________________
છે શાંતિનો માર્ગ કિ
એક વેપારી હતો. તેણે વેપારમાં ઘણી કમાણી કરી. મોટા મકાનો બનાવ્યાં. નોકરચાકર રાખ્યાં, પરંતુ ભાગ્ય ફરતાં તેના દુઃખના દહાડા શરૂ થઈ ગયા. વેપારમાં ખોટ આવી અને તે એક પાઈ મેળવવા માટે ફાંફાં મારવા લાગ્યો. જયારે તેને કારમી પરિસ્થિતિ અસહ્ય લાગી, તો તે એક સાધુ પાસે આવ્યો અને તેઓને બધી વાત જણાવી. છેવટે રડતાં રડતાં બોલ્યો, “મહારાજ, મને કોઈ એવો માર્ગ બતાવો કે જેનાથી શાંતિ મળે.”
સાધુએ પૂછયું, “તમારી બધી સંપત્તિ જતી રહી?” વેપારીએ કહ્યું, “જી હા.”
સાધુ બોલ્યા, “જ્યારે તે સંપત્તિ તમારી હતી તો તે તમારી પાસે જ રહેવી જોઈએ, તો પછી કેમ જતી રહી?”
વેપારી ચૂપ થઈ ગયો. “જન્મ સમયે તમે પોતાની સાથે કેટલું ધન લાવ્યા હતા?” “સ્વામીજી, જન્મ સમયે તો બધા ખાલી હાથે જ આવે છે.”
સાધુ બોલ્યા, “સારું, હવે એ જણાવો કે મરતી વખતે તમારી સાથે કેટલું લઈ જવા ઈચ્છો છો?”
“મરતી વખતે કોઈ કશું સાથે લઈ જતા નથી.”
સાધુ બોલ્યા, “જ્યારે તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો તો પછી કઈ વાતની ચિંતા કરો છો ?”
વેપારીએ કહ્યું, “મહારાજ, જયાં સુધી મૃત્યુ થતું નથી ત્યાં સુધી મારું અને મારા કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરવું?”
સાધુ હસ્યા ને બોલ્યા, “જે માત્ર ધન પર આધાર રાખશે, જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org