________________
શિક્ષણાથી પ્રત્યે લાગણી ડૉ. રાધાકૃષ્ણના જીવનનો એક પ્રસંગ છે, જે તેમની શિક્ષણ અને શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ પ્રત્યે કેવી લાગણી હતી તે દર્શાવે છે.
એક કોલેજમાં એક વિદ્યાર્થી પાસે ટર્મ-ફી ભરવા જેટલા પૈસા નહિ.
તેણે ફી ભરવા માટે પૈસા મેળવવા અનેક સજ્જનોના ઘરના ઉંબરા ઘસી નાખ્યા, પણ કોઈ જગાએથી તે વિદ્યાર્થીને ફી ભરવા પૈસા મળ્યા નહિ.
તેની નિરાશાનો કોઈ પાર રહ્યો નહિ.
હવે કોની પાસે જવું ? કોની પાસેથી ફીના પૈસા લેવા હાથ લંબાવવો? એ પ્રશ્નો તેના મનમાં ઉદ્દભવી રહ્યા!
છેવટે તેને થયું કે ડૉ. રાધાકૃષ્ણને આ અંગે હું પત્ર લખીને જણાવું! જોકે, એ મોટા માણસને મારો પત્ર વાંચવાની ફુરસદ હશે કે કેમ, એ પણ પ્રશ્ન છે, છતાં એક પત્ર તો લખી જોઉં!
અને એ જ દિવસે તેણે રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ પર પત્ર લખ્યો અને પોસ્ટ કર્યો.
પછી તો રોજ એ વિદ્યાર્થી રાષ્ટ્રપતિના પ્રત્યુત્તરની રાહ, ચાતક જેમ મેહની રાહ જે આતુરતાથી જુએ એ રીતે જોવા લાગ્યો.
દિવસો વીતવા લાગ્યા, પણ રાષ્ટ્રપતિનો કશો જ પ્રત્યુત્તર તેને મળ્યો નહિ.
હવે પ્રત્યુત્તર કે ફી નહિ જ આવે એમ માનીને તેણે વિચાર્યું, “હવે મારા માટે એક વિકલ્પ રહે છે કે પ્રિન્સિપાલને જઈને કહેવું કે હું ફી ભરી શકું તેમ નથી, તો મારું નામ કમી કરો.”
આમ, તે પ્રિન્સિપાલની ઑફિસમાં ગયો અને પ્રિન્સિપાલને જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org