Book Title: Jivan Safalya Author(s): Mitesh A Shah Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 5
________________ ન કર વિચાર તો પામવા (૧) પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. (૨) “હું ક્યાંથી આવ્યો?” “હું ક્યાં જઈશ?” “શું મને બંધન છે? શું કરવાથી બંધન જાય?” “કેમ છૂટવું થાય?” આ વાક્યો સ્મૃતિમાં રાખવાં. (૩) પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુ:ખ સમજવું. (૪) પરનિંદા એ જ સબળ પાપ માનવું. (૫) તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. (૬) હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે. (૭) મનુષ્ય અવતાર પામીને રળવામાં અને સ્ત્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં; પોતાના દોષ જોયા નહીં; આત્માને નિદ્યો નહીં તો તે મનુષ્ય અવતાર, રત્નચિંતામણિરૂપ દેહ, વૃથા જાય છે. (૮) કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય. (૯) જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી; અને દયા નથી ત્યાં ધર્મ નથી. (૧૦) જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે. જીવન સાફલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44