________________
આપણે તાલમેલવાળી જિંદગી જીવીને સુખ-શાંતિ, સંતોષ અને સફળતાનો અનુભવ કરી શકીએ.
ચાલો ત્યારે નવાવર્ષમાં આપણે સમજણપૂર્વક આ દિશામાં નક્કર પગલાં ભરીને જિંદગીને સફળ બનાવીએ.
冠 પરમ શ્રદ્ધેયશ્રી આત્માનંદજી (કોબા)
દીવાદાંડી
સાગર ઘૂઘવે છે. તેનાં મોજાં જોરજોરથી ઊંચે ઊછળે છે. એ મોજાં એવી તાકાત અને તેજ ગતિથી ખડક સાથે અથડાય છે કે ઘડીક એમ લાગે કે પથ્થરના ચૂરેચૂરા થઈ ગયા.
આવા સાગરની વચ્ચે એક દીવાદાંડી ઊભી છે. તેને ન મોજાંનો ભય છે, ન વમળનો; તે નિર્ભય છે, અનાસક્ત છે.
આ દીવાદાંડી જહાજો અને હોડીઓ માટે રાહબર છે. તે સંકેત આપે છે : થોભો, આગળ ભય છે. જાઓ, કોઈ જ ભય નથી.
સાધુ-સંતો-ગુરુઓ ભવસાગરની દીવાદાંડીરૂપ છે. દીવાદાંડીમાં પ્રકાશ છે. આ સાધુ-સંતોના અંતરમાં આત્મજ્ઞાનનો દિવ્ય પ્રકાશ છે. આ જ્ઞાનપ્રકાશથી ગુરુઓ સંસારીઓને સાવધ કરે છે : થોભો! વાસનાઓનાં વાદળ આવી રહ્યા છે. થોભો! આગળ કષાયના વમળ છે.
ભવસાગરમાં જીવનનાવ હંકારો છો ત્યારે ગુરુઓરૂપી દીવાદાંડી તરફ અચૂક ધ્યાન રાખો. નહિ રાખો તો ભવસાગરમાં તમારી જીવનનાવ ક્યાંક ડૂબી જશે, તેમાં કોઈ શક નથી.
૪
આચાર્યશ્રી પદ્મસાગરસૂરિશ્વરજી
વન સભ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org