________________
- ચાલતો ફરતો ફરિશ્નો ->
જ્યારે ચંપારણમાં ખેડૂતોનો સત્યાગ્રહ ચાલી રહ્યો હતો, તે દિવસોની આ વાત છે. ગાંધીજીની તે સેનામાં બધા જ પ્રકારના સૈનિકો હતા. જેમનામાં આત્મિક બળ હોય તે માણસ તે લડાઈમાં જોડાઈ શક્તા હતા. સત્યાગ્રહમાં કુષ્ઠ રોગથી પીડાતો એક ખેતી કરનાર મજૂર પણ હતો. તેના શરીરમાં ઘા હતો. તે તેના પર કાપડ લપેટીને ચાલતો હતો.
એક દિવસ સાંજે સત્યાગ્રહીઓ પોતાની છાવણીમાં આવી રહ્યા હતા, પરંતુ બિચારા કોઢિયાથી ચલાતું નહોતું. તેના પગ પર બાંધેલ પાટો ક્યાંક પડી ગયો હતો. ઘામાંથી લોહી વહી રહ્યું હતું. બધા લોકો આશ્રમમાં પહોંચી ગયા. બસ, માત્ર તે જ માણસ રહી ગયો.
પ્રાર્થનાનો સમય થયો. ગાંધીજીએ નજર ઉઠાવીને પોતાની ચારે તરફ બેઠેલા સત્યાગ્રહીઓ તરફ જોયું, પરંતુ તેમને તે મહારોગી દેખાયો નહિ. તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આવતાં-આવતાં તે પાછળ રહી ગયો હતો.
તે સાંભળીને ગાંધીજી તરત જ ઊભા થયા અને હાથમાં બત્તી લઈને તેની શોધમાં નીકળી ગયા. ચાલતાં ચાલતાં તેઓએ જોયું કે રસ્તામાં એક વૃક્ષની નીચે એક માણસ બેઠો છે. દૂરથી જ ગાંધીજીને ઓળખીને તેણે બૂમ પાડી, “બાપુ!”
તેઓની પાસે જઈને ગાંધીજીએ દુ:ખ સાથે કહ્યું, “અરે ભાઈ, તમારાથી ચલાતું નહોતું તો મને કેમ કહ્યું નહીં?”
ત્યારે ગાંધીજીનું ધ્યાન તેના પગ પર ગયું. તે લોહીથી લથપથ હતો. ગાંધીજીએ તરત જ પોતાની ચાદરને ફાડીને તેના પગ પર કપડું જીવન સાફલ્યT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org