________________
--
--
રત્નકણિકાઓ
YOG
લશ્કરી હુમલા કરતાં સંસ્કૃતિ પરના હુમલા વધારે ખતરનાક
છે.
જરૂરિયાતો વધી એટલે દુઃખ વધ્યું, જરૂરિયાતો ઘટી એટલે દુઃખ ઘટ્યું.
આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી.
વ્યક્તિ જ્યાં આપવાની વાત કરે છે ત્યાં રામાયણ સર્જાય છે, પરંતુ જ્યાં હડપવાની વાત કરે છે ત્યાં મહાભારત સર્જાય છે. સાપ અને પાપ વચ્ચે મોટો ભેદ છે, સાપ મારે તો એક વખત મારે, પરંતુ પાપ ભવોભવમાં મારે છે.
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે. મકાન ઊભું કરવામાં ઈંટ, રેતી અને સિમેન્ટ મહત્ત્વના છે, તો ઘર ઊભું કરવામાં પ્રેમ, સહિષ્ણુતા અને વિવેક મહત્ત્વનાં છે.
જીવન સાફલ્ય
Jain Education International
"W
જો આ દુનિયામાં સફળતા મેળવવી હોય તો પોતાની ભૂલને જુઓ અને ભૂલને સુધારવાની સતત કોશિશ કરો. ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે. રાખ્યું તે રાખ થયું, આપ્યું તે આપણું થયું.
સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપણે તેની નોંધ લેતા નથી.
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org