Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક પ-૬] નિહનવવાદ [૧૭૭] હજુસૂત્રનય પ્રશ્ન-સાત નથમાંના ચોથા ઋજુત્રનયનું સ્વરૂપ શું છે ? ઉત્તર-ઝુ-કારું વર્તમાન સૂઝાતોતિ ગુ . | જે વિચારણું વર્તમાનકાળને ગુંથે તે ઋજુસૂત્રત્ય. અથવા ઋજુ એટલે અવક્ર. સરલપણે વસ્તુને જે કહે તે ઋજુસૂત્રનય કહેવાય. ઋજુસૂત્રને સ્થાને કેટલીક વખત ઋજુશ્રુત શબ્દ વપરાયેલ જોવામાં આવે છે ત્યાં તેનો અર્થ ઋજુ એટલે સરલ અને મૃત એટલે બેધ, અર્થાત સરલપણે જે બંધ કરે તે આજુબુત. પ્રશ્ન-આ નયનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય માટે દૃષ્ટાંતથી સમજાવો ? ઉત્તર-જો કે મનુષ્યોને ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચાર કર્યા સિવાય ચાલતું નથી તો પણ કેટલીક વખત ચાલુ પરિસ્થિતિને જ લોક જુએ છે. गते शोको न कर्तव्यो भविष्यं नैव चिन्तयेत् । वर्तमानेन योगेन वर्तन्ते हि विचक्षणाः ॥ [ ભૂતકાળનો શેક કર નહિ, ભવિષ્યની ચિંતા કરવી નહિ, વર્તમાન કાળના યોગ વડે વિચક્ષણ પુરૂષો રહે છે. ] એ નીતિમાં કહ્યા પ્રમાણે સુજ્ઞ જનોને ભૂત અને ભાવિના–સુખદુઃખના હર્ષક વર્તમાનમાં હોતા નથી, પરંતુ તેઓ ચાલુ કાળને જ અનુસરે છે. ભૂતકાળમાં રાજા હેય ને વર્તમાનમાં ભિખારી હોય અને વર્તમાનને ભિખારી ભવિષ્યમાં રાજા થવાનો હોય તેથી તે રંક ચાલુ કાળમાં રાજાનું સુખ અનુભવતા નથી એ જ પ્રમાણે પૂર્વકાળમાં આત્મજ્ઞાનમાં લીન થયેલ આત્મા ચાલુ કાળમાં બાહ્ય વિષયમાં આસક્ત હોય અને ચાલુ વિષયાસક્ત આત્મા ભવિષ્યમાં ધર્મ ધ્યાનમાં લીન થવાનો હોય પરંતુ ચાલુકાળમાં તે આત્મા, આત્મજ્ઞાનની લીનતાના અનુપમ સુખને આસ્વાદ લઈ શકતા નથી. એ રીતે જુસૂત્રનય પણ ભૂત અને ભવિષ્યના પર્યાયોનો ત્યાગ કરીને વર્તમાન પર્યાયને સ્વીકારે છે. આ ઋજુસૂત્રનય બે પ્રકારને છે; એક ભૂલ ઋજુસૂત્ર અને બીજો સૂક્ષ્મ ઋજુસૂત્ર. તેમાં પ્રથમ ઋજુસૂત્ર વર્તમાન પર્યાય ઘણું સમય સુધી રહે છે તેમ સ્વીકારે છે જેમકે જીવના દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક વગેરે પર્યાય છે તેમાં દેવપર્યાયમાં જીવ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરેપમ સુધી રહે છે, મનુષ્ય પર્યાયમાં વધારેમાં વધારે ત્રણ પલ્યોપમ સુધી રહે છે, એ પ્રમાણે સ્થૂલ ઋજુસૂત્ર સ્વીકારે છે જ્યારે સૂક્ષ્મ ઋજુસૂત્ર દરેક પર્યાયને ક્ષણસ્થાયી માને છે. આ સમયમાં જે ઘટે છે તે બીજા સમયમાં નથી ઇત્યાદિ. પ્રશ્ન –આ નયની માન્યતા કયા દર્શનને મળે છે ? ઉત્તર વારિરિ તલ પરમાર્થાત ! જે અર્થ ક્રિયાને કરે છે તે જ વાસ્તવિક સત્ છે. દરેક પદાર્થમાં પદાર્થને અનુકૂળ એવી ક્રિયા થતી જ હોય છે. દરેક ક્ષણે નવા નવા વિષયને અનુકૂળ નવી નવી ક્રિયા For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52