Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ જેને પાસેથી બૌદ્ધ ધર્મ અનુકરણરૂપે સ્વીકારેલા હોય એમ લાગે છે, કારણ કે તે બૌદ્ધધર્મની મૂતિઓમાં અથવા ચિત્રમાં એટલાં બધાં જાણીતાં નથી.' - માન્યવર શાસ્ત્રીજી જણાવે છે તેમ ‘બૌદ્ધધર્મ ચકીત ચક્ષુઓ જેનો પાસેથી અનુકરણરૂપે સ્વીકારેલાં છે કે કેમ ? તે ચર્ચામાં ઉતરવાનો મારો આશય નથી, કારણ કે તેમના જેવા અભ્યાસીએ બૌદ્ધધર્મની સેંકડો મૂર્તિઓ જોઈ હશે, ત્યારે મેં ઘણી જ ડી જાહેર મ્યુઝીયમમાં જ માત્ર જોએલી છે, પરંતુ, પિોતે સેંકડો મૂર્તિ ઓમાંથી માત્ર તારંગાની ટેકરી ઉપરની તારા દેવીની (જેના કબજાની) બૌદ્ધ સ્મૃતિને જે પુરા પોતાના મતના સમર્થનમાં રજુ કરે છે તે બરાબર નથી, કારણ કે ગુજરાતના ચૌલુક્યવંશી રાજા પરમાત કુમારપાલ દેવના સમયથી તે. તારંગાની ટેકરી જેનોના કબજામાં આવેલી છે અને તે વાતની સાબિથી તરીકે ગૂર્જરેશ્વર કુમારપાલનું બંધાવેલું અજિતનાથ સ્વામીનું ગગનચુંબી જૈન મંદિર જીવતું જાગતું ઊભેલું જ છે. એટલે તારાદેવીની (બૌદ્ધમૂર્તિની) ચક્ષુઓ જે ચકચકીત છે, તે તે જેને પિતાના તાબાનાં બીજાં જૈનતીર્થો ઉપરના અન્ય ધર્મ દેવોને જેવી રીતે આવાં ચકચકત ચક્ષુઓ ચઢાવેલાં મલી આવે છે, તેવી રીતે જ અહીંયા પણ ચઢાવેલાં છે, એટલે તે બાદ કામમાંથી મળી આવેલી ચચીત ચક્ષુઓવાળી આ મૂતિ બૌદ્ધધર્મની નથી, પરંતુ જેનધર્મની જ છે એ એક સજ્જડ પુરાવો આપણને પૂરા પાડે છે. વળી આગળ ઉપર શાસ્ત્રીજી જણાવે છે કે- “ગમે તેમ, બીજા પણ કેટલાંક કારણે આ બાબતમાં એવાં છે કે આ મૂર્તિને બૌદ્ધધર્મની મૂર્તિ ગણવા પ્રેરણા આપે છે!” મને માલુમ નથી પડતી કે આટલાં બધાં કારણો આપ્યાં પછી એવાં તે શા કારણે આપવાનાં તેઓશ્રી બાકી રાખે છે કે જેને ઉલ્લેખ રિપોર્ટમાં કરવાનું તેઓશ્રીએ યોગ્ય ધાર્યું નહીં હોય. હું શિષ્યભાવે તેઓશ્રીને વિનંતી કરું છું કે બીજાં જે કારણે આ મૂર્તિને બૌદ્ધભૂતિ તરીકે ગણવા માટે તેઓશ્રીને પ્રેરણા આપતાં હોય, તે જનતાની જાણ ખાતર જાહેરમાં મૂકે, અને મારા માર્ગદર્શક બને. મારી માન્યતા પ્રમાણે તે આ મૂર્તિ કોઈ પણ પુરાવાથી બૌદ્ધભૂતિ હોવાનું સાબીત થતું નથી, ઉલટ ચકચકત ચક્ષુઓ, પદ્માસનની બેઠકે ધ્યાનસ્થ મુદ્રા અને પરંપરાગત તથા આભામંડલની સુશોભિતતાની રીતભાત અને આ મૂર્તિનું મૂતિવિધાન વગેરે કારણે તે આ મૂર્તિ જેનધર્મની જ હોવાની સાબીતી આપે છે. હવે બાકી રહી આ કૃતિના સમયની બાબત. માન્યવર શાસ્ત્રીજી આ મૂર્તિને ઇસ્વી સનના સાતમા સૈકાની હોવાનું માને છે, જયારે પ્રભાવલીની પાછળના ભાગને લેખ કે જે બ્રાહ્મી લીપીમાં લખાએલે છે, તે લીપીને સમય તેઓના જ આસિસ્ટન્ટ અને મારા એક વખતના સહાધ્યાયી માન્યવર ગદ્ર મહાશય આ લીપીને ઈસ્વી સનના લગભગ ત્રીજા સૈકાની હોવાનું માને છે અને તે બાબનને સ્પષ્ટ ઉલ્લેખ રિપોર્ટની પાછળના ભાગમાં પરિશિષ્ટ માં પાના ૨૮ ઉપર કરે છે, સાથે સાથે લેખની પહેલી લીટીનું વાચન નીચે પ્રમાણે કરે છે – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52