SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આનું નામ ઉદારતા વનસ્પતિમાં પણ જીવ છે એવી શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝે માત્ર ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ પોતાની કીર્તિનો ધ્વજ લહેરાવ્યો હતો. એમના પિતાનું નામ ભગવાનચંદ્ર બોઝ! ભગવાનચંદ્ર બોઝ ફરીદપુરમાં ન્યાયાધીશ હતા. એક દિવસ તેમની સમક્ષ એક લૂંટારાનો કેસ આવ્યો. કાયદાને આધીન રહીને ભગવાનચંદ્ર તે અપરાધીને તેના ગુના બદલ યોગ્ય ગણાય એવી સજા કરી. પણ આ ફેંસલો સાંભળતાં જ પેલો અપરાધી લૂંટારો ન્યાયાધીશ પર ખૂબ રોષે ભરાયો અને ધમકીના સૂરમાં કહ્યું, “તમે યાદ રાખજો કે જેલમાં સજા ભોગવીને બહાર નીકળીશ ત્યારે હું તમારા હાલહવાલ કરી નાખીશ!” બધાએ આ ધમકીને હસી કાઢી. પણ પેલો જેવો જેલમાંથી છૂટ્યો કે તરત જ તેણે ભગવાન ચંદ્રના - ઘરને આગ ચાંપી. ધીમે ધીમે અગ્નિની જવાળાઓ મોટી થવા લાગી. ભગવાનચંદ્ર બોઝ પોતાના સર્વ પરિવાર સાથે ઘર બહાર નીકળી ગયા અને થોડે દૂર રહીને પોતાના સળગતા ઘરને જોઈ રહ્યા. ભગવાનચંદ્ર નિરાધાર જેવા બની ગયા. લોકો પણ તેમની આવી નિરાધાર સ્થિતિ જોઈ આંસુ સારવા લાગ્યા. ' પેલો લૂંટારો પણ તેમની આ બેહાલ સ્થિતિ જોઈને ગમગીન જીવન સાફલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001303
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy