્ચે મોટો ભેદ છે, સાપ મારે તો એક વખત મારે, પરંતુ પાપ ભવોભવમાં મારે છે. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે. મકાન ઊભું કરવામાં ઈંટ, રેતી અને સિમેન્ટ મહત્ત્વના છે, તો ઘર ઊભું કરવામાં પ્રેમ, સહિષ્ણુતા અને વિવેક મહત્ત્વનાં છે. જીવન સાફલ્ય "W જો આ દુનિયામાં સફળતા મેળવવી હોય તો પોતાની ભૂલને જુઓ અને ભૂલને સુધારવાની સતત કોશિશ કરો. ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે. રાખ્યું તે રાખ થયું, આપ્યું તે આપણું થયું. સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપણે તેની નોંધ લેતા નથી. ૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ શબ્દો કરતાં મૌન ઘણીવાર વિશેષ અસરકારક નિવડે છે. “હું નહીં કરી શકું એમ કહેનાર કશું સિદ્ધ કરી શક્તો નથી. પ્રયત્ન કરું એમ કહેનારાઓએ અભુત સિદ્ધિઓ મેળવી છે. તમે બીજાને સુખ આપો, તમને સુખ મળશે જ. તમે બીજાની પ્રસન્નતામાં નિમિત્ત બનો, પ્રસન્નતા તમને હાથવગી થઈને જ રહેશે. પોતાની જાતને જીતે તે સાચો શૂરવીર છે. મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી. નથી તેની ચિંતા છોડશો તો “છે તેનો આનંદ માણી શકશો. ક્રોધ માણસની આંખો બંધ કરી દે છે અને મોટું ખોલી નાખે છે. જયાં પ્રેમ ઓછો થાય છે ત્યાં વહેમ શરૂ થાય છે. જાત માટે થાય તે દર્શન, જગત માટે થાય તે પ્રદર્શન. જેની પાસે સંગ્રહ છે તેને જ વિગ્રહનો ડર રહ્યા કરે છે. જીભ કદાચ તોતડી હશે તો ચાલશે પરંતુ તોછડી હશે તો નહિ ચાલે. જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે. બાળકોને સાચે જ સંસ્કારી બનાવવા માગો છો? એમને ઉપદેશ પછી આપો. પહેલાં તમે જ અમને માટે ઉદાહરણરૂપ બનો. પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે. પરસેવાની કમાણીથી જે પર સેવા કરે તે માણસ મહાન | જીવન સાફલ્ય | Page #27 -------------------------------------------------------------------------- ________________ - ચાલતો ફરતો ફરિશ્નો -> જ્યારે ચંપારણમાં ખેડૂતોનો સત્યાગ્રહ ચાલી રહ્યો હતો, તે દિવસોની આ વાત છે. ગાંધીજીની તે સેનામાં બધા જ પ્રકારના સૈનિકો હતા. જેમનામાં આત્મિક બળ હોય તે માણસ તે લડાઈમાં જોડાઈ શક્તા હતા. સત્યાગ્રહમાં કુષ્ઠ રોગથી પીડાતો એક ખેતી કરનાર મજૂર પણ હતો. તેના શરીરમાં ઘા હતો. તે તેના પર કાપડ લપેટીને ચાલતો હતો. એક દિવસ સાંજે સત્યાગ્રહીઓ પોતાની છાવણીમાં આવી રહ્યા હતા, પરંતુ બિચારા કોઢિયાથી ચલાતું નહોતું. તેના પગ પર બાંધેલ પાટો ક્યાંક પડી ગયો હતો. ઘામાંથી લોહી વહી રહ્યું હતું. બધા લોકો આશ્રમમાં પહોંચી ગયા. બસ, માત્ર તે જ માણસ રહી ગયો. પ્રાર્થનાનો સમય થયો. ગાંધીજીએ નજર ઉઠાવીને પોતાની ચારે તરફ બેઠેલા સત્યાગ્રહીઓ તરફ જોયું, પરંતુ તેમને તે મહારોગી દેખાયો નહિ. તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આવતાં-આવતાં તે પાછળ રહી ગયો હતો. તે સાંભળીને ગાંધીજી તરત જ ઊભા થયા અને હાથમાં બત્તી લઈને તેની શોધમાં નીકળી ગયા. ચાલતાં ચાલતાં તેઓએ જોયું કે રસ્તામાં એક વૃક્ષની નીચે એક માણસ બેઠો છે. દૂરથી જ ગાંધીજીને ઓળખીને તેણે બૂમ પાડી, “બાપુ!” તેઓની પાસે જઈને ગાંધીજીએ દુ:ખ સાથે કહ્યું, “અરે ભાઈ, તમારાથી ચલાતું નહોતું તો મને કેમ કહ્યું નહીં?” ત્યારે ગાંધીજીનું ધ્યાન તેના પગ પર ગયું. તે લોહીથી લથપથ હતો. ગાંધીજીએ તરત જ પોતાની ચાદરને ફાડીને તેના