Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૭ અંક ૧-૨ ૦ તા. ૭-૮-૨૦૦૧ ૨૦૪૩, ભાદરવા વિદ -૨, બુધવાર, તા. ૯-૯-૧૯૮૭ શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪૦૦ ૦૬. પ્રવચન – ઓ ગણપચાસમું પ્રવચન - ઓગણપચાસમું પ્રકીર્ણક ધર્મોપદેશ ગતાંકથી ચાલુ પેઢી ચલાવનાર છે માટે અહીં આવો છો ને ? તેનું અનુમોદન ચાલુ છે ને ? ઘર - પેઢીમાં હરકત આવે તેમ નથી તેવું નક્કી કરીને આવો તો તેનું પાપ બંધાયા કરે ને ? ઘર - પેઢીથી છૂટવા માટે આવતા હો તો નિર્જરા શરૂ થાય. જ્ઞાઓિએ લક્ષ્મીને ડાકણ જેવી કહી છે તે એટલા માટે કે લક્ષ્મીવાળો કે લક્ષ્મીની લાલસાવાળો પણ જીવ જ્યાં જાય યાં લક્ષ્મીના જ વિચાર કરે. તેના માટે અનેક પાપ પણ કરે. તમે બધા અહીં આવ્યા છો તો તમારા બધાની પેઢીઓ ઉઘાડી હશે કે બંધ હશે ? વેપારનો ટાઈમ નોકર માટે કે શેઠ માટે પણ ખરો ? મંદિર - ઉપાશ્રયે શા માટે જવાનું છે ? ઘર - પેઢી આદિ છૂટે માટે કે સારી રીતે ચાલે તે માટે ? દરેક ધર્મક્રિયામાં નિર્જરા ઘણી થાય, ગુણસ્થાનક પ્રત્યયીક પાપબંધ રુ લ્પ થાય, તેની સ્થિતિ ઓછી બંધાય, ૨સ પણ ઓછો પડે તે કોને માટે ? જે જીવ ધર્મ જ ક૨વા લાયક માને છે, સંસાર કરવા લાયક જ નથી એમ માનીને કરે તેને માટે. તેવો જીવ તો ઘર પેઢીમાં ય નિર્જરા કરે, ખાતાં ખાતાં પણ નિર્જરા કરે. સભા : બધો આધાર પરિણામ ઉપર થયો ને ? ઉ. - હા. કોણ ના પાડે છે ? માટે તો તમારા પરિણામ સુધારવા છે. તમે ખાવા બેસો તો તપસ્વિને હાથ જોડીને બેસો | ખરા ? દટક ધર્મક્રિયામાં નિર્જરા થાય અને પુણ્યબંધ થાય અને જે પાપનો બંધ થાય તે અલ્પ થાય તે કોને ? જે જીવો સમજીને કરે તેને. જે જીવો સંસારના સ્વાર્થ માટે ધર્મક્રિયા કરે તો તેને પાપ જ બંધાય. મંદિરમાં મિથ્યાત્ત્વ પણ બંધાય, નરકાયુ પણ બંધાય અને તિર્યંચાયુ પણ બંધાય. ભગવાનની પૂજા કરતાં કરતાં નકાયુ કોને બંધાય ? મારી પેઢી વધે, ખૂબ પૈસા મળે અને ખૂબ ખૂબ સુખ ભાગવું તેને. મહારંભ અને મહાપરિગ્રહની ભાવનાથી પૂજા કરે તેને ય નરકાયું પણ બંધાય. નિર્જરા - પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા થાય પણ કઈ ? ઉદયમાં આવેલાં કર્મો જાય તે નિર્જરની કિંમત નથી. સામાન્યથી સોળ કષાયની વાત કરી આવ્યા. સવ નોકષાય સમજો છો ? સુખ આવે રતિ થાય, દુઃખ આવે અર્પિત થાય તો તે ય પાપ છે. હાંસી - મશ્કરી પણ સમજો છો ને ? પ્ર.- હસવું આવે તેમાં ય પાપ લાગે ? ઉ.- હસવું અજ્ઞાનીને આવે, જ્ઞાનિને ન આવે જેને જોઈને દયા આવવી જોઈએ તેને જોઈને હસવું આવે તે ચાલે ? હસવું આવે તે પણ હાસ્ય મોહનીય કર્મના પ્રતાપે છે તે ખબર છે ? ભય પણ સમજો છો, શોક પણ જાણો છો અને જુગુપ્સા પણ સમજો છો. અને ત્રણ વેદને પણ જાણો છો. આ બધી પ્રકૃતિ આત્માનું સત્યાનાશ કાઢનાર છે તેનો ભય લાગે તો ઠેકાણું પડે. માટે જ ગ્રન્થકાર મહર્ષિ સમજાવી રહ્યા છે કેમોહનીય કર્મ જ મોટામાં મોટો ભય છે. તે ભય ન લાગે તેવો જીવ ધર્મ કરે તે ય વધુ અધર્મ કરવા માટે કરે છે. તેથી જ ધર્મ નહિ સમજેલા અને મોહને આધીન યેલા માતા - પિતાદિ ધર્મની આરાધનાની આડે આવે છે. તેમાં જે જીવોને ગાઢ દર્શન મોહનીયનો ઉદય હોય છે તેઓને તો ભગવાનનું શાસન પણ ગમતું નથી. દર્શન મોહનીયનો જેને ઉપશમ કે ક્ષયોપશમ ન થયો હોય તેને ધર્મ કરવાનું સાચું મન પણ ન થાય. મિથ્યાત્ત્વ મંદ ન પડે ત્યાં સુધી પહેલું ગુણસંપન્ન ગુણઠાણું પણ ન આવે. ગુણસંપન્ન પહેલું ગુણઠાણું આવે તેને સમ્યક્ત્વ પામવાનું મન થાય. પછી દેશિવરિત પામે અને સર્વવરિત પણ પામે. તમે શું પામ્યા છો ? આજ સુધી તમે સાધુ થયા નથી, હવે સાધુ થવાનો સંભવ નથી અને સાધુ મવાનું મન પણ નથી. તો આવો શ્રાવક હોય ખરો ? સાધુને જોઈને પણ તમને સાધુ થવાનું મન થાય છે ખરું ? તે રીતે ભગવાનની પૂજા કરો તો ભગવાન જ્યાં ગયા છે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 372