Book Title: Jivan Safalya
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 20
________________ તેરો અવસર બીત્યો જાય કોઈ સંત પાસે એક વ્યક્તિ સત્સંગ માટે જાય છે. સત્સંગ પૂર્ણ થયા બાદ તે પોતાની વ્યથા વ્યક્ત કરે છે, “આપ કહો છો તે પ્રમાણે દિવસમાં થોડો સમય કાઢીને પણ સત્સંગ, પ્રભુભક્તિ, સત્શાસ્રશ્રવણ, સેવા, પરોપકારાદિ અવશ્ય કરવા જોઈએ તેમ હું માનું છું, પરંતુ કુટુંબનું ભરણપોષણ કરવા આખો દિવસ કમાવું પડે છે અને એટલે મને સમય મળતો નથી!” સંતે તેને કહ્યું, “બીજી બધી વાત મૂક. આજથી સાતમા દિવસે તારું મૃત્યુ છે. પેલા માણસને સંતમાં શ્રદ્ધા હતી. મૃત્યુની વાત સાંભળી તે તો હેબતાઈ જ ગયો. સાત દિવસ પછી પેલો માણસ સંત પાસે જઈને કહે છે, “આપ કહેતા હતા ને કે સાત દિવસમાં મારું મૃત્યુ છે!” સંતે તેને પૂછ્યું, “સાત દિવસ તેં શું કર્યું ?” પેલા માણસે જવાબ આપ્યો, “મેં વિચાર્યું કે મૃત્યુ નક્કી જ છે તો અંતિમ સમય શા માટે ન સુધારી લઉં! આઠ દિવસ હું પ્રભુભક્તિ, સાચન, દાન, દયા, પરોપકાર આદિ કાર્યોમાં પ્રવર્તો. જેની સાથે મારે વેર બંધાયું હતું તે બધાની અંતઃકરણપૂર્વક માફી માગી લીધી. જાણે કે મારો બીજો જન્મ થયો હોય તેમ મને લાગ્યું .” સંતે તેને કહ્યું, “મૃત્યુ નજીક છે એમ તેં જાણ્યું તો તને કેવું સમયનું મૂલ્ય સમજાયું અને તું સુંદર જીવન જીવી શક્યો. ‘મૃત્યુ માથે ૧૮ Jain Education International For Private & Personal Use Only જીવન સાફલ્ય www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44