________________
“યેહી ધોકા લગાકર તેરી કમર મીટેગી.....
એક મિયાંને ઘરની આવક ઓછી હતી એટલે એણે એની બીબીને કહ્યું કે તમે કંઈક ઉદ્યમ કરો તો ઘરની આવક થોડી વધે. બીબીએ કહ્યું, ‘શું કરું?’ મિયાંએ કહ્યું કે કશું નહીં તો ઘ૨માં બેઠાં બેઠાં થોડું કાંતવાનું રાખો.
હવે, બીબીને તો કશું કરવાનું ગમતું નહોતું અને મિયાંને સીધી રીતે ના પણ ન કહેવાય એટલે એ જુદાં જુદાં બહાનાં કાઢે છે. કહે છે : ‘કાં રે કાંતુ મિયાં, ચરખો મિલે ના.'
મિયાંએ કહ્યું,
‘યે હી કમાડ તુડવાકર તેરા ચરખા બનવાઉંગા.’ બીબીએ કહ્યું,
‘કાં રે કાંતુ મિયાં, ત્રાક મિલે ના.’
મિયાંએ કહ્યું,
‘યે હી કટાર તુડવાકર તેરી ત્રાક બનવાઉંગા.'
હવે બીબી વિચાર કરીને કહે છે,
‘કાં રે કાંતુ મિયાં, માળ મિલે ના.’ મિયાં તરત કહે છે,
‘યે હી નાડ તુડવાકર તેરી માળ બનવાઉંગા.’ હવે બીબી બહાનું શોધે છે અને કહે છે, ‘કાં રે કાંતુ મિયાં, પુની મિલે ના.’ મિયાં તરત કહે છે,
‘યે હી દાઢી કટવાકર તેરી પુની બનવાઉંગા.’ બીબી હવે બહાનું કાઢતાં કહે છે, ‘કાં રે કાંતુ મિયાં, કમર દુખેગી.’
જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org