________________
સાચા અર્થમાં ‘દેશબંધુ'
‘દેશબંધુ'નું બિરુદ મેળવનાર બંગાળના ચિત્તરંજનદાસની દાનશીલતા આખા દેશમાં વિખ્યાત હતી.
કોઈ પણ ગરીબ તેમના બારણેથી ખાલી હાથે કદી પાછો ફરતો નહોતો.
તેઓ માનતા કે દેશની જે માટીથી હું ઘડાયો છું એ જ માટીથી ઘડાયેલા મારા ભારતીય બંધુઓના ખપમાં જો મારો પૈસો ન આવે તો એ પૈસાનો અર્થ શો ?
તેમનામાં અભિમાન જેવું તો કશું હતું જ નહિ.
તેમની રહેણીકરણી સાદી અને પોશાક પણ સાદો જ ! એકવાર તેઓ ઑફિસે જવા ઘરેથી નીકળતા હતા ત્યાં જ કોઈ એક ગરીબ બ્રાહ્મણ આવ્યો અને ‘દેશબંધુ’ને કોઈ બીજી જ વ્યક્તિ ધારી લઈને કહ્યું, “મારે આ બંગલાના માલિક ચિત્તરંજનદાસને મળવું છે. મારી દીકરીના લગ્ન છે. જો બાબુસાહેબ મને કશી મદદ કરે તો જ સમાજમાં મારી આબરૂ રહે તેમ છે!”
ચિત્તરંજનદાસે બ્રાહ્મણને કહ્યું, “ચાલો ગાડીમાં, મારી સાથે! હું તમને એમનો ભેટો કરાવી દઉં.”
થોડીવારે ગાડી તેમની કંપની પર આવી પહોંચી. ચિત્તરંજનદાસે પેલા બ્રાહ્મણને ગાડીમાં થોડીવાર બેસવાનું કહ્યું અને પોતે ઑફિસમાં ગયા.
પાંચેક મિનિટ પછી કંપનીનો એક માણસ આવ્યો અને પેલા બ્રાહ્મણને કહેવા લાગ્યો, “લો, સાહેબે તમારી પુત્રીના લગ્નના ખર્ચ
જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org