________________
| પહેલી ક્ષણ ભૂદાનયજ્ઞના એ દિવસો હતા. સમગ્ર દેશ વિનોબાજીની ભૂદાનયાત્રા તરફ મીટ માંડીને બેઠો હતો. વિનોબાજીની પદયાત્રા ચાલતી હતી અને એની સાથે પ્રજાના પ્રેમનો પ્રચંડ જુવાળ જોવા મળતો હતો.
આ પદયાત્રા સમયે એક વ્યક્તિએ વિનોબાજીને સવાલ પૂછ્યો,
બાબા! મને ગુસ્સો બહુ આવે છે. ગુસ્સો આવે છે ત્યારે મારી જાત પરનો કાબૂ ગુમાવી બેસું છું. એ પછી ગુસ્સાના ઘણાં માઠાં પરિણામો પણ સહન કરવા પડે છે. તો ગુસ્સો દૂર કરવાનો કોઈ ઉપાય બતાવોને!”
વિનોબાજીએ હસતા-હસતા કહ્યું, “અરે! બાળપણમાં મારો સ્વભાવ પણ અતિ ગુસ્સાવાળો હતો. વાતવાતમાં ગુસ્સે થઈ જતો હતો. હું મારી પાસે સાકરના ટુકડા રાખતો હતો. ગુસ્સો આવે એટલે એક ટુકડો મોંમાં મૂકી દઉં. આને પરિણામે ગુસ્સા પર કાબૂ આવતો હતો.”
વિનોબાજીએ નિખાલસતાથી કહ્યું, “ક્યારેક એવું પણ બનતું કે ગુસ્સો આવતો હોય અને ગજવામાં સાકરના ટુકડા ન હોય.”
“બસ, તો મારે એ જ જાણવું છે કે આવી પરિસ્થિતિમાં આપ ગુસ્સા પર કઈ રીતે કાબૂ મેળવતા હતા?”
વિનોબાજીએ કહ્યું, “આવા સમયે શું કરવું એનો ખૂબ વિચાર કર્યો. છેવટે એક વસ્તુ ખ્યાલમાં આવી. આપણા મનને પ્રતિકૂળ એવી કોઈ પણ ઘટના બને કે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે એકદમ
[જીવન સાફલ્ય]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org