________________
બની ગયો અને હૃદયથી ભારે પસ્તાવો કરવા લાગ્યો.
તે દોડતો આવી ભગવાનચંદ્રના ચરણમાં પડ્યો અને બોલવા લાગ્યો, “મને માફ કરો! તમારી આ બેહાલ સ્થિતિ માટે હું જ જવાબદાર છું! પણ મારી એક વિનંતીનો જો આપ સ્વીકાર કરશો તો હું ભવોભવ તમારો આભારી રહીશ.'
“કઈ વિનંતી?” ભગવાનચંદ્રે પૂછ્યું.
“તમે મોટા હોદ્દા પર છો. તમારી લાગવગ ઘણી મોટી છે. તમારી લાગવગ વાપરીને મને જો ક્યાંક નોકરી અપાવો તો હું મારો આ લૂંટનો ધંધો છોડી દઉં.’’
અને ભગવાનચંદ્રે આ લૂંટારાને પોતાને ત્યાં જ નોકરીએ રાખી લીધો અને બાળક જગદીશને શાળાએ મૂકવા જવાનું અને શાળાએથી ઘરે લાવવાનું કામ તેને સોંપ્યું.
મુજસા બૂરા ન કોઈ JXLXLXX
સૂફી સંત રાબિયાની ઈશ્વરભક્તિ દૂરદૂર સુધી પ્રખ્યાત હતી. તે દિવસ-રાત પ્રભુના ધ્યાનમાં મગ્ન રહેતી હતી. ઈબલીસ ખૂબ નાસ્તિક હતો. એક દિવસ એક સજ્જને તેને પૂછ્યું, “આપ ઈબલીસની ટીકા કરો છો કે નહિ ?’' સંત રાબિયાએ વિનમ્રભાવે કહ્યું, “મને ઈશ્વરની ઉપાસનામાંથી જ અવકાશ નથી મળતો. બૂરાઈ તો મારામાં પણ સેંકડો છે, એને સુધારું કે બીજાના દોષ જોવામાં નકામો સમય વેડફું ?'
એ સજ્જન સંત રાબિયાની વાતથી ખૂબ પ્રભાવિત થયા અને બીજાની બૂરાઈ ક્યારેય ન કરવાની પ્રેરણા લઈને ઘરે ગયા.'
૩૦.
જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org