________________
e
m
aintenance
છે સાચી નેતાગીરી
૧૯૪પના એપ્રિલની ર૬મીની આસપાસનો એક પ્રસંગ છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝ, રાણી ઝાંસી રેજિમેન્ટની યુવતીઓને અને પોતાની ફોજના શેષ સાથીઓને લઈને રંગૂનથી બેંગકોંક તરફ લૉરીઓમાં રવાના થયા. થોડો માર્ગ કપાયો કે લૉરીઓ કાદવમાં ફસાઈ ગઈ.
બાકીનો માર્ગ હવે તેમણે પગે ચાલીને જ કાપવાનો રહ્યો.
બ્રિટિશ સેનાના સૈનિકો તેમની પાછળ પડ્યા હતા, તેથી નેતાજીના માણસોએ દિવસ આખોય જંગલ કે કોઈ ગામમાં જ છુપાઈ રહેવું પડતું! નેતાજીની એ ફોજે રાતના જ પ્રયાણ કરવું પડતું.
અંધારી રાત હોય કે વરસતો વરસાદ હોય તોપણ પગે ચાલીને જ તેઓને આગળ વધવું પડતું.
આ રીતે ચાલી ચાલીને નેતાજીના પગમાં ફોલ્લા ઊઠી આવ્યા. શરીર પર ઠેર ઠેર જખમ પડ્યા અને તેમાંથી લોહી પણ વહેવા લાગ્યું. પોતાની આવી હાલત હોવા છતાં નેતાજી પોતાની ફોજનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા.
ફોલ્લાવાળા પગથી લંગડાતા લંગડાતા ચાલતા નેતાજીએ એમ છતાં પોતાનું નેતૃત્વ છોડવાનું વિચાર્યું નહિ.
તેમની સાથે એક જાપાની અફસર હતો. તેનાથી નેતાજીનું આ દુઃખ જોઈ શકાતું નહોતું.
એક દિવસ તે નેતાજીએ કહેવા લાગ્યો, “આપ આટલું બધું કષ્ટ શા માટે ઉઠાવી રહ્યા છો ? આપણી પાસે એક ગાડી તો છે! જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org