________________
સાદાઈની નમણાશ. આર્યસમાજી અને પંજાબમાં એક કૉલેજની સ્થાપના કરનાર સમાજસેવક લાલા હંસરાજે જીવનમાં સાદાઈને અપનાવી હતી. ઉચ્ચ વિચારો સેવવા પણ જીવન તો સાદુ જ રાખવું-એ તેમનો જીવનસિદ્ધાંત હતો.
કૉલેજ માટે તેમણે દાની ધનવાનો અને શિક્ષણપ્રેમીઓ સમક્ષ ઉદાર હાથે દાન કરવાની ટહેલ નાખી હતી અને તેના જવાબમાં ઘણીવાર તો સામે પગલે ચાલીને દાતાઓ તેમને દાન આપી જતા.
એકવાર એક ધનાઢય દાતા લાલા હંસરાજ પાસે આવ્યો.
શિયાળાની ઋતુ હતી. કડકડતી ઠંડી! એમાં વળી સવારનો પહોર! વધારામાં, અંગેઅંગ ઠરી જાય તેવો હિમભર્યો પવન!
પેલો ધનાઢ્ય લાલા હંસરાજ પાસે આવ્યો અને તેણે દાનમાં મોટી રકમ નોંધાવી. " પણ રકમ નોંધાવતા એ ધનાઢઢ્ય લાલા હંસરાજ તરફ જોયું તો તેમના શરીર પર સાવ જીર્ણ અને થીગડાવાળી એક જૂની શાલ હતી.
તેણે માની લીધું કે લાલા હંસરાજ પાસે નવી શાલ ખરીદવા માટે પૈસા હશે નહિ અને એટલે જ આવી જર્જરિત શાલ તેમણે ઓઢી હશે.
દાન લખાવીને તે ધનાઢ્ય ત્યાંથી વિદાય થયો.
બીજા દિવસે તે એક નવી અને કીમતી શાલ લઈને લાલા હંસરાજ પાસે આવ્યો અને પેલી શાલ તેમના ચરણમાં મૂકીને બોલ્યો, “લો, જૂની શાલ કાઢી નાખો અને આ નવી શાલ ઓઢો.” જીવન સાફલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org