________________
米米米米米米米
દિલાવરી
ક્રાંતિકારી ચંદ્રશેખર ‘આઝાદ’ ફરારીનું જીવન ગુજારી રહ્યા હતા. સરકારે એમને પકડી લાવનારને પાંચ હજાર રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી હતી.
એક તોફાની રાતે ‘આઝાદ’ લાચારીથી કોઈ એક વિધવાને ત્યાં આશ્રય લેવા વિનવી રહ્યા હતા. વિધવાએ પ્રથમ તો તેમને કોઈ ડાકુ ધારી લીધા, પણ ‘આઝાદે’ પોતાનો સાચો પરિચય આપ્યો ત્યારે તે વિધવા તેને આશીર્વાદ આપવા લાગી.
તેણે ભૂખ્યા ‘આઝાદ’ને ભોજન કરાવ્યું.
પણ આ દરમ્યાન ‘આઝાદ'ને જાણવા મળ્યું કે વિધવાને એક લગ્નોન્મુખ યુવાન પુત્રી છે, પણ દહેજના કારણે તેનું લગ્ન થઈ શક્યું નથી. ‘આઝાદ’ને આનો એક ઉપાય સૂઝી આવ્યો.
તેણે વિધવાને કહ્યું, “મા, તને મને આશ્રય આપ્યો તે ઉપકાર હું ભૂલી શકું નહિ. હું એ ઉપકારનો બદલો આપવા માગું છું. તમારી પુત્રીની સમસ્યા હલ થશે અને તેના લગ્ન પણ થઈ શકશે.’’
પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં ‘આઝાદે’ કહ્યું, “મા, સરકારે મારી ધરપકડ માટે રૂપિયા પાંચ હજારના ઈનામની જાહેરાત કરી છે. તમે કાલે વહેલી સવારે જ મને પોલિસને હવાલે કરી દો. તમને એ બદલ પાંચ હજાર રૂપિયા મળશે. એ રૂપિયાથી તમારી દીકરીને તમે પરણાવી શકશો.’’
પણ વિધવા આ સાંભળી રડી ઊઠી. તે બોલી, “બેટા, પાંચ હજાર રૂપિયા તો શું, પાંચ લાખ રૂપિયા મળે તોયે તને પોલિસને
જીવન સાફલ્ય
બજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org