________________
લાલા હંસરાજે કહ્યું, “તમે મારા અંગત ઉપયોગ માટે આ શાલ આપી એ ખરું, પણ તમને ખબર નહિ હોય કે એવા અંગત ઉપયોગ માટે મને મળેલી કોઈ વસ્તુનો ઉપયોગ હું કદી મારા માટે કરતો નથી. મારા કરતાં વધારે જરૂરિયાતવાળાને એ વસ્તુ આપી દઉં છું. આ શાલ પણ, ભવિષ્યમાં મારા કરતાં વધુ જરૂરિયાતવાળો કોઈ વિદ્યાર્થી મળી આવશે ત્યારે તેને આપવા માટે એક અનામત તરીકે રાખી લઉં છું.”
હવે પેલાને ખ્યાલ આવ્યો કે લાલા હંસરાજ ગરીબાઈથી નહિ, પણ અત્યંત દાનશીલતાને કારણે જૂની શાલ ઓઢે છે.
સંકલન : શ્રી ખુશમનભાઈ સી. ભાવસાર
< જીવની બાળદશા) ખંભાતવાળા શ્રી ત્રિભોવનદાસભાઈ મુંબઈ જતા, ત્યારે શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાગમ કરવા એમને ઘેર જવાનું રાખતા.
એક વખત શ્રીમદ્જી પોતાની પુત્રી કાશીબહેન કે જે ત્રણેક વર્ષના હતા તેની સાથે ગમ્મત કરતાં પૂછવા લાગ્યા, “તું કોણ છે?”
કાશીબહેને કહ્યું, “હું કાશી છું.” શ્રીમદ્જી કહે, “ના, તું આત્મા છે.” કાશીબહેન બોલી ઊઠી, “ના, હું તો કાશી છું.” એવામાં શ્રી ત્રિભોવનદાસભાઈ આવી ચડ્યા. શ્રીમદ્જીએ તેમને કહ્યું,
“આને હજી ત્રણ વર્ષ પણ પૂરાં થયાં નથી. પોતાનું નામ કાશી” પાડ્યું છે એવી સમજણના સંસ્કારો તો થોડી મુદતના છે; છતાં એને કહીએ છીએ કે તું આત્મા છે, ત્યારે કહે છે કે ના, હું તો કાશી છું. આવી બાળદશા છે!”
જીવન સાફલ્ય
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org