પગ પર કપડું જીવન સાફલ્યT Page #28 -------------------------------------------------------------------------- ________________ લપેટી દીધું અને તેને ટેકો આપીને ધીરે-ધીરે આશ્રમમાં લઈ ગયા, તેના પગ ધોયા અને પ્રેમપૂર્વક પોતાની પાસે બેસાડીને પ્રાર્થના કરી. ધર્મગ્રંથોમાં આપણે ફરિતાઓની કથાઓ વાંચીએ છીએ કે જેઓ સંકટમાં ફસાયેલા લોકોની સહાયતા માટે દોડીને આવતા હતા. આના કરતાં વધારે આપણું સૌભાગ્ય બીજું કયું હોઈ શકે કે એક એવો જ હસતો-ફરતો ફરિશ્તો વરસો સુધી આપણી વચ્ચે રહ્યો. અનોખો ત્યાગ - એક ગરીબ ઘરની નાની કિશોરી શાળાએ જઈ રહી હતી. તેના દેખાવ પરથી જ જણાઈ આવતું હતું કે તેના ઘરની સ્થિતિ કેવી હશે! ઘરમાં ખાવાના ઠેકાણા નહોતા. મા-બાપ આખો દિવસ મજૂરી કરવા સવારથી જ નીકળી પડતા. કાંઈ પણ ખાધા વગર તે કિશોરી શાળાએ ગઈ. નગરમાં આવેલ એક પ્રવાસીને તેના પર દયા આવી. વિદ્યાર્થિનીને કાંઈ ખાવાનું આપવાની ઈચ્છા થઈ. આથી તે પ્રવાસીએ પોતાના થેલામાં પડેલ બિસ્કિટનું પેકેટ તેને કાઢીને આપી દીધું. તે પ્રવાસી તો ધીરેધીરે આગળ ચાલતો થયો અને પેલી વિદ્યાર્થિની પણ આગળ ચાલવા લાગી. થોડે આગળ જતાં કિશોરીએ એક દૂબળું કૂતરું જોયું. તે જોઈ તેના હૃદયમાં મૂંગા પ્રાણી પ્રત્યે દયા જાગી. તેણે અડધા બિસ્કિટ કૂતરાને ખવડાવી દીધા. ગરીબ વિદ્યાર્થિનીને એ ભાન નહોતું કે તે કોઈ ત્યાગ કરી રહી છે, પરંતુ આ પ્રકારના દયાભાવવાળા ત્યાગના કારણે તેના માસૂમ ચહેરા પર હજારો સૂર્યોનું અજવાળું પથરાયું હતું. જીવન સાફલ્ય | WWW Page #29 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણાથી પ્રત્યે લાગણી ડૉ. રાધાકૃષ્ણના જીવનનો એક પ્રસંગ છે, જે તેમની શિક્ષણ અને શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ પ્રત્યે કેવી લાગણી હતી તે દર્શાવે છે. એક કોલેજમાં એક વિદ્યાર્થી પાસે ટર્મ-ફી ભરવા જેટલા પૈસા નહિ. તેણે ફી ભરવા માટે પૈસા મેળવવા અનેક સજ્જનોના ઘરના ઉંબરા ઘસી નાખ્યા, પણ કોઈ જગાએથી તે વિદ્યાર્થીને ફી ભરવા પૈસા મળ્યા નહિ. તેની નિરાશાનો કોઈ પાર રહ્યો નહિ. હવે કોની પાસે જવું ? કોની પાસેથી ફીના પૈસા લેવા હાથ લંબાવવો? એ પ્રશ્નો તેના મનમાં ઉદ્દભવી રહ્યા! છેવટે તેને થયું કે ડૉ. રાધાકૃષ્ણને આ અંગે હું પત્ર લખીને જણાવું! જોકે, એ મોટા માણસને મારો પત્ર વાંચવાની ફુરસદ હશે કે કેમ, એ પણ પ્રશ્ન છે, છતાં એક પત્ર તો લખી જોઉં! અને એ જ દિવસે તેણે રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ પર પત્ર લખ્યો અને પોસ્ટ કર્યો. પછી તો રોજ એ વિદ્યાર્થી રાષ્ટ્રપતિના પ્રત્યુત્તરની રાહ, ચાતક જેમ મેહની રાહ જે આતુરતાથી જુએ એ રીતે જોવા લાગ્યો. દિવસો વીતવા લાગ્યા, પણ રાષ્ટ્રપતિનો કશો જ પ્રત્યુત્તર તેને મળ્યો નહિ. હવે પ્રત્યુત્તર કે ફી નહિ જ આવે એમ માનીને તેણે વિચાર્યું, “હવે મારા માટે એક વિકલ્પ રહે છે કે પ્રિન્સિપાલને જઈને કહેવું કે હું ફી ભરી શકું તેમ નથી, તો મારું નામ કમી કરો.” આમ, તે પ્રિન્સિપાલની ઑફિસમાં ગયો અને પ્રિન્સિપાલને જીવન સાફલ્ય Page #30 -------------------------------------------------------------------------- ________________ દીનવદને કહેવા લાગ્યો, “સાહેબ, મારું નામ કમી કરજો.” અરે, તું તો ભણવામાં હોશિયાર છે. તો પછી શા માટે તારું નામ કમી કરવાનું તું કહે છે?” કારણ બહુ સીધું છે. હું ફી ભરી શકે એમ નથી.” “પણ તારી ફી તો