________________
ત્યાં આપણું બહાનું તૈયાર જ હોય છે, ‘એમ કરું તો અમુક વસ્તુ તૂટી જાય અને અમુક વધી પડે!’
આચાર્ય ભગવંતો કહે છે કે ભલે, ખાવાની વાત છોડ. તું એક કલાક પંખા વગર બેસ. એને કાયક્લેશ તપ કહે છે.
ત્યાં આપણે બહાનું કાઢીએ છીએ, ‘તો તો પરસેવે રેબઝેબ થઈ
જવાય!'
આચાર્ય ભગવંતો કહે છે કે વિવિકતશય્યાસન કર એટલે કે થોડો વખત સાવ એકલો બેસ. કોઈની જોડે બોલવાનું નહીં; ટી.વી., રેડિયો, ફોન વગેરેનો ઉપયોગ કરવાનો નહિ.
ત્યાં આપણે કહીએ છીએ, ‘તો તો મને બીક લાગે!'
તો પછી આચાર્ય ભગવંતો કહે છે કે કરમના ધોકા ખાવાની તૈયારી રાખ. ભગવાન થોડી હળવી ભાષામાં કહે છે કે ‘નું સૂર્ય તં સમાયરે ।’ અર્થાત્ તને જે કલ્યાણકારી લાગે તેનું આચરણ કર.
શું કરીશું એનો નિર્ણય આપણે જ આ નવા વરસની શરૂઆતમાં કરી
દઈએ.
નૂતન વર્ષની નવલી પ્રભાતે
અંતરના અંધારા ઉલેચવા,
મનના મનોરથ માંજવા,
૪ શ્રી મણિભાઈ ઝ. શાહ
પ્રેમનો પ્રકાશ પાથરવા, સગપણની સરગમમાં સૂર પૂરવા, જીવનમાં તાલમેળ સાધવા માટે પ્રભુ સૌને સમજ-શક્તિ આપે એ જ અંતરની અભ્યર્થના.
ન સાફ્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org