________________
(૧૧) ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ
(૧૨) ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી
ચઢિયાતો મોક્ષ; મોક્ષ અર્થે બાકીના ત્રણે છે. (૧૩) દયા, સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે; માટે સદાચરણ
સેવવાં. (૧૪) પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે.
જ શ્રીમદ્ રાજચંદ્રજી ( સોનેરી સૂત્રો )
આ દુનિયામાં રહેતાં બે ચીજોને ક્યારેય ન ભૂલવી જોઈએ. ના ભૂલવા યોગ્ય ચીજોમાં એક પરમાત્મા અને બીજી છે પોતાનું મોત. ભૂલવાવાળી બે વાતોમાંથી એક છે, તમે જો કોઈનું ભલું કર્યું હોય તો તેને તરત ભૂલી જાઓ. બીજું, ક્યારેય કોઈએ જો તમારું ખરાબ કર્યું હોય તો તેને તરત ભૂલી જાઓ. આ સંસારમાં મુશ્કેલી અને પરેશાની ન આવે એવું તો કેવી રીતે બને? અઠવાડિયામાં એક દિવસ રવિવારનો પણ આવે ને? પ્રકૃતિનો નિયમ જ એવો છે કે જિંદગીમાં જેટલું સુખ-દુ:ખ મળવાનું હશે, તે મળે જ છે. ટેન્ડરમાં જે ભરશો તે જ ખુલશે. ગળપણની સાથે નમકીન જરૂરી છે તો સુખની સાથે દુઃખનું હોવું પણ યોગ્ય જ છે. જિંદગીમાં જો દુઃખ ન હોય તો કોઈ પ્રભુને યાદ જ ન કરે.
૪ મુનિશ્રી તરુણસાગરજી
T જીવન સાફલ્ય]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org