________________
અણિશુદ્ધ રાષ્ટ્રભાવના
લોકમાન્ય ટિળકની લોકપ્રિયતા ભારતમાં પરાકાષ્ઠાએ પહોંચી હતી. લોકોને મન તેઓ એક મોટા તારણહાર જેવા અનુભવાતા હતા. દેશને આઝાદ કરવાની તમન્નાથી ટિળકે દેશવાસીઓના દિલ જીતી લીધાં હતાં અને તેથી જ તેઓ સાચા અર્થમાં ‘લોકમાન્ય' કહેવાયા હતા. લોકોએ જ તેમને આ ઉચ્ચસ્થાને બેસાડ્યા હતા.
ટિળકની આવી લોકપ્રિયતા જોઈને એક અંગ્રેજ કંપનીને થયું કે જો ‘લોકમાન્ય’ માર્કાવાળી પેન બનાવીએ તો બજારમાં તેની ખપત ઘણી સારી રહે! ‘લોકમાન્ય’ પાછળ લોકો ઘેલા બન્યા હોવાથી કંપનીનો આ વિચાર સાવ કાઢી નાખવા જેવો નહોતો.
કંપનીના સંસ્થાપકે આ મતલબનો અનુમતિ માગતો એક પત્ર ટિળક ૫૨લખ્યો.
એ પત્રમાં લખવામાં આવ્યું, “આપ જો આ માટે કંપનીને અનુમતિ આપો તો કંપની આપની ઋણી રહેશે.’
એટલું જ નહિ, પત્રની સાથે એવા માર્કાવાળી પેનનો એક નમૂનો પણ મોકલવામાં આવ્યો.
ટિળક ‘કેસરી’ નામનું એક દૈનિક ચલાવતા હતા અને તેથી તેમને આ પત્ર તેમના દૈનિકના કાર્યાલયમાં જ મળ્યો.
આ સમયે ઑફિસમાં તેઓ એકલા નહોતા, ‘કેસરી’ના મુખ્ય કર્મચારીઓ અને બીજા કેટલાક તેમના મિત્રો પણ ઉપસ્થિત હતા.
ટિળકે આખો પત્ર ખૂબ ધ્યાનથી વાંચ્યો. પછી કર્મચારીઓ અને મિત્રોને પણ એ કાગળ વંચાવ્યો.
બધાએ કાગળ વાંચી લીધો . ત્યારબાદ ટિળકે એ લોકોને કહ્યું, “આ
રૂપ
જીવનસાડ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org