________________
કરીને વધુ ને વધુ ધન મેળવવા દોડધામ નથી કરતા?”
ધનપતિએ કહ્યું, “સ્વામીજી, આપની વાત સાચી છે. અપાર સંપત્તિ હોવા છતાં આજે પણ ધનપ્રાપ્તિ માટે દોડ લગાવું છું. ધનનું ઘણું આકર્ષણ છે.”
સ્વામીજી બોલ્યા, “આ કારણે જ તમે ગરીબ છો. જેની ધનતૃષ્ણા છીપાઈ નથી, એના જેવો ગરીબ જગતમાં બીજો કોઈ નથી. ભિખારી કરતાં પણ તમે વધુ “દરિદ્ર છો!”
જ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
માતા પિતા સાથે તું બચપણમાં લાચાર હતો ત્યારે તને જેમણે સાચવ્યો એ માબાપ ઘડપણમાં લાચાર બને ત્યારે એમને સાચવવાનું કર્તવ્ય બજાવવા જેટલો લાયક તો તું બનીશ ને? માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા યુવાન તું આટલું તો વિચાર કે તને એમણે અનાથાશ્રમમાં મૂક્યો હોત તો તારી હાલત શી હોત? જે ઘરમાં માબાપને સંતાનોનાં મહેમાન બનવું પડે એ ઘરમાં ભગવાન રાજી ન રહે. કૂતરા પર હાથ ફેરવનારને કૂતરો વફાદાર રહે છે, તમારા પર હાથ ફેરવનાર માબાપને વફાદાર રહેવા જેટલી લાયકાત તું જાળવી ન શકે? ઘરનું નામ “માતૃછાયા” કેપિતૃછાયા' એવું રાખીએને એમાં માબાપનાં પગલાં કે પડછાયા પણ પડવા ન દેવાતાં હોય તો પછી મકાનનું નામ પત્નીછાયા' રાખવું શું ખોટું? આંધળી માને દીકરો દેખાય પણ દેખતા દીકરાને માતા ન દેખાય તો
માનવું કે દીકરાનો દી' ફર્યો છે. જીવન સાફલ્ય |
Jain Education International
For Private & Personal Use Only
:www.jainelibrary.org