________________
લપેટી દીધું અને તેને ટેકો આપીને ધીરે-ધીરે આશ્રમમાં લઈ ગયા, તેના પગ ધોયા અને પ્રેમપૂર્વક પોતાની પાસે બેસાડીને પ્રાર્થના કરી.
ધર્મગ્રંથોમાં આપણે ફરિતાઓની કથાઓ વાંચીએ છીએ કે જેઓ સંકટમાં ફસાયેલા લોકોની સહાયતા માટે દોડીને આવતા હતા. આના કરતાં વધારે આપણું સૌભાગ્ય બીજું કયું હોઈ શકે કે એક એવો જ હસતો-ફરતો ફરિશ્તો વરસો સુધી આપણી વચ્ચે રહ્યો.
અનોખો ત્યાગ
- એક ગરીબ ઘરની નાની કિશોરી શાળાએ જઈ રહી હતી. તેના દેખાવ પરથી જ જણાઈ આવતું હતું કે તેના ઘરની સ્થિતિ કેવી હશે! ઘરમાં ખાવાના ઠેકાણા નહોતા. મા-બાપ આખો દિવસ મજૂરી કરવા સવારથી જ નીકળી પડતા. કાંઈ પણ ખાધા વગર તે કિશોરી શાળાએ ગઈ.
નગરમાં આવેલ એક પ્રવાસીને તેના પર દયા આવી. વિદ્યાર્થિનીને કાંઈ ખાવાનું આપવાની ઈચ્છા થઈ. આથી તે પ્રવાસીએ પોતાના થેલામાં પડેલ બિસ્કિટનું પેકેટ તેને કાઢીને આપી દીધું. તે પ્રવાસી તો ધીરેધીરે આગળ ચાલતો થયો અને પેલી વિદ્યાર્થિની પણ આગળ ચાલવા લાગી. થોડે આગળ જતાં કિશોરીએ એક દૂબળું કૂતરું જોયું. તે જોઈ તેના હૃદયમાં મૂંગા પ્રાણી પ્રત્યે દયા જાગી. તેણે અડધા બિસ્કિટ કૂતરાને ખવડાવી દીધા.
ગરીબ વિદ્યાર્થિનીને એ ભાન નહોતું કે તે કોઈ ત્યાગ કરી રહી છે, પરંતુ આ પ્રકારના દયાભાવવાળા ત્યાગના કારણે તેના માસૂમ ચહેરા પર હજારો સૂર્યોનું અજવાળું પથરાયું હતું.
જીવન સાફલ્ય |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW