________________
મિયાં પણ હોંશિયાર હતો. તરત કહે છે, યે હી ધોકા લગાકર, તેરી કમર મીટેગી અને હવે બીબી પાસે બહાનું નથી.
મિયાંબીબીની આ વાત ભલે વ્યવહારમાં થોડી હસવા જેવી લાગે; પણ ધર્મ કરવાનું ભગવંતો-આચાર્યો કહે છે ત્યારે આપણે આવાં જ કંઈક બહાનાં કાઢતા હોઈએ છીએ. દાખલા તરીકે,
આપણા બાંધેલા કર્મ ઉદયમાં આવે ત્યારે એ એવા ધોકા મારે છે કે ન પૂછો વાત. ભગવાન અને આચાર્યો કહે છે કે આ કર્મનું ફળ ઉદયમાં આવે ત્યાર પહેલાં તું તપ કરે તો એ ફળ ઘણું હળવું થઈ જશે. તપ મુખ્ય બે પ્રકારનાં કહ્યાં છેબાહ્ય અને અંતરંગ. દરેકના છ છ પ્રકાર છે. બાહ્ય તપ દ્વારા અંતરંગ તપમાં જવાય છે, એટલે કહ્યું કે તું આ બાહ્ય તપતો કર. એ સમજાવતાં કહે છે
પહેલું અનશન તપ એટલે ઉપવાસ, એકાસણું, બેસણું વગેરે કરવું. પણ ત્યાં તો આપણે તરત બહાનું કાઢીએ છીએ,
કાં રે કરું ઉપવાસ, ભૂખે રહેવાય ના!”
ભગવાન કહે છે કે કંઈ નહીં, ઉણોદરી તપ કર. ખાતી વખતે ચારપાંચ કોળિયા ઊણો રહે.
ત્યાં પાછા આપણે બહાનું કાઢીએ છીએ, “એમ કરું તો તો સાંજ પડે મને ચક્કર આવે!
ભગવાન - આચાર્ય કહે છે કે કંઈ વાંધો નહિ, રસપરિત્યાગ કર, એટલે કે રોજ ગમે તે એક રસ-ખાટો, ખારો, ગળ્યો વગેરે છોડ:
ત્યાં પાછા આપણે બહાનું કાઢીએ છીએ, “એમ કરું તો ઘરવાળાને જુદી રસોઈ કાઢવી પડે.”
તો તેઓશ્રી કહે છે કે ભલે એ નહીં તો વૃત્તિપરિસંખ્યાન કર. જમતી વખતે ગમે તે ત્રણ કે ચાર વસ્તુ જ લે.
| જીવન સારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org