________________
ઉત્તેજિત થઈ જઈએ છીએ. જો ઉત્તેજનાની એ પહેલી ક્ષણને આપણે ટાળીએ તો ગુસ્સા પર આસાનીથી વિજય મેળવી શકીએ. હર્ષ અને વિષાદથી આપણે અભિભૂત ત્યારે થઈએ છીએ, જયારે એની પહેલી ક્ષણ આપણા પર પ્રભુત્વ જમાવી બેસે. આવી ક્ષણના અનુભવને દૂર કરવો એ થોડું મુશ્કેલ કામ છે પરંતુ વારંવાર એનો અભ્યાસ કરવાથી એ બહુ આસાન બની જાય છે.”
સામાન્ય રીતે જીવન એટલે જ આવી પહેલી ક્ષણનો ખેલ. વ્યક્તિને આનંદ થાય અને એ આનંદની પહેલી ક્ષણે બહેકી જાય છે. વ્યક્તિને આઘાત લાગે અને આઘાતની પહેલી ક્ષણે એ ભાંગી પડે છે. વ્યક્તિ જીવનથી અકળાઈ ઊઠે અને એની પહેલી ક્ષણે એ આત્મહત્યા કરી બેસે છે. આ પહેલી ક્ષણ એ માનવીના જીવનમાં નિર્ણાયક બની જાય છે.
આવી પહેલી ક્ષણની દુનિયા જોવા જેવી છે. અપાર વૈભવ અને સાધનસમૃદ્ધિ વચ્ચે જીવનાર પણ જીવનની એ ક્ષણે સઘળો ત્યાગ કરીને નીકળી જાય છે. આવી પહેલી ક્ષણને જાણે છે, તે જીવનને પાર ઊતરી જાય છે.
જ ડૉ. પ્રીતિબેન શાહ
સોનેરી સલાહ
જ ઝઘડો થાય તેવું બોલવું નહિ. ક સંબંધ બગડે તેવું હસવું નહિ. જ જીવન બગડે તેવું આચરવું નહિ.
* પેટ બગડે તેવું ખાવું નહિ. આ સાંભળીએ તેટલું માનવું નહિ.
મન બગડે તેવું વિચારવું નહિ.
જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org