________________
વર્તે છે અને માનવજીવનની અમૂલ્ય ક્ષણો વીતી રહી છે' આ બાબતને જો તું સદા યાદ રાખીશ તો તું પવિત્ર જીવન જીવી શકીશ.”
પેલા માણસને સત્ય સમજાઈ ગયું.
વીતેલી એક ક્ષણ પણ પાછી મેળવવા આપણે શક્તિમાન નથી. માનવભવની એક એક કીમતી ક્ષણ વહી રહી છે અને દિવસે દિવસે આપણે મૃત્યુની સમીપ જઈ રહ્યા છીએ તે બાબતનો કદી વિચાર કર્યો છે ખરો?
મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે,
મોતની પળ નિશ્ચય આપણે જાણી શક્તા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું.”
શ્રી બૃહદ્ આલોચનામાં આવે છે કે,
“બહુ વીતી થોડી રહી, અબ તો સુરત સંભાર; પરભવ નિશ્ચય ચાલનો, વૃથા જન્મ મત હાર.”
જો આપણે આપણા જીવનને માત્ર અર્થ અને કામરૂપી - પુરુષાર્થમાં જ વ્યતીત કરીશું તો જીવનના અંતે પસ્તાવું પડશે.
કબીરદાસજીએ સાચું જ કહ્યું છે,
“જબ હમ પેદા હુએ, જગ હસે હમ રોયે, કરની ઐસી કર ચલો, હમ હંસે જગ રોયે.”
આ નૂતન વર્ષે આપણા સૌનું જીવન ત્યારે, પ્યારું, પવિત્ર, નીતિમય અને ધર્મમય બને તથા અનેક સદ્ગણોની પ્રાપ્તિ દ્વારા સાચા અર્થમાં જીવન સાફલ્ય બને તેવી પ્રભુને પ્રાર્થના છે.
૪ શ્રી મિતેશભાઈ એ. શાહ
જીવન સાફલ્ય Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org