________________
આનું નામ ઉદારતા
વનસ્પતિમાં પણ જીવ છે એવી શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝે માત્ર ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ પોતાની કીર્તિનો ધ્વજ લહેરાવ્યો હતો.
એમના પિતાનું નામ ભગવાનચંદ્ર બોઝ! ભગવાનચંદ્ર બોઝ ફરીદપુરમાં ન્યાયાધીશ હતા. એક દિવસ તેમની સમક્ષ એક લૂંટારાનો કેસ આવ્યો.
કાયદાને આધીન રહીને ભગવાનચંદ્ર તે અપરાધીને તેના ગુના બદલ યોગ્ય ગણાય એવી સજા કરી.
પણ આ ફેંસલો સાંભળતાં જ પેલો અપરાધી લૂંટારો ન્યાયાધીશ પર ખૂબ રોષે ભરાયો અને ધમકીના સૂરમાં કહ્યું, “તમે યાદ રાખજો કે જેલમાં સજા ભોગવીને બહાર નીકળીશ ત્યારે હું તમારા હાલહવાલ કરી નાખીશ!”
બધાએ આ ધમકીને હસી કાઢી.
પણ પેલો જેવો જેલમાંથી છૂટ્યો કે તરત જ તેણે ભગવાન ચંદ્રના - ઘરને આગ ચાંપી.
ધીમે ધીમે અગ્નિની જવાળાઓ મોટી થવા લાગી.
ભગવાનચંદ્ર બોઝ પોતાના સર્વ પરિવાર સાથે ઘર બહાર નીકળી ગયા અને થોડે દૂર રહીને પોતાના સળગતા ઘરને જોઈ રહ્યા.
ભગવાનચંદ્ર નિરાધાર જેવા બની ગયા. લોકો પણ તેમની આવી નિરાધાર સ્થિતિ જોઈ આંસુ સારવા લાગ્યા.
' પેલો લૂંટારો પણ તેમની આ બેહાલ સ્થિતિ જોઈને ગમગીન
જીવન સાફલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org