Book Title: Jinmargnu Jatan Author(s): Ratilal D Desai Publisher: Gurjar Granthratna KaryalayPage 10
________________ કર લે સિંગાર, ચતુર અલબેલી !” (સંપાદકીય) ખપનું શિક્ષણ, સમજણ, અને વિચાર માટેની રુચિ તેમ જ શક્તિ પામેલા સરાસરી સામાન્ય વાચક પ્રત્યેના પૂરા આદર-વિનય સાથે, આપણી સહુની વ્યક્તિગત અને સામુદાયિક ચેતનાની માવજત અર્થે અત્રે આ વાણી-વિસ્તાર હોય છે; તે વાચકના યથેચ્છ સ્વાધ્યાયયજ્ઞ દ્વારા સાર્થક બની રહો. ચેતનાના સ્થાયી શણગારની, સંસ્કારની, ઉઘાડની આ વાત છે. મન સ્વસ્થ તો તન, જીવન, સમાજ અને સૃષ્ટિ પણ સ્વસ્થ. જેનું મન જાગ્યું તેને શણગાર અને શોભાનાં નવા-નવા ઉમળકા અને નવી-નવી મથામણો નિત્ય પ્રેરે. કહ્યું છે ને : “કર વિચાર, તો પામ”? આ બધી સામગ્રી છે તો જૂની : સન ૧૯૪૭થી ૧૯૭૯ વચ્ચે લખાયેલી. છતાં સમયાંતરે પણ ટકે એવું ઘણું-ઘણું તેમાં દીઠું, તેથી તેવું બધું ત્રણ પુસ્તકોની શ્રેણીરૂપે અત્રે રજૂ કરવાની હામ ભીડી છે, ધૃષ્ટતા કરી છે ! વાચક અને કાળદેવતા અમારી લાજ રાખો. કુલ પ૦૦ લેખો ૧૬૩૬ પાનાંમાં પથરાયા છે; છતાં વ્યક્તિગત કે કૌટુંબિક સ્વાધ્યાયરૂપે (ટી.વી.-સમય' ઘટાડીને) મહિનાઓ સુધી આ બહોળી સામગ્રી ક્રમશઃ બધી કે રુચે તેટલી જરૂર ખપમાં લગાડી શકાશે અને તે સાથે કૌટુંબિક અને સામાજિક ચેતનાની કાયમી શુદ્ધિ થતી અનુભવી શકાશે એમ લાગે છે. આ લેખો લેખકે ભાવનગરના, વીસમી સદીના આરંભનાં એક-બે વર્ષોમાં શરૂ થયેલા પ્રતિષ્ઠિત જૈન' સાપ્તાહિકના તંત્રી શ્રી ગુલાબચંદ શેઠ વતી લખેલા અગ્રલેખો અને નાની તંત્રીનોંધો રૂપે છે. નામ પ્રમાણે એ પત્રમાં જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને સમાચારો અને ચર્ચાઓ અપાતાં હતાં. એના આદ્ય સ્થાપક શ્રી દેવચંદ દામજી શેઠ સહિતના બધા તંત્રીઓના સતતના પ્રગતિશીલ વલણને કારણે, તેમ જ આ લેખકની પૂર્વે એક પચીશી સુધી સાહિત્યરસિયા સહૃદય વિદ્વાનું શ્રી સુશીલ(ભીમજીભાઈ)ની સમૃદ્ધ કલમનો લાભ મળ્યો હોઈ, આ સાપ્તાહિકે સમાજના પ્રગતિશીલ બુદ્ધિનિષ્ઠ વર્ગમાં અનોખી, સ્થાયી સુવાસ ફેલાવેલી. સાંપ્રદાયિક કટ્ટરતા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education InternationalPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 501