________________
દોષદર્શન
જગતની અનેક પોલાદી ચીજોમાં એક નાની-શી સોય અજબ માન ખાટી ગઈ. સંપ અને સંગઠનનાં ક્ષેત્રમાં સોયે આપેલ અપૂર્વ યોગદાનથી જગત આખામાં તેની પ્રતિષ્ઠા અને પ્રશંસા વધવા માંડ્યા.
એકના બે કરવાની ટુકડાનીતિથી કાતર બિચારી પહેલેથી જ બદનામ થતી આવી છે! એટલે પોતાના બચાવનું કોઈ સાધન તેની પાસે ન હતું. ઘડિયાળનો કાંટો અને કમાન રાત-દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત હોઈ તેમને બીજી ફુરસદ જ ક્યાં હતી ?
પરંતુ એક દિવસ સોય અને ચારણી વચ્ચે થોડીક જીભાજોડી થઈ ગઈ. ચારણી કહે, “અનાજના લોટને ચાળીને તેને ખાવા યોગ્ય તો હું જ બનાવું છું. મારી પરીક્ષણ અને વિવેકશક્તિ તારા કરતાં ઘણી જ મહત્ત્વની છે. અને જો! તેં કદી તારું મોં અરીસામાં જોયું છે ? તારે માથે તો કાણું છે!' પણ સોય બોલી, “બેન! વાંધો નહીં! મારે માથે તો એક જ કાણું-છિદ્ર છે પરંતુ તેં કદીયે તારું મોં જોવાનો પ્રયત્ન કર્યો છે ? તારે માથે કેટકેટલાં છિદ્ર છે! કદી ગણ્યા છે ?’’ અને ચારણીએ મૂંગે મોઢે સાંભળી લીધું.
માનવ જ્યારે બીજાના દોષ તરફ આંગળી ચીંધે છે ત્યારે તેણે ભૂલવું ન જોઈએ કે બાકીની ત્રણ આંગળીઓ પોતાના હ્રદય તરફ જોવાનો સંકેત આપી જાય છે!
૪ મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી મહારાજ
પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષતો એ ધુરંધર માર્ગ મતે લાગ્યો છે. ******* શ્રીમદ્ રાજચંદ્ર ******
જીવન સાફલ્ય
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org