અમને મળી ચૂકી છે.” હું!” અનેક આશ્ચર્યોના પડઘારૂપે વિદ્યાર્થીના મુખમાંથી આ શબ્દ નીકળી આવ્યો. પ્રિન્સિપાલે વિદ્યાર્થીની પીઠ થાબડતાં કહ્યું, “તે જેમને પત્ર લખ્યો હતો તેમના તરફથી ફી મળી ચૂકી છે. ડૉ. રાધાકૃષ્ણને તારો પત્ર મળ્યો હતો. ખૂબ ધ્યાનથી તેમણે એ પત્ર વાંચ્યો લાગે છે, કેમકે પત્ર વાંચીને તેમણે તારા અંગે મારી પાસેથી માહિતી મંગાવી હતી. મેં માહિતી મોકલી આપી, એના જવાબમાં તેમણે તારી ફી મોકલી આપી.” ડૉ. રાધાકૃષ્ણનને શિક્ષણ અને શિક્ષણાર્થી પ્રત્યે કેવી લાગણી છે એનો સુખદ અનુભવ એ વિદ્યાર્થીને પ્રત્યક્ષ થયો. છે નૂતન વર્ષના પ્રારંભે છે તમારા હૈયાને હેતથી છલોછલ ભરી દેજો. તમારા મનને મૈત્રીથી મઘમઘતું બનાવી દેજો. તમારા અંતરને આનંદથી ઓળઘોળ કરી દેજો. તમારી આંખોમાં સ્નેહનાં નીર છલકાવી દેજો. છે તમારા પ્રાણોમાં પરમાત્માના પુષ્પો ખીલવી દેજો. આ આંખ બની જાય કરુણાની પ્યાલી, અંતર ઝંખે સહુની ખુશાલી, અન્યના દુઃખે આંસુ વહાવે, તસ ઘર પ્રગટે નિત્ય દિવાળી. જીવન સાફલ્ય 1 Page #31 -------------------------------------------------------------------------- ________________ સાચા અર્થમાં ‘દેશબંધુ' ‘દેશબંધુ'નું બિરુદ મેળવનાર બંગાળના ચિત્તરંજનદાસની દાનશીલતા આખા દેશમાં વિખ્યાત હતી. કોઈ પણ ગરીબ તેમના બારણેથી ખાલી હાથે કદી પાછો ફરતો નહોતો. તેઓ માનતા કે દેશની જે માટીથી હું ઘડાયો છું એ જ માટીથી ઘડાયેલા મારા ભારતીય બંધુઓના ખપમાં જો મારો પૈસો ન આવે તો એ પૈસાનો અર્થ શો ? તેમનામાં અભિમાન જેવું તો કશું હતું જ નહિ. તેમની રહેણીકરણી સાદી અને પોશાક પણ સાદો જ ! એકવાર તેઓ ઑફિસે જવા ઘરેથી નીકળતા હતા ત્યાં જ કોઈ એક ગરીબ બ્રાહ્મણ આવ્યો અને ‘દેશબંધુ’ને કોઈ બીજી જ વ્યક્તિ ધારી લઈને કહ્યું, “મારે આ બંગલાના માલિક ચિત્તરંજનદાસને મળવું છે. મારી દીકરીના લગ્ન છે. જો બાબુસાહેબ મને કશી મદદ કરે તો જ સમાજમાં મારી આબરૂ રહે તેમ છે!” ચિત્તરંજનદાસે બ્રાહ્મણને કહ્યું, “ચાલો ગાડીમાં, મારી સાથે! હું તમને એમનો ભેટો કરાવી દઉં.” થોડીવારે ગાડી તેમની કંપની પર આવી પહોંચી. ચિત્તરંજનદાસે પેલા બ્રાહ્મણને ગાડીમાં થોડીવાર બેસવાનું કહ્યું અને પોતે ઑફિસમાં ગયા. પાંચેક મિનિટ પછી કંપનીનો એક માણસ આવ્યો અને પેલા બ્રાહ્મણને કહેવા લાગ્યો, “લો, સાહેબે તમારી પુત્રીના લગ્નના ખર્ચ જીવન સાફલ્ય Page #32 -------------------------------------------------------------------------- ________________ માટે આ રૂપિયા આપ્યા છે!” “પણ મારે ચિત્તરંજનદાસને મળવું હતું તેનું શું?” પૈસા લાવનાર માણસે જણાવ્યું, “તમે જેની સાથે ગાડીમાં બેઠા હતા તે જ ચિત્તરંજનદાસ હતા! તેમણે જ આ રૂપિયા મોકલાવ્યા છે!” -- ---- ------ કે આરોગ્ય અમૃત કે ૯ઝ૯-૯-૯ ---* પ્રાતઃકાળે વહેલા ઊઠવાથી શરીરને વાતાવરણના ઓઝોન વાયુનો લાભ મળે છે, જેથી આરોગ્ય સારું રહે છે. હંમેશાં પોઝીટીવ વિચારો કરવા. પ્રસન્ન રહેવાથી કોઈ પણ રોગ જલદીથી કાબૂમાં આવે છે. આરોગ્યનું મૂળ જઠરાગ્નિ છે. જો જઠરાગ્નિ સારો તો આરોગ્ય સારું. બિનજરૂરી એન્ટીબાયોટીક, પેરાસીટામોલ કે ઊંઘવાની એલોપથી દવાઓ લેવી નહીં. કારણ કે તેની આડઅસરોમાં અલ્સર, એસીડીટી, વાળ ખરવા, વજન વધવું, શરીર કાળું પડવું તથા બીજી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. કઠોળમાં મગ શ્રેષ્ઠ છે, ફળોમાં દ્રાક્ષ શ્રેષ્ઠ છે. આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય આરોગ્યના સ્તંભ છે. રાત્રે ભોજન લેવું તે આરોગ્યને માટે હાનિકારક છે. હાઈબ્લડપ્રેશર, અલ્સર, ડાયાબીટીસ, હૃદયરોગના રોગીઓને રાત્રે વહેલા સૂઈ જવાથી લાભ થાય છે. તેઓ માટે રાત્રિના ૯-૦૦ થી ૧૨-૦૦ની નિદ્રા ખૂબ ઉપયોગી છે. - જીવન સાફલ્ય ': 5 5: : : : Page #33 -------------------------------------------------------------------------- ________________ આનું નામ ઉદારતા વનસ્પતિમાં પણ જીવ છે એવી શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝે માત્ર ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ પોતાની કીર્તિનો ધ્વજ લહેરાવ્યો હતો. એમના પિતાનું નામ ભગવાનચંદ્ર બોઝ! ભગવાનચંદ્ર બોઝ ફરીદપુરમાં ન્યાયાધીશ હતા. એક દિવસ તેમની સમક્ષ એક લૂંટારાનો કેસ આવ્યો. કાયદાને આધીન રહીને ભગવાનચંદ્ર તે અપરાધીને તેના ગુના બદલ યોગ્ય ગણાય એવી સજા કરી. પણ આ ફેંસલો સાંભળતાં જ પેલો અપરાધી લૂંટારો ન્યાયાધીશ પર ખૂબ રોષે ભરાયો અને ધમકીના સૂરમાં કહ્યું, “તમે યાદ રાખજો કે જેલમાં સજા ભોગવીને બહાર નીકળીશ ત્યારે હું તમારા હાલહવાલ કરી નાખીશ!” બધાએ આ ધમકીને હસી કાઢી. પણ પેલો જેવો જેલમાંથી છૂટ્યો કે તરત જ તેણે ભગવાન ચંદ્રના - ઘરને આગ ચાંપી. ધીમે ધીમે અગ્નિની જવાળાઓ મોટી થવા લાગી. ભગવાનચંદ્ર બોઝ પોતાના સર્વ પરિવાર સાથે ઘર બહાર નીકળી ગયા અને થોડે દૂર રહીને પોતાના સળગતા ઘરને જોઈ રહ્યા. ભગવાનચંદ્ર નિરાધાર જેવા બની ગયા. લોકો પણ તેમની આવી નિરાધાર સ્થિતિ જોઈ આંસુ સારવા લાગ્યા. ' પેલો લૂંટારો પણ તેમની આ બેહાલ સ્થિતિ જોઈને ગમગીન જીવન સાફલ્યા Page #34 -------------------------------------------------------------------------- ________________ બની ગયો અને હૃદયથી ભારે પસ્તાવો કરવા લાગ્યો. તે દોડતો આવી ભગવાનચંદ્રના ચરણમાં પડ્યો અને બોલવા લાગ્યો, “મને માફ કરો! તમારી આ બેહાલ સ્થિતિ માટે હું જ જવાબદાર છું! પણ મારી એક વિનંતીનો જો આપ સ્વીકાર કરશો તો હું ભવોભવ તમારો આભારી રહીશ.' “કઈ વિનંતી?” ભગવાનચંદ્રે પૂછ્યું. “તમે મોટા હોદ્દા પર છો. તમારી લાગવગ ઘણી મોટી છે. તમારી લાગવગ વાપરીને મને જો ક્યાંક નોકરી અપાવો તો હું મારો આ લૂંટનો ધંધો છોડી દઉં.’’ અને ભગવાનચંદ્રે આ લૂંટારાને પોતાને ત્યાં જ નોકરીએ રાખી લીધો અને બાળક જગદીશને શાળાએ મૂકવા જવાનું અને શાળાએથી ઘરે લાવવાનું કામ તેને સોંપ્યું. મુજસા બૂરા ન કોઈ JXLXLXX સૂફી સંત રાબિયાની ઈશ્વરભક્તિ દૂરદૂર સુધી પ્રખ્યાત હતી. તે દિવસ-રાત પ્રભુના ધ્યાનમાં મગ્ન રહેતી હતી. ઈબલીસ ખૂબ નાસ્તિક હતો. એક દિવસ એક સજ્જને તેને પૂછ્યું, “આપ ઈબલીસની ટીકા કરો છો કે નહિ ?’' સંત રાબિયાએ વિનમ્રભાવે કહ્યું, “મને ઈશ્વરની ઉપાસનામાંથી જ અવકાશ નથી મળતો. બૂરાઈ તો મારામાં પણ સેંકડો છે, એને સુધારું કે બીજાના દોષ જોવામાં નકામો સમય વેડફું ?' એ સજ્જન સંત રાબિયાની વાતથી ખૂબ પ્રભાવિત થયા અને બીજાની બૂરાઈ ક્યારેય ન કરવાની પ્રેરણા લઈને ઘરે ગયા.' ૩૦. જીવન સાફલ્ય Page #35 -------------------------------------------------------------------------- ________________ 米米米米米米米 દિલાવરી ક્રાંતિકારી ચંદ્રશેખર ‘આઝાદ’ ફરારીનું જીવન ગુજારી રહ્યા હતા. સરકારે એમને પકડી લાવનારને પાંચ હજાર રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી હતી. એક તોફાની રાતે ‘આઝાદ’ લાચારીથી કોઈ એક વિધવાને ત્યાં આશ્રય લેવા વિનવી રહ્યા હતા. વિધવાએ પ્રથમ તો તેમને કોઈ ડાકુ ધારી લીધા, પણ ‘આઝાદે’ પોતાનો સાચો પરિચય આપ્યો ત્યારે તે વિધવા તેને આશીર્વાદ આપવા લાગી. તેણે ભૂખ્યા ‘આઝાદ’ને ભોજન કરાવ્યું. પણ આ દરમ્યાન ‘આઝાદ'ને જાણવા મળ્યું કે વિધવાને એક લગ્નોન્મુખ યુવાન પુત્રી છે, પણ દહેજના કારણે તેનું લગ્ન થઈ શક્યું નથી. ‘આઝાદ’ને આનો એક ઉપાય સૂઝી આવ્યો. તેણે વિધવાને કહ્યું, “મા, તને મને આશ્રય આપ્યો તે ઉપકાર હું ભૂલી શકું નહિ. હું એ ઉપકારનો બદલો આપવા માગું છું. તમારી પુત્રીની સમસ્યા હલ થશે અને તેના લગ્ન પણ થઈ શકશે.’’ પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં ‘આઝાદે’ કહ્યું, “મા, સરકારે મારી ધરપકડ માટે રૂપિયા પાંચ હજારના ઈનામની જાહેરાત કરી છે. તમે કાલે વહેલી સવારે જ મને પોલિસને હવાલે કરી દો. તમને એ બદલ પાંચ હજાર રૂપિયા મળશે. એ રૂપિયાથી તમારી દીકરીને તમે પરણાવી શકશો.’’ પણ વિધવા આ સાંભળી રડી ઊઠી. તે બોલી, “બેટા, પાંચ હજાર રૂપિયા તો શું, પાંચ લાખ રૂપિયા મળે તોયે તને પોલિસને જીવન સાફલ્ય બજે Page #36 -------------------------------------------------------------------------- ________________ હવાલે કરું નહિ.” સવારે વિધવાએ જાગીને જોયું તો “આઝાદનો ખાટલો ખાલી હતો. પણ હા, ખાટલા પર રૂપિયાનો એક ઢગલો પડ્યો હતો અને તે સાથે એક કાગળ પણ! - કાગળમાં લખ્યું હતું, “મા, મારી બહેનને આ રૂપિયાથી સુંદર લગ્નજીવન પ્રાપ્ત થઈ શકશે; શું એક ભાઈ તેની બહેન માટે આટલું પણ ન કરી શકે ?” ################## [ આત્મૌપચ ભાવ wwwwww રામકૃષ્ણ પરમહંસ કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે ગળાના કેન્સરના કારણે તેમને ખાવાનું પણ બંધ થઈ ગયું હતું પણ ત્યારે માનસિક રીતે રામકૃષ્ણ અત્યંત પ્રસન્ન હતા. તે સહુને કહેતા, “અસંખ્ય કીટાણુઓને મારા શરીરમાં ઉજાણી મળી છે. કેવી આનંદની આ પળો પસાર થઈ રહી છે!” એક વખત ભક્તોના અતિ આગ્રહના કારણે પોતાની ઈષ્ટદેવી કાલિકા પાસે જઈને કહેવું પડ્યું, “હે મા! હું ખાઈ શકું એટલું જ મને કરી આપ.” કહેવાય છે કે માએ તેમને કહ્યું, “અરે રામ....! તું કેટલા બધા લોકોના મોંથી ખાઈ રહ્યો છે અને છતાં તને એમ લાગે છે કે હું ખાઈ શક્તો નથી અને મારે તું કાંઈક ખાઈ શકે તે માટે કશુંક કરી આપવું પડે!” આ સાંભળીને રામ સ્તબ્ધ થઈ ગયા. ભક્તોના આગ્રહને કારણે પોતાથી થયેલી ભૂલનો ખ્યાલ આવ્યો અને થોડીક પળો માટે પણ આત્મૌપમ્ય ભાવથી દૂર રહ્યા તે બદલ ચોધાર આંસુએ કલાકો સુધી ખૂબ રડ્યા. 8 પૂજ્ય પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. જીવન સાફલ્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ અણિશુદ્ધ રાષ્ટ્રભાવના લોકમાન્ય ટિળકની લોકપ્રિયતા ભારતમાં પરાકાષ્ઠાએ પહોંચી હતી. લોકોને મન તેઓ એક મોટા તારણહાર જેવા અનુભવાતા હતા. દેશને આઝાદ કરવાની તમન્નાથી ટિળકે દેશવાસીઓના દિલ જીતી લીધાં હતાં અને તેથી જ તેઓ સાચા અર્થમાં ‘લોકમાન્ય' કહેવાયા હતા. લોકોએ જ તેમને આ ઉચ્ચસ્થાને બેસાડ્યા હતા. ટિળકની આવી લોકપ્રિયતા જોઈને એક અંગ્રેજ કંપનીને થયું કે જો ‘લોકમાન્ય’ માર્કાવાળી પેન બનાવીએ તો બજારમાં તેની ખપત ઘણી સારી રહે! ‘લોકમાન્ય’ પાછળ લોકો ઘેલા બન્યા હોવાથી કંપનીનો આ વિચાર સાવ કાઢી નાખવા જેવો નહોતો. કંપનીના સંસ્થાપકે આ મતલબનો અનુમતિ માગતો એક પત્ર ટિળક ૫૨લખ્યો. એ પત્રમાં લખવામાં આવ્યું, “આપ જો આ માટે કંપનીને અનુમતિ આપો તો કંપની આપની ઋણી રહેશે.’ એટલું જ નહિ, પત્રની સાથે એવા માર્કાવાળી પેનનો એક નમૂનો પણ મોકલવામાં આવ્યો. ટિળક ‘કેસરી’ નામનું એક દૈનિક ચલાવતા હતા અને તેથી તેમને આ પત્ર તેમના દૈનિકના કાર્યાલયમાં જ મળ્યો. આ સમયે ઑફિસમાં તેઓ એકલા નહોતા, ‘કેસરી’ના મુખ્ય કર્મચારીઓ અને બીજા કેટલાક તેમના મિત્રો પણ ઉપસ્થિત હતા. ટિળકે આખો પત્ર ખૂબ ધ્યાનથી વાંચ્યો. પછી કર્મચારીઓ અને મિત્રોને પણ એ કાગળ વંચાવ્યો. બધાએ કાગળ વાંચી લીધો . ત્યારબાદ ટિળકે એ લોકોને કહ્યું, “આ રૂપ જીવનસાડ્ય Page #38 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજો તો ભારે કમાલના લોકો છે! તેઓ હિંદને અનેક રીતે લૂંટી રહ્યાં છે, પણ હવે તેઓ મારું નામ વટાવીને હિંદને વધુ લૂંટવા માગે છે! આ ખરો તુક્કો તેમણે લડાવ્યો!” અને એ જ ઘડીએ તેમણે અંગ્રેજ કંપનીને જવાબ લખ્યો, “પેન મળ્યા બદલ આભાર. પણ મારા નામે મારા દેશને લૂંટવાની તમારી યોજનાને હું અનુમતિ આપી શકું નહિ. દેશનું કશું ભલું હું ન કરી શકું, પણ તેને મારા નામે લૂંટાવા તો નહિ જ દઉં!' શરીરની સંભાળ મહાત્મા ગાંધીજીના જીવનનો એક પ્રસંગ છે. એક વાર પૂજ્ય બાપુજીએ કસ્તૂરબાને કહ્યું, “આ નાશવંત શરીરનો મોહ ન રાખવો જોઈએ. શરીરને ઉચિત માત્રામાં કષ્ટ આપવું જોઈએ. આરામ થોડાક ઓછો કરવો જોઈએ.” કસ્તૂરબા જ્યારે ગાંધીબાપુને આરામ કરવા સલાહ આપતા ત્યારે બાપુજી ઉપરોક્ત કથનથી જવાબ આપતા. એક વાર બાપુજીને ઠોકર વાગી અને અંગૂઠેથી લોહી નીકળવા માંડ્યું. બાપુએ કસ્તૂરબાને બોલાવતાં કહ્યું, “જરા કેરોસીનમાં પલાળેલું રૂ જલદી લઈ આવો, જેથી લોહી બંધ થઈ જાય.’ કસ્તૂરબાએ ત્યારે સારવાર કરતાં કહ્યું, “તમે શરીરનો મોહ રાખવાની ના કહેતા હતા. પછી આટલી ઉતાવળ શીદને કરી!” બાપુએ હસતા હસતા કહ્યું, “આ શરીર હવે મારી અંગત માલિકીનું થોડું છે! પ્રજાની સેવા કરવા માટે સર્જાયેલું છે, એટલે હવે સવિશેષ સંભાળ લઉં છું.” જીવન સાહ્ય Page #39 -------------------------------------------------------------------------- ________________ છે શાંતિનો માર્ગ કિ એક વેપારી હતો. તેણે વેપારમાં ઘણી કમાણી કરી. મોટા મકાનો બનાવ્યાં. નોકરચાકર રાખ્યાં, પરંતુ ભાગ્ય ફરતાં તેના દુઃખના દહાડા શરૂ થઈ ગયા. વેપારમાં ખોટ આવી અને તે એક પાઈ મેળવવા માટે ફાંફાં મારવા લાગ્યો. જયારે તેને કારમી પરિસ્થિતિ અસહ્ય લાગી, તો તે એક સાધુ પાસે આવ્યો અને તેઓને બધી વાત જણાવી. છેવટે રડતાં રડતાં બોલ્યો, “મહારાજ, મને કોઈ એવો માર્ગ બતાવો કે જેનાથી શાંતિ મળે.” સાધુએ પૂછયું, “તમારી બધી સંપત્તિ જતી રહી?” વેપારીએ કહ્યું, “જી હા.” સાધુ બોલ્યા, “જ્યારે તે સંપત્તિ તમારી હતી તો તે તમારી પાસે જ રહેવી જોઈએ, તો પછી કેમ જતી રહી?” વેપારી ચૂપ થઈ ગયો. “જન્મ સમયે તમે પોતાની સાથે કેટલું ધન લાવ્યા હતા?” “સ્વામીજી, જન્મ સમયે તો બધા ખાલી હાથે જ આવે છે.” સાધુ બોલ્યા, “સારું, હવે એ જણાવો કે મરતી વખતે તમારી સાથે કેટલું લઈ જવા ઈચ્છો છો?” “મરતી વખતે કોઈ કશું સાથે લઈ જતા નથી.” સાધુ બોલ્યા, “જ્યારે તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો તો પછી કઈ વાતની ચિંતા કરો છો ?” વેપારીએ કહ્યું, “મહારાજ, જયાં સુધી મૃત્યુ થતું નથી ત્યાં સુધી મારું અને મારા કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરવું?” સાધુ હસ્યા ને બોલ્યા, “જે માત્ર ધન પર આધાર રાખશે, જીવન સાફલ્ય Page #40 -------------------------------------------------------------------------- ________________ તેની આ જ હાલત થશે. તમારા હાથ-પગ તો છે. તેના વડે કામ કરો. પુરુષાર્થ સૌથી મોટી સંપત્તિ છે. ઈશ્વરનો આધાર રાખો. શાંતિ મેળવવા માટે ફક્ત આ જ એક સરળ માર્ગ છે.” વેપારી સજાગ થઈ ગયો. તેનું મન શાંત થઈ ગયું. ન જાણે કેટલા વર્ષો બાદ આજે તે શાંતિથી ઊંધ્યો અને બાકીના વર્ષો આનંદપૂર્વક પસાર કરવા લાગ્યો. - - ૯ - ૪૯ ૯ - છે પાય પરવારે ત્યારે છે * * - * * * * અય, ભિક્ષુક! તું એકલો રોટલો કાં ખાય? હું ખૂબ જ ભૂખ્યો છું. મને ય થોડું બટકું કે, ભગવાન તારું કલ્યાણ કરશે.” ઝાડ નીચે બેસીને ભીખ માગેલા બે રોટલાની પોટલી છોડીને ખાવાની તૈયારી કરતા ભિક્ષુકને મેવાડના મહારાણા પ્રતાપ આજીજીભર્યા અવાજે કહી રહ્યા હતા! ધરતીને ધ્રુજાવતા અને દિલ્હીના બાદશાહની ઊંઘ હરામ કરી દેતા મહારાણા પ્રતાપની એક દિવસ આ દશા થઈ હતી. પેટની આગ સાથે પહાડોમાં ભમતા પ્રતાપને ધોળે દિ આસમાનના તારા દેખાતા હતા. ભિક્ષુકને દયા આવી. એક આખો રોટલો પ્રતાપને દેવા તૈયાર થયેલા ભિક્ષુકને જોઈને પ્રતાપ આનંદવિભોર બની ગયો. પણ અફસોસ! એ રોટલાનો કટકો ય રાણાપ્રતાપના માં ભેગો થઈન શક્યો. વાત એમ બની કે ત્યાં ભિક્ષુક અને રાણાપ્રતાપ બે જ ભૂખ્યા ન હતા. વૃક્ષ ઉપર એક ભૂખ્યું ગીધ પણ આવીને બેઠું હતું. ભિક્ષુકે જેવો એ રોટલો પ્રતાપના હાથમાં મૂક્યો કે ચીલઝડપે ત્યાં આવીને તે ગીધ રોટલો આંચકીને ચાલ્યું ગયું. મહારાણા પ્રતાપની આંખમાંથી આંસુની ધાર છૂટી ગઈ! એના મોંમાંથી શબ્દો સરી પડ્યા, ‘પુણ્ય પરવારે છે ત્યારે.....” T જીવન સાફલ્ય Page #41 -------------------------------------------------------------------------- ________________ e m aintenance છે સાચી નેતાગીરી ૧૯૪પના એપ્રિલની ર૬મીની આસપાસનો એક પ્રસંગ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, રાણી ઝાંસી રેજિમેન્ટની યુવતીઓને અને પોતાની ફોજના શેષ સાથીઓને લઈને રંગૂનથી બેંગકોંક તરફ લૉરીઓમાં રવાના થયા. થોડો માર્ગ કપાયો કે લૉરીઓ કાદવમાં ફસાઈ ગઈ. બાકીનો માર્ગ હવે તેમણે પગે ચાલીને જ કાપવાનો રહ્યો. બ્રિટિશ સેનાના સૈનિકો તેમની પાછળ પડ્યા હતા, તેથી નેતાજીના માણસોએ દિવસ આખોય જંગલ કે કોઈ ગામમાં જ છુપાઈ રહેવું પડતું! નેતાજીની એ ફોજે રાતના જ પ્રયાણ કરવું પડતું. અંધારી રાત હોય કે વરસતો વરસાદ હોય તોપણ પગે ચાલીને જ તેઓને આગળ વધવું પડતું. આ રીતે ચાલી ચાલીને નેતાજીના પગમાં ફોલ્લા ઊઠી આવ્યા. શરીર પર ઠેર ઠેર જખમ પડ્યા અને તેમાંથી લોહી પણ વહેવા લાગ્યું. પોતાની આવી હાલત હોવા છતાં નેતાજી પોતાની ફોજનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા. ફોલ્લાવાળા પગથી લંગડાતા લંગડાતા ચાલતા નેતાજીએ એમ છતાં પોતાનું નેતૃત્વ છોડવાનું વિચાર્યું નહિ. તેમની સાથે એક જાપાની અફસર હતો. તેનાથી નેતાજીનું આ દુઃખ જોઈ શકાતું નહોતું. એક દિવસ તે નેતાજીએ કહેવા લાગ્યો, “આપ આટલું બધું કષ્ટ શા માટે ઉઠાવી રહ્યા છો ? આપણી પાસે એક ગાડી તો છે! જીવન સાફલ્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ ચાલો, આપ એ ગાડીમાં બેસી જાઓ! આવા ફોલ્લાવાળા પગે ચાલવાનું માંડી વાળો!’ નેતાજીએ આ અફસરને જવાબ આપતાં કહ્યું, “આવી લાગણી બતાવવા બદલ તમારો આભાર! પણ માફ કરજો, હું એમ કરી શકીશ નહિ!’' ‘કેમ?’ “હું ગાડીમાં બેસીને પ્રયાણ કરું અને મારી સાથે રહેલા મારા સાથીદારો પગે ચાલે એ કેમ બની શકે ? મારા દીકરા અને મારી દીકરીઓ જેવા એ સાથીઓને છોડીને હું ગાડીમાં કઈ રીતે બેસી શકું?” નેતાજીએ પેલા અફસરને જવાબ આપ્યો. સાચો વૈષ્ણવ ચૈતન્યપ્રભુના શિષ્યો વચ્ચે એક વાર વાદ-વિવાદ ચાલ્યો કે સાચો વૈષ્ણવ કોને કહેવાય ? એક કહ્યું, “વૈષ્ણવધર્મના સેવકને વૈષ્ણવ કહેવાય.” બીજો બોલ્યો, “અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરે અને અમુક પ્રકારનાં તિલક કરે એ વૈષ્ણવ કહેવાય.” આમ, વાદવિવાદનો કોઈ અંત ન આવતાં એના ફેંસલા માટે તેઓ ચૈતન્યપ્રભુ પાસે ગયા અને આ વાદવિવાદનો સાચો ફેંસલો આપવા વિનંતી કરી. ચૈતન્યપ્રભુ બોલ્યા, “જેના મુખમાં સદા હિરનામ હોય, સતત ઈશ્વરનો ખ્યાલ જેના મનમાં રમતો હોય અને સર્વમાં જે પરમાત્માનો અંશ જુએ છે તે જ સાચો વૈષ્ણવ કહેવાય.’’ શિષ્યો વચ્ચે પછી આ વાદવિવાદ રહ્યો નહિ. O જીવન સાફલ્ય Page #43 -------------------------------------------------------------------------- ________________ (૧) ભારતીય સંસ્કૃતિના શાશ્વત સત્ય મૂલ્યોનું પ્રતિષ્ઠાપન, સંરક્ષણ અને સંવર્ધન. (૨) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા સંસ્થાપક - પ્રેરક : પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી સંસ્થાના મુખ્ય ઉદ્દેશો અધ્યાત્મશાસ્ત્રોનું અને અનેકાંતવિદ્યાનું અધ્યયન-અધ્યાપન-સંશોધનપ્રકાશન તથા અનુશીલન. ભક્તિસંગીતની સાધના અને વિકાસ. યોગસાધનાનો અભ્યાસ અને સમાજના સ્વાસ્થ્ય માટેનાં કાર્યોમાં દવાખાનાના સંચાલન આદિ દ્વારા સહયોગ આપવો. (૫) સમર્પણયોગ અને આજ્ઞાપાલનની જિજ્ઞાસાવાળા વિશિષ્ટ સાધકમુમુક્ષુઓનું આચારસંહિતામાં સ્થાપન. પ્રવૃત્તિઓ (૩) (૪) [૧] સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિ તથા ધ્યાનનો અભ્યાસ : ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં વિકસાવવા માટે, સદ્ગુણસંપન્નતાની સિદ્ધિ માટે આ કાર્યક્રમોને કેન્દ્રની દૈનિક પ્રવૃત્તિમાં આવરી લેવામાં આવ્યા છે. [૨] સાહિત્યિક પ્રવૃત્તિઓ : જીવનને સાત્ત્વિક બનાવવામાં પ્રેરણા આપનારા લગભગ ૧૪,૦૦૦ ગ્રંથોવાળા પુસ્તકાલયનું કેન્દ્રમાં આયોજન થયું છે. સંસ્થાએ આજ સુધીમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ૪૫ જેટલા નાના-મોટા ગ્રંથો પ્રકાશિત કરેલ છે. આત્મધર્મને ઉપદેશતું સંસ્થાનું ‘દિવ્યધ્વનિ’ નામનું આધ્યાત્મિક મુખપત્ર છેલ્લાં ૩૦ વર્ષથી પ્રગટ થાય છે; જેની કુલ સભ્યસંખ્યા ૫૩૦૦થી વધુ છે. આ ઉપરાંત વૈવિધ્યપૂર્ણ શિબિરો, તીર્થયાત્રાઓ, નિદાનયજ્ઞો આદિ અનેકવિધ આધ્યાત્મિક અને ગુરુકુળ-સંચાલન દ્વારા સંસ્કાર-સિંચક પ્રવૃત્તિઓ વખતોવખત થતી જ રહે છે. a Education International Page #44 -------------------------------------------------------------------------- ________________ તો วาล કરું છું, พฯ , સાધના કે. તા કેન્દ્ર-કોઢ, ધ્યાત્મિક , જચંદ્ર આધ્ય,, ધ્યાન સાંગો ભક્તિ સંગીત સ્વાધ્યાય ધોબી-૩૮૨૦ શ્રીમદ્ રાજચ 2007. GI શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા-૩૮૨ 000. (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન : (079) 23276219, 23276483-84 ફેક્સ : (079) 23276142 www.shrimad-koba.org Ajay Offset. (M) 9825477745. www.jainelibrary.or