________________
ભિખારી કરતાં પણ દરિદ્ર
સ્વામી આનંદસ્વરૂપ યોગસમાધિમાં લીન હતાં. આ મસ્તયોગી પ્રાતઃકાળે વૃક્ષની નીચે બેસીને પદ્માસન લગાવી ધ્યાનમાં ડૂબી જતા. આસપાસ ગમે તેટલી વ્યક્તિઓ ફરતી હોય કે ગમે તેટલો માનવ-કોલાહલ થતો હોય, કિંતુ એમની યોગસમાધિ અખંડ રહેતી.
એક વાર સ્વામી આનંદસ્વરૂપ સમાધિમાં બેઠા હતા અને એક ધનવાન એમને મળવા આવ્યા. સ્વામીજી સામે શાંત બનીને ઊભા રહ્યા. થોડીવારે સમાધિ પૂર્ણ થતાં સ્વામીજીએ પોતાની સામે કરબદ્ધ ઊભેલી એ વ્યક્તિને જોઈ. વાત્સલ્યથી પૂછ્યું,
‘કહો ભાઈ! શું કામ છે મારું ? કંઈ પૂછવું છે આપને ?”
ધનવાને કહ્યું, “ના સ્વામીજી! કોઈ ધર્મજિજ્ઞાસા લઈને આવ્યો નથી, કિંતુ ધન લઈને આવ્યો છું. સમાજના કલ્યાણ અર્થે આપના દ્વારા એ ધન ઉપયોગમાં લેવાય તેવી મારી વિનંતી છે.’
સ્વામીજીએ એને પૂછ્યું, “શું આપવા માગો છો તમે?’ “પૂરી એક હજાર સોનામહોર. આપ મારું આ દાન સ્વીકારો એવી નમ્ર વિનંતી છે.''
સ્વામી આનંદસ્વરૂપ કશું બોલ્યા નહીં. આંખો મીંચી દીધી. થોડી વાર પછી કહ્યું, “મને માફ કરજો. હું તમારું આદાન સ્વીકારી શકું તેમ નથી.’’ “શા માટે ગુરુદેવ? અમારાથી કંઈ અપરાધ થઈ ગયો છે?’’ સ્વામીજીએ કહ્યું, “જુઓ! ગરીબ માણસો પાસેથી હું કશું સ્વીકારતો
નથી.’’
ધનવાને આશ્ચર્ય અનુભવ્યું. એણે કહ્યું, “અરે સ્વામીજી! આપને ગેરસમજ થઈ લાગે છે. મારી પાસે તો અઢળક સંપત્તિ છે.'’
સ્વામીજીએ પૂછ્યું, “તમારી પાસે જરૂર અઢળક સંપત્તિ હશે, પરંતુ શું તમે સતત વધુ સંપત્તિ મેળવવા માટે ફાંફાં નથી મારતા? રાત-દિવસ એક
| ૧૦
Jain Education International
For Private & Personal Use Only
જીવન સાફલ્ય www.jamelibrary.org