Book Title: Jivan Safalya
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 26
________________ શબ્દો કરતાં મૌન ઘણીવાર વિશેષ અસરકારક નિવડે છે. “હું નહીં કરી શકું એમ કહેનાર કશું સિદ્ધ કરી શક્તો નથી. પ્રયત્ન કરું એમ કહેનારાઓએ અભુત સિદ્ધિઓ મેળવી છે. તમે બીજાને સુખ આપો, તમને સુખ મળશે જ. તમે બીજાની પ્રસન્નતામાં નિમિત્ત બનો, પ્રસન્નતા તમને હાથવગી થઈને જ રહેશે. પોતાની જાતને જીતે તે સાચો શૂરવીર છે. મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી. નથી તેની ચિંતા છોડશો તો “છે તેનો આનંદ માણી શકશો. ક્રોધ માણસની આંખો બંધ કરી દે છે અને મોટું ખોલી નાખે છે. જયાં પ્રેમ ઓછો થાય છે ત્યાં વહેમ શરૂ થાય છે. જાત માટે થાય તે દર્શન, જગત માટે થાય તે પ્રદર્શન. જેની પાસે સંગ્રહ છે તેને જ વિગ્રહનો ડર રહ્યા કરે છે. જીભ કદાચ તોતડી હશે તો ચાલશે પરંતુ તોછડી હશે તો નહિ ચાલે. જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે. બાળકોને સાચે જ સંસ્કારી બનાવવા માગો છો? એમને ઉપદેશ પછી આપો. પહેલાં તમે જ અમને માટે ઉદાહરણરૂપ બનો. પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે. પરસેવાની કમાણીથી જે પર સેવા કરે તે માણસ મહાન | જીવન સાફલ્ય | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44