________________
[ સેવાનો સોદો ન હોય તે ૧૯૨૭ના વર્ષની વાત છે.
ગુજરાત અને કાઠિયાવાડમાં મોટું રેલસંકટ આવ્યું. એ સમયે સરદાર વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા અને તે ઉપરાંત તેઓ ગુજરાત કોંગ્રેસ પ્રાંતિક સમિતિના પ્રમુખ પણ હતા.
એબેવડા હોદાના કારણે તેમણે વિચાર્યું કે મારે પૂરગ્રસ્ત લોકોની મદદે જવું જોઈએ.
તેમણે પછી તો સ્વયંસેવકોની એક મોટી ટુકડી ઊભી કરી. આ ટુકડી પૂરગ્રસ્ત લોકોની સેવામાં લાગી ગઈ. * ટાઢતડકો જોયા વિના તેમણે પૂરગ્રસ્ત લોકોની ભારે સેવા કરવા માંડી. અસરગ્રસ્ત લોકોને અનાજ, વસ્ત્રો તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવા માંડી.
આ રાહતકાર્યમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓએ પણ તેમને પૂરતો સહકાર અને સહયોગ આપ્યો હતો.
આ સંયુક્ત પ્રયાસોથી પૂરગ્રસ્ત લોકોએ બધી જ વિટંબણાઓ પાર કરી.
સરદારશ્રીએ અને તેમની સ્વયંસેવકોની ટુકડીએ કરેલા આ ભગીરથ પ્રયાસોથી એક સરકારી અંગ્રેજ અધિકારી મિ. ગેરેટ એટલા બધા ખુશ થયા કે તેમણે એક દિવસ સરદારશ્રીને કહ્યું, “આપની અને આપના સાથીઓની સેવા જોઈને હું એટલો બધો પ્રભાવિત થયો છું કે, આપ જો માનો તો તમને બધાને માનચાંદ આપવાની હું સરકારને
[૨૦]
જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org