________________
ભલામણ કરું!”
સરદારશ્રીએ હસીને આ અંગ્રેજ અધિકારીને કહ્યું, “સેવામાં બદલાની ભાવના કદી હોય નહિ. બદલાની ઈચ્છાથી થતી સેવા એ સાચી સેવા નથી. એ તો એક પ્રકારનો સોદો કહેવાય! પૂરગ્રસ્ત લોકો વિટંબણામાંથી બચી જઈને આજે આનંદિત દેખાય છે એ એમનો આનંદ જ અમારા માટે સાચો માનચાંદ છે.”
(++ભગવદ ભક્તિ ) રામાયણનો એક પ્રેરક પ્રસંગ છે.
રાવણ સાથે યુદ્ધ થવાના દિવસો નજીક આવી રહ્યા હતા. રાવણ અત્યંત શક્તિશાળી હતો. તેને જીતવો કઠિન હતો. રાવણને જીતવા માટે બ્રહ્માસ્ત્રની આવશ્યકતા હતી. આ બ્રહ્માસ્ત્ર રાવણના મહેલમાં સ્ફટિકના સ્તંભમાં જડી દેવામાં આવ્યું હતું. સમુદ્ર પાર કરીને બ્રહ્માસ્ત્ર લઈ આવવાની ક્ષમતા માત્ર હનુમાનજીમાં જ હતી. હનુમાનને બ્રહ્માસ્ત્ર લઈ આવવાની જવાબદારી સોંપવામાં આવી. હનુમાનજી લંકામાં રાવણના મહેલમાં પહોંચી જાય છે. સ્ફટિકના સ્તંભને તોડીને બ્રહ્માસ્ત્ર બહાર કાઢે છે. આ દરમ્યાન રાણી મંદોદરી ત્યાંથી પસાર થાય છે અને તે હનુમાનજીને બ્રહ્માસ્ત્ર લઈ જતા રોકવા પ્રયત્ન કરે છે. હનુમાનજીને લોભાવવા માટે તેમને ફળો ધરે છે. હનુમાનજી ફળો જોઈને કહે છે, “મારા હૃદયમાં મોક્ષફળ આપનાર વૃક્ષ સ્વરૂપ ભગવાન રામ બેઠાં છે. મને બીજા ફળોની અપેક્ષા નથી.”
જેના હૃદયમાં ભગવાનનો વાસ હોય તેને સંસારની કોઈ જ વસ્તુ કે વૈભવ લોભાવી શક્તા નથી.
જ ડૉ. જિતેન્દ્રભાઈ શાહ
જીવન સાફલ્ય Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org