________________
હવાલે કરું નહિ.”
સવારે વિધવાએ જાગીને જોયું તો “આઝાદનો ખાટલો ખાલી હતો. પણ હા, ખાટલા પર રૂપિયાનો એક ઢગલો પડ્યો હતો અને તે સાથે એક કાગળ પણ! - કાગળમાં લખ્યું હતું, “મા, મારી બહેનને આ રૂપિયાથી સુંદર લગ્નજીવન પ્રાપ્ત થઈ શકશે; શું એક ભાઈ તેની બહેન માટે આટલું પણ ન કરી શકે ?”
################## [ આત્મૌપચ ભાવ
wwwwww રામકૃષ્ણ પરમહંસ કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે ગળાના કેન્સરના કારણે તેમને ખાવાનું પણ બંધ થઈ ગયું હતું પણ ત્યારે માનસિક રીતે રામકૃષ્ણ અત્યંત પ્રસન્ન હતા. તે સહુને કહેતા, “અસંખ્ય કીટાણુઓને મારા શરીરમાં ઉજાણી મળી છે. કેવી આનંદની આ પળો પસાર થઈ રહી છે!”
એક વખત ભક્તોના અતિ આગ્રહના કારણે પોતાની ઈષ્ટદેવી કાલિકા પાસે જઈને કહેવું પડ્યું, “હે મા! હું ખાઈ શકું એટલું જ મને કરી આપ.”
કહેવાય છે કે માએ તેમને કહ્યું, “અરે રામ....! તું કેટલા બધા લોકોના મોંથી ખાઈ રહ્યો છે અને છતાં તને એમ લાગે છે કે હું ખાઈ શક્તો નથી અને મારે તું કાંઈક ખાઈ શકે તે માટે કશુંક કરી આપવું પડે!”
આ સાંભળીને રામ સ્તબ્ધ થઈ ગયા. ભક્તોના આગ્રહને કારણે પોતાથી થયેલી ભૂલનો ખ્યાલ આવ્યો અને થોડીક પળો માટે પણ આત્મૌપમ્ય ભાવથી દૂર રહ્યા તે બદલ ચોધાર આંસુએ કલાકો સુધી ખૂબ રડ્યા. 8 પૂજ્ય પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.
જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org