Book Title: Jivan Safalya
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 32
________________ માટે આ રૂપિયા આપ્યા છે!” “પણ મારે ચિત્તરંજનદાસને મળવું હતું તેનું શું?” પૈસા લાવનાર માણસે જણાવ્યું, “તમે જેની સાથે ગાડીમાં બેઠા હતા તે જ ચિત્તરંજનદાસ હતા! તેમણે જ આ રૂપિયા મોકલાવ્યા છે!” -- ---- ------ કે આરોગ્ય અમૃત કે ૯ઝ૯-૯-૯ ---* પ્રાતઃકાળે વહેલા ઊઠવાથી શરીરને વાતાવરણના ઓઝોન વાયુનો લાભ મળે છે, જેથી આરોગ્ય સારું રહે છે. હંમેશાં પોઝીટીવ વિચારો કરવા. પ્રસન્ન રહેવાથી કોઈ પણ રોગ જલદીથી કાબૂમાં આવે છે. આરોગ્યનું મૂળ જઠરાગ્નિ છે. જો જઠરાગ્નિ સારો તો આરોગ્ય સારું. બિનજરૂરી એન્ટીબાયોટીક, પેરાસીટામોલ કે ઊંઘવાની એલોપથી દવાઓ લેવી નહીં. કારણ કે તેની આડઅસરોમાં અલ્સર, એસીડીટી, વાળ ખરવા, વજન વધવું, શરીર કાળું પડવું તથા બીજી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. કઠોળમાં મગ શ્રેષ્ઠ છે, ફળોમાં દ્રાક્ષ શ્રેષ્ઠ છે. આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય આરોગ્યના સ્તંભ છે. રાત્રે ભોજન લેવું તે આરોગ્યને માટે હાનિકારક છે. હાઈબ્લડપ્રેશર, અલ્સર, ડાયાબીટીસ, હૃદયરોગના રોગીઓને રાત્રે વહેલા સૂઈ જવાથી લાભ થાય છે. તેઓ માટે રાત્રિના ૯-૦૦ થી ૧૨-૦૦ની નિદ્રા ખૂબ ઉપયોગી છે. - જીવન સાફલ્ય ': 5 5: : : : